ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા મોડી રાત્રે જાહેર કરાયેલા એક આદેશ અનુસાર, રાજ્યના કુલ 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી અને નવી નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય વહીવટી દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
ટ્રેમાં એક લકી ઓછી દેખાતાં ફૂટ્યો 1.66 કરોડના દાગીનાની ચોરીનો ભાંડો: સેલ્સ ગર્લ પર કેમ ગઇ શંકા? CCTVમાં કેદ થઈ ત્રણ સ્ટેપની ચોરીની આખી કહાની, સોની બજારમાં ચર્ચા
આ મોટા ફેરફારમાં અનેક જિલ્લાના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને સચિવાલયના ટોચના અધિકારીઓની જવાબદારીઓ બદલવામાં આવી છે. સરકારના આ 'રિ-શફલ' પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને વેગ આપવો અને સ્થાનિક વહીવટને વધુ પારદર્શક તથા અસરકારક બનાવવાનો હોવાનું જણાઈ રહ્યું છે. આ બદલીઓને કારણે સચિવાલયના ગલિયારાઓમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
"જિંદગીમેં જો હોના થા હો ચુકા, અબ વો હોગા જો હમ ચાહેંગે": આવું સ્ટેટસ મુકી હસીનાએ કેવી રીતે આપ્યો કરોડોના દાગીનાની ચોરીને અંજામ?
કોની ક્યાં કરાઈ બદલી અને કોને મળી નવી નિમણૂક? જોઈ લો યાદી...











વિવિધ જિલ્લાઓમાં નવા કલેક્ટરોની નિમણૂક
આ આદેશ હેઠળ માત્ર મોટા શહેરો જ નહીં, પરંતુ મહેસાણા, આણંદ, ભરૂચ અને વલસાડ જેવા જિલ્લાઓમાં પણ નવા કલેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાને હવે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ, વાપી અને ગાંધીધામના મ્યુનિસિપલ કમિશનરોની પણ બદલી કરવામાં આવી છે.
અમદાવાદમાં કરોડોના દાગીનાની ચોરીના CCTV: હસતા-હસતા શો રૂમમાંથી સોનાના ઘરેણાં પર હાથ સાફ કરી ગઇ સેલ્સ ગર્લ
ચૂંટણી બાદ વહીવટી તંત્રને 'અપડેટ' કરવાનો પ્રયાસ
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થયા બાદ સરકાર હવે ફૂલ એક્શન મોડમાં છે. નવા નિમાયેલા અધિકારીઓ પાસે સરકારને આગામી સમયના પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ કરવાની અપેક્ષા છે. ખાસ કરીને ગ્રામીણ વિકાસ, ટેક્સ કલેક્શન અને સિવિલ સપ્લાય જેવા વિભાગોમાં અનુભવી અધિકારીઓને મુકીને તંત્રને વધુ ગતિશીલ બનાવવાનો આ પ્રયાસ છે.






