Home Gujarat Gujarat Teachers Protest Against Tet Rule Supreme Court Order

ખેડૂતો બાદ સમગ્ર ગુજરાતમાં શિક્ષકોના આંદોલનની જાહેરાત : TET મુદ્દે 33 જિલ્લાઓમાં ધરણા-પ્રદર્શન થશે

વિરોધ દર્શાવતા શિક્ષકો
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jun 16, 2026, 12:07 PM IST

ખેડૂતોના વિવિધ આંદોલનો વચ્ચે હવે રાજ્યમાં શિક્ષકો પણ પોતાની માંગણીઓને લઈને રસ્તા પર ઉતરવાની તૈયારીમાં છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય બાદ ગુજરાતના શિક્ષક સંગઠનોમાં અસંતોષ ફેલાયો છે અને તેના વિરોધમાં રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય શિક્ષક સંગઠનો દ્વારા 17 જૂનથી 20 જૂન દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં ધરણા-પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે.

શિક્ષક સંગઠનોનું મુખ્ય વાંધો સુપ્રીમ કોર્ટના તે નિર્ણય સામે છે, જેમાં શિક્ષણ સેવામાં રહેલા તમામ શિક્ષકો માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત ગણાવવામાં આવી છે. આ નિર્ણયના કારણે ખાસ કરીને વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોમાં ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

‘ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0’માં મોટી સફળતા: રોકાણના નામે લાખો પડાવનાર ગેંગનો વધુ એક સભ્ય ઝડપાયો, 20 ગુનાઓમાં સંડોવણી

શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય?

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે શિક્ષકોની લાયકાત અંગે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં જણાવ્યું છે કે શિક્ષણ સેવામાં રહેલા શિક્ષકો માટે TET પાસ કરવી જરૂરી રહેશે. કોર્ટના નિર્દેશ અનુસાર જે શિક્ષકોની નોકરીને હજુ પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પરીક્ષા પાસ કરવી પડશે.

જો આવા શિક્ષકો TET પાસ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે સેવા સંબંધિત કાર્યવાહી થઈ શકે છે. જોકે, જે શિક્ષકોની નિવૃત્તિ માટે પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે તેમને આ જોગવાઈમાંથી રાહત આપવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ નિર્ણયના કારણે ગુજરાતમાં અંદાજે એક લાખ જેટલા શિક્ષકો પર સીધી અસર થવાની શક્યતા હોવાનું શિક્ષક સંગઠનોનો દાવો છે.

આકાશી આફતો સામે ગુજરાત સરકારનું સુરક્ષા કવચ: 10 વર્ષમાં 1.36 કરોડ ખેડૂતોને રૂ. 22,733 કરોડની સહાય

2010 પહેલાં TET જ અસ્તિત્વમાં નહોતું: શિક્ષકો

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેતાઓનું કહેવું છે કે વર્ષ 2010 પહેલાં TET પરીક્ષા અસ્તિત્વમાં જ નહોતી. તે સમયની ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ કરવામાં આવી હતી અને શિક્ષકોની નિયુક્તિ સંપૂર્ણપણે કાયદેસર રીતે થઈ હતી.

સંઘના પ્રમુખ ખોડુભાઈ પઢિયારના જણાવ્યા અનુસાર, 1997-98થી લઈને 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને હવે 25થી 27 વર્ષ પછી TET પરીક્ષા આપવા કહેવું અન્યાયી છે. જે નિયમ ભરતી સમયે લાગુ જ નહોતો, તે નિયમ હવે પાછલી તારીખથી લાગુ કરી શકાય નહીં તેવી દલીલ શિક્ષક સંગઠનો કરી રહ્યા છે.

શિક્ષકોનું કહેવું છે કે વર્ષોનો અનુભવ ધરાવતા શિક્ષકોને ફરીથી લાયકાત પરીક્ષામાંથી પસાર થવા મજબૂર કરવું વ્યવહારિક રીતે યોગ્ય નથી.

બનાસકાંઠા પોલીસની મોટી સફળતા: ટ્રકના ટાયરોમાં છુપાવેલો 5833140 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

33 જિલ્લાઓમાં ધરણા અને આવેદનપત્ર

આ મુદ્દે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના વિવિધ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાજ્યભરમાં વિરોધ કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવાયો હતો.

નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ 17 જૂનથી 20 જૂન દરમિયાન રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં કલેક્ટર કચેરીઓ બહાર ધરણા-પ્રદર્શન યોજાશે. શિક્ષકો ત્રણ કલાક સુધી વિરોધ નોંધાવ્યા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે.

અમદાવાદમાં પણ શિક્ષક સંગઠનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષક મંડળ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અલગથી વિરોધ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

માત્ર TET નહીં, અન્ય માંગણીઓ પણ ઉઠશે

શિક્ષક સંગઠનો માત્ર TET મુદ્દે જ નહીં પરંતુ અન્ય લાંબા સમયથી પડતર માંગણીઓને પણ સરકાર સમક્ષ રજૂ કરશે. તેમાં 1 એપ્રિલ 2005 પછી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માંગ મુખ્ય છે.

આ ઉપરાંત ધોરણ 6થી 8માં ફરજ બજાવતા શિક્ષકો માટે અલગ ગ્રેડ પેની માંગ, HTAT આચાર્યોને આપવામાં આવતા વધારાના વહીવટી ચાર્જ સંબંધિત મુદ્દાઓ અને અન્ય સેવા સંબંધિત પ્રશ્નો પણ આવેદનપત્રમાં સામેલ કરવામાં આવશે.

નવું ઘર ખરીદતા પહેલાં અચૂક ધ્યાન રાખજો આ 10 મહત્ત્વની બાબતો: એક ખોટો નિર્ણય કરાવી શકે છે તમારું લાખો રૂપિયાનું નુકસાન

રાજ્યભરમાં આંદોલનથી શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચા

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શરૂ થયેલી આ ચર્ચાએ શિક્ષણ ક્ષેત્રમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. એક તરફ શિક્ષક સંગઠનો અનુભવના આધારે છૂટછાટની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ શિક્ષણની ગુણવત્તા અને લાયકાતના માપદંડોને લઈને કાનૂની દૃષ્ટિકોણ પણ મહત્વનો બની રહ્યો છે.

આવનારા દિવસોમાં રાજ્યભરમાં યોજાનારા વિરોધ કાર્યક્રમો અને સરકારની પ્રતિક્રિયા પર શિક્ષકોની નજર રહેશે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષક સંગઠનોની માંગણીઓ અંગે સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓ શું વલણ અપનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now