Home Gujarat Gujarat Farmers Relief Assistance 22733 Crore 10 Years

આકાશી આફતો સામે ગુજરાત સરકારનું સુરક્ષા કવચ : 10 વર્ષમાં 1.36 કરોડ ખેડૂતોને રૂ. 22,733 કરોડની સહાય

ખુશ ખેડૂતો
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jun 16, 2026, 10:57 AM IST

વાતાવરણમાં આવતા અણધાર્યા પરિવર્તનોના કારણે ગુજરાતના ખેડૂતો છેલ્લા એક દાયકામાં કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાંના પડકારોનો સામનો કરી રહ્યા છે. આવા કપરા સમયમાં રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ સાથે ખેડૂતોને આર્થિક પીઠબળ પૂરું પાડ્યું છે.

વર્ષ 2015-16 થી 2025-26 દરમિયાન ગુજરાત સરકારે વિવિધ કૃષિ રાહત પેકેજ મારફતે 1.36 કરોડથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. 22,733 કરોડની સહાય ચૂકવી છે. કુદરતી આફતોના કારણે પાક નુકસાન સહન કરનારા લાખો ખેડૂતો માટે આ સહાય સંકટમોચક બની રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતોને મુશ્કેલીના સમયમાં તાત્કાલિક રાહત આપવાની પરંપરા વધુ સુદ્રઢ બની છે.

ચોમાસા પર અલ નીનોની અસર!: વરસાદમાં 10% સુધી ઘટાડાની આશંકા; જુલાઈ-ઓગસ્ટમાં ખેતીથી લઈને વીજ ઉત્પાદન સુધી દુષ્કાળનો ખતરો

સરકારની સહાયથી ફરી બેઠા થયા દેવરાજભાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના આદરિયાણા ગામના ખેડૂત દેવરાજભાઈ સોલંકી માટે ગયા વર્ષનો કમોસમી વરસાદ વિનાશ લઈને આવ્યો હતો. ચણાનો આખો પાક બરબાદ થતાં પરિવાર સામે આર્થિક સંકટ ઊભું થયું હતું.

દેવરાજભાઈ જણાવે છે કે, “સવારે ખેતરે પહોંચ્યો ત્યારે આખો પાક નષ્ટ થઈ ગયો હતો. એક ક્ષણ માટે લાગ્યું કે હવે આખું વર્ષ મુશ્કેલીમાં પસાર થશે. પરંતુ રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત મળેલી રૂ. 44,000ની સહાય અમારા પરિવાર માટે આશાનું કિરણ બની. અમે ફરી વાવેતર કરી શક્યા અને ખેતીને નવા ઉત્સાહ સાથે આગળ વધારી શક્યા.”

દેવરાજભાઈ જેવા લાખો ખેડૂતો માટે સરકારની આ સંવેદનશીલતા આશીર્વાદરૂપ સાબિત થઈ છે.  

 ગુજરાતમાં ચાતક નજરે વરસાદની રાહ!: આગામી 7 દિવસમાં ક્યાં અને કેવો પડશે વરસાદ? IMD એ કરી આગાહી

ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ

ભારે વરસાદ અને કમોસમી આફતથી થયેલા વ્યાપક પાક નુકસાન સામે રાજ્ય સરકારે વર્ષ 2025-26માં ઐતિહાસિક નિર્ણય લઈને 36.74લાખથી વધુ ખેડૂતોને રૂ. 10,337 કરોડની સીધી સહાય ચૂકવી છે.ગુજરાતના કૃષિ ઇતિહાસમાં ખેડૂતોને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા માટે આપવામાં આવેલી આ સૌથી મોટી સહાય પૈકીની એક મનાય છે.

 

ધરતીપુત્રો સાથે અડીખમ ઉભી છે ગુજરાત સરકાર

• 2015-16 : 1.82 લાખ ખેડૂતોને રૂ. 279 કરોડ

• 2017-18 : 7.69 લાખ ખેડૂતોને રૂ. 1,706 કરોડ

• 2018-19 : 17.59 લાખ ખેડૂતોને રૂ. 1,678 કરોડ

• 2019-20 : 33.18 લાખ ખેડૂતોને રૂ. 2,489 કરોડ

• 2020-21 : 19.03 લાખ ખેડૂતોને રૂ. 2,906 કરોડ

• 2021-22 : 7.67 લાખ ખેડૂતોને રૂ. 1,240 કરોડ

• 2022-23 : 1.93 લાખ ખેડૂતોને રૂ. 197 કરોડ

• 2023-24 : 2.55 લાખ ખેડૂતોને રૂ. 410 કરોડ

• 2024-25 : 8.04 લાખ ખેડૂતોને રૂ. 1,491 કરોડ

• 2025-26 : 36.74 લાખ ખેડૂતોને રૂ. 10,337 કરોડ

 આવતા આવતા અચાનક કેમ અટકી ગયું ચોમાસું?: 64% વરસાદની ખાધ વચ્ચે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ચિંતા, જાણો કૃષિ અને અર્થતંત્ર પર શું પડશે અસર

ખેડૂતોના હિત માટે સરકારની પ્રતિબદ્ધતા

છેલ્લા દસ વર્ષમાં આપવામાં આવેલી કુલ રૂ. 22,733 કરોડની સહાયમાંથી રૂ. 15,829 કરોડ SDRF ભંડોળમાંથી તેમજ રૂ. 6,904 કરોડ રાજ્ય સરકારના બજેટમાંથી ચૂકવવામાં આવ્યા છે.

આમ, ઉપરોક્ત આંકડાઓ દર્શાવે છે કે કુદરતી આફતોની દરેક ઘડીમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. પરિણામે આજે ગુજરાતનો અન્નદાતા વધુ આત્મવિશ્વાસ સાથે ખેતી કરી રહ્યો છે અને તેને વિશ્વાસ છે કે મુશ્કેલીની દરેક પળે સરકાર તેની પડખે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now