ભારતીય ન્યાયપાલિકામાં દુર્લભ ગણાતી ઘટના બની છે, જેમાં એક હાઈકોર્ટના ન્યાયાધીશને પોતાના સત્તાવાર નિવાસસ્થાનેથી રોકડ મળવાના વિવાદ બાદ અંતે રાજીનામું આપવું પડ્યું છે. દિલ્હીમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાને મોટી રકમની રોકડ મળી આવવાના મોટા વિવાદના લગભગ એક વર્ષ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું છે.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં આગની ઘટના દરમિયાન મોટી માત્રામાં બળી ગયેલી રોકડ મળી આવી હતી. આ શોધે તાત્કાલિક રીતે રાજકીય અને ન્યાયિક વર્તુળોમાં હંગામો મચાવ્યો હતો.
ન્યાયાધીશ વર્માએ શરૂઆતથી જ આ રોકડ સાથે પોતાનો કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો. તેમ છતાં, આ ઘટના પછી તેમની સામે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી અને મામલો વધુ ગંભીર બન્યો.
ન્યાયાધીશ વર્માએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ વર્મા દ્વારા આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેમને કોઈ રાહત મળી નથી. હવે, સંસદમાં તેમના પર મહાભિયોગ ચલાવવાની તૈયારી ચાલી રહી છે. આ હેતુ માટે એક ઔપચારિક સમિતિની રચના કરવામાં આવી છે. પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ ન્યાયાધીશ વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. રાજીનામા પહેલાં અનેક ન્યાયિક પ્રક્રિયાઓ થઈ. ન્યાયાધીશ વર્માને ક્યાંયથી કોઈ રાહત મળી નહીં. અંતે, તેમણે રાજીનામું આપી દીધું છે.
સ્પીકરે સમિતિની રચના કરી
આ બધા વચ્ચે, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તાજેતરમાં ત્રણ સભ્યોની સમિતિનું પુનર્ગઠન કર્યુ હતુય સમિતિમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર, બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને કર્ણાટક હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ વાસુદેવ આચાર્યનો સમાવેશ થતો હતો. 146 લોકસભા સાંસદોએ જસ્ટિસ વર્માને હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો - જાણો શું છે મહાભિયોગ ? કેવી રીતે થાય છે મહાભિયોગની કાર્યવાહી ?
મહાભિયોગની પ્રક્રિયા: કેવી રીતે આગળ વધે છે?
ભારતીય બંધારણના અનુચ્છેદ 124 અને 217 મુજબ, કોઈ પણ ન્યાયાધીશને "સાબિત ગેરવર્તણૂક" અથવા "અક્ષમતા"ના આધારે પદ પરથી દૂર કરી શકાય છે.
પ્રક્રિયા મુજબ:
લોકસભામાં ઓછામાં ઓછા 100 સાંસદો અથવા રાજ્યસભામાં 50 સાંસદો પ્રસ્તાવ મૂકે
તપાસ સમિતિ બનાવવામાં આવે
અહેવાલ સાચો સાબિત થાય તો સંસદમાં મતદાન થાય
અને બે તૃતીયાંશ બહુમતીથી ન્યાયાધીશને હટાવી શકાય





