ભારતીય રેલવે ફરી એકવાર મુસાફરોને ઝડપી અને આરામદાયક મુસાફરીની સોગાદ આપવા તૈયાર છે. દેશની સૌથી લોકપ્રિય સેમી-હાઇ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ હવે ચાર નવા રૂટ પર દોડશે. આ નવી ટ્રેનોના લોન્ચિંગ સાથે દેશમાં વંદે ભારત સેવાઓની કુલ સંખ્યા 164 થઈ જશે.
ટૂંક સમયમાં મુસાફરો માટે શરૂ
એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું કે આ ચાર ટ્રેનોને મંજૂરી મળી ગઈ છે. ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ તે ટૂંક સમયમાં મુસાફરો માટે શરૂ થશે. આ ટ્રેનો કર્ણાટક, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોને જોડશે, જેનાથી મુસાફરોને આધુનિક સુવિધાઓ સાથે ઝડપી યાત્રાનો લાભ મળશે.
નવી વંદે ભારત ટ્રેનોના રૂટ્સ
KSR બેંગલુરુ - એર્નાકુલમ
ફિરોઝપુર કેન્ટ - દિલ્હી
વારાણસી - ખજુરાહો
લખનૌ - સહારનપુર
KSR બેંગલુરુ - એર્નાકુલમ
વંદે ભારતની વિગતવાર માહિતી
રેલ્વે બોર્ડ દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર
ટ્રેન નંબર 26651 (બેંગલુરુથી એર્નાકુલમ): સવારે 5:10 વાગ્યે બેંગલુરુથી ઉપડશે, બપોરે 1:50 વાગ્યે એર્નાકુલમ પહોંચશે.
ટ્રેન નંબર 26652 (એર્નાકુલમથી બેંગલુરુ): બપોરે 2:20 વાગ્યે એર્નાકુલમથી ઉપડશે, રાત્રે 11:00 વાગ્યે બેંગલુરુ પહોંચશે.
સ્ટોપેજ: કૃષ્ણરાજપુરમ, સેલેમ, ઇરોડ, તિરુપુર, કોઈમ્બતુર, પલક્કડ અને ત્રિશુર.
વંદે ભારતની વધતી લોકપ્રિયતા
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, વંદે ભારત ટ્રેનો દરેક રૂટ પર 100%થી વધુ ઓક્યુપન્સી સાથે દોડી રહી છે. નાણાકીય વર્ષ 2024-25માં સરેરાશ ઓક્યુપન્સી 102.01% હતી, જ્યારે 2025-26ના પ્રારંભિક મહિનાઓમાં (જૂન સુધી) તે વધીને 105.03% થઈ ગઈ છે. આ આંકડા ટ્રેનની માંગ અને સફળતાને દર્શાવે છે. આ નવી ટ્રેનો મુસાફરોને વધુ સુવિધા આપશે અને દેશના વિવિધ ભાગોને જોડવામાં મદદરૂપ થશે!




















