Home Gujarat Banaskantha Police Seize Foreign Liquor Hidden In Truck Tyres

બનાસકાંઠા પોલીસની મોટી સફળતા : ટ્રકના ટાયરોમાં છુપાવેલો 5833140 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

બનાસકાંઠામાં ઝડપાયેલો દારૂ
Published by: Chintan Chavda
Last Updated: Jun 16, 2026, 11:22 AM IST

બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસને મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસ દ્વારા નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ટ્રકના ટાયરોની અંદર કુશળતાપૂર્વક છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે બે ઈસમોની ધરપકડ કરી કુલ રૂ. 58 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એક ટ્રકને શંકાના આધારે અટકાવી તેની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકના ટાયરોની અંદર ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી માત્રા સંતાડવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

રાજકોટમાં રાજકીય-સામાજિક આગેવાનોનું મિલન: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની મૌલેશ ઉકાણી સાથે સૌજન્ય મુલાકાત

ટ્રકના ટાયરોમાં બનાવાયો હતો ગુપ્ત ખાનો

પોલીસે ટ્રકની તપાસ કરતાં ટાયરોની અંદર ખાસ રીતે બનાવેલા ખાનામાં વિદેશી દારૂની બોટલો સંતાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કુલ 4,888 નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 42.90 લાખ જેટલી હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ટ્રક, ટાયરો, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 58,33,140 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

બે આરોપીઓ ઝડપાયા

આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ બંને આરોપીઓ રાજસ્થાન અને અમદાવાદ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેમની સામે પ્રોહિબિશન એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ હાલમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ કરી રહી છે. સાથે જ આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.

‘ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0’માં મોટી સફળતા: રોકાણના નામે લાખો પડાવનાર ગેંગનો વધુ એક સભ્ય ઝડપાયો, 20 ગુનાઓમાં સંડોવણી

પોલીસ ટીમની કામગીરીને બિરદાવાઈ

આ સફળ કાર્યવાહી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં ડીવાયએસપી, સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ ચેકપોસ્ટ પર ફરજ બજાવતી ટીમના જવાનોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.

બનાસકાંઠા પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં દારૂની હેરાફેરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવનારા દિવસોમાં પણ કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now