Home Sports IPL 2026 Csk Vs Kkr Ipl 2026 Match Preview Dhoni Update

IPL 2026; શું આજે MS Dhoni મેદાનમાં રમતા જોવા મળશે? : બંને ટીમો માટે ‘કરો કે મરો’ જેવી મેચ, જાણો શું કહે છે આંકડા

Ruturaj Gaikwad, Mahendra Singh Dhoni, Ajinkya Rahane, Vaibhav Arora
Published by: Aryan Shah
Last Updated: Apr 14, 2026, 11:01 AM IST

IPL 2026 : IPL 2026 ની 22 મી મેચમાં આજે એક રોમાંચક મુકાબલો જોવા મળશે. ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ MA ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામસામે ટકરાશે. ચેન્નાઈ અને કોલકાતા વચ્ચેની મેચ આજે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ 7:00 વાગ્યે થશે.

ટીમની સ્થિતિ

આ સિઝનમાં બંને ટીમો માટે અત્યાર સુધીનો પ્રવાસ સંઘર્ષમય રહ્યો છે. CSK પોતાની 5 મી મેચ રમવા ઉતરશે, જેમાં CSK એ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં 9 માં ક્રમે છે. બીજી તરફ, KKR હજુ પણ પોતાની પહેલી જીતની શોધમાં છે. KKR પોતાની 4 માંથી 3 મેચ હારી ચૂક્યું છે, જ્યારે એક મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

શું મહેન્દ્ર સિંઘ ધોની આજે રમશે?

CSK ના ચાહકો માટે માઠા સમાચાર એ છે કે, પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોની આ મેચમાં પણ કદાચ જોવા નહીં મળે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના જણાવ્યા અનુસાર, મહેન્દ્ર સિંઘ ધોની હાલ હોટલમાં રહીને ટીમનું મનોબળ વધારી રહ્યા છે. જોકે, ફેન્સ આશા રાખી રહ્યા છે કે, તેઓ ટૂંક સમયમાં મેદાન પર પરત ફરશે.ચેન્નાઈ અને કોલકાતા વચ્ચેનો હેડ-ટૂ-હેડ રેકોર્ડ

ઈતિહાસ પર નજર કરીએ, તો CSK ની સાઇડ ભારે દેખાય છે. બંને વચ્ચે રમાયેલી 33 મેચોમાંથી 21 મેચમાં ચેન્નઈ અને 12 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. ચેપોક સ્ટેડિયમમાં પણ ચેન્નઈનો રેકોર્ડ શાનદાર છે, જ્યાં ચેન્નાઈએ 12 માંથી 8 મેચ જીતી છે.

CSK અને KKR ના સ્ટાર પરફોર્મર્સ

ચેન્નઈ માટે સંજુ સેમસન અત્યારે શાનદાર ફોર્મમાં છે, જેને 4 મેચમાં એક સેન્ચુરી સાથે 137 રન બનાવ્યા છે. બોલિંગમાં અંશુલ કંબોજ 8 વિકેટ સાથે અગ્રેસર છે. KKR માટે અંગક્રિશ રઘુવંશીએ 155 રન બનાવીને લડત આપી છે, જ્યારે બોલિંગમાં વૈભવ અરોરા મહત્વનો ખેલાડી સાબિત થયો છે.

આ પણ ખાસ વાંચો : ભારતીય સેનામાં જોડાવાનું હતું સપનું, પણ બની ગયો ક્રિકેટર! : માતાએ ઘરેણાં વેચ્યા અને દીકરાએ IPL માં રચ્યો ઇતિહાસ

પીચ અને વેધર રિપોર્ટ

ચેપોકની પીચ હવે બેટર્સ માટે અનુકૂળ બની રહી છે. અહીં છેલ્લી બે મેચોમાં 200 થી વધુ રન બન્યા છે. ઝાકળ (Dew) ના કારણે ટૉસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. હવામાનની વાત કરીએ તો આજે વરસાદની કોઈ શક્યતા નથી, જે ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે.

આ પણ ખાસ વાંચો : એક જ મેચમાં IPL સ્ટાર બન્યો પ્રફુલ હિંગે! : ‘પહેલા જ બોલે આઉટ કરીશ...’, વૈભવની વિકેટ પર આપ્યું મોટું નિવેદન

CSK vs KKR ની સંભવિત પ્લેઈંગ-12

CSK : સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ (C), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ખલીલ અહમદ, ગુરજપનીત સિંહ. (ઇમ્પેક્ટ પ્લેયર : અકીલ હુસૈન).

KKR : અજિંક્ય રહાણે (C), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકૂલ રોય, નવદીપ સૈની, કાર્તિક ત્યાગી. (ઇમ્પેક્ટ પ્લેયર : વૈભવ અરોરા).

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now