Home International Brazil Plane Crashes Into Residential Building Belo Horizonte 3 Live Lost

હવામાંથી સીધું બિલ્ડીંગમાં ઘૂસ્યું વિમાન : ઘટનામાં પાયલટ સહિત 3 ના મોત, જુઓ રુંવાડા ઉભા કરી દે તેવી વિમાન દુર્ઘટનાના દ્ધશ્યો

Brazil Plane Crash
Published by: Nirali Gohil
Last Updated: May 05, 2026, 06:41 AM IST

Brazil Plane Crash: દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ દેશમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મિનાસ જેરાઈસ રાજ્યના બેલો હોરિઝોન્ટો શહેરમાં એક નાનું વિમાન રહેણાંક બિલ્ડીંગ સાથે ટકરાતા ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાન સીધું જ બિલ્ડીંગના સીડીવાળા ભાગમાં ઘૂસી ગયું હતું અને ત્યારબાદ મોટા વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આ દુર્ઘટનાના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેને જોઈને અનેક લોકોને વર્ષ 2001માં અમેરિકામાં થયેલા 9/11 ના આતંકી હુમલાની યાદ તાજી થઈ ગઈ હતી.

નિયંત્રણ ગુમાવતા વિમાન બિલ્ડીંગના સ્ટેયરવેલ સાથે ટકરાયું

મળતી વિગતો અનુસાર, સોમવારે આ નાનું વિમાન હવામાં નિયંત્રણ ગુમાવી બેઠું હતું. પાયલટે વિમાનને બચાવવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો અને ઊંચી બિલ્ડીંગોથી બચવા માટે તેને ડાબી તરફ વાળ્યું હતું. પરંતુ, કમનસીબે વિમાન એક ત્રણ માળની બિલ્ડીંગના સીડીવાળા ભાગ (સ્ટેયરવેલ) સાથે ટકરાઈ ગયું હતું. ટક્કર બાદ વિમાન નીચે પાર્કિંગ એરિયામાં ખાબક્યું હતું. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા અને સ્થાનિક રહીશોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

3 લોકોના કમકમાટીભર્યા મોત, અન્ય ગંભીર

આ ભયાનક દુર્ઘટનામાં વિમાનના પાયલટ અને કો-પાયલટનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વિમાનમાં કુલ 5 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી અન્ય 3 મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિએ દમ તોડતા કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે, જ્યારે અન્ય 2 મુસાફરોની હાલત હાલ સ્થિર બતાવવામાં આવી રહી છે.

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની તૈયારી!: અમેરિકાએ શરૂ કર્યું 'પ્રોજેક્ટ ફ્રીડમ', ટ્રમ્પે ઈરાનને નકશામાંથી મિટાવી દેવાની આપી ધમકી

મોટી જાનહાનિ ટળી: બિલ્ડીંગના રહીશો સુરક્ષિત

સદનસીબે, વિમાન બિલ્ડીંગના ફ્લેટના બદલે સીડીવાળા ભાગ સાથે ટકરાયું હોવાથી બિલ્ડીંગની અંદર રહેલા પરિવારોને કોઈ ઈજા પહોંચી નથી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો વિમાન સીધું રહેણાંક ફ્લેટ્સ સાથે ટકરાયું હોત તો જાનહાનિનો આંકડો ઘણો વધારે હોત. ઘટના બાદ ફાયર ફાઈટરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.

18 દિવસના યુદ્ધવિરામ બાદ સ્થિતિ ફરી સ્ફોટક: UAE પર ડ્રોન હુમલો અને બહેરીનમાં ઈમરજન્સી, હોર્મુઝમાં અમેરિકી એટેકથી 5ના મોત

તપાસના આદેશ આપવામાં આવ્યા

બ્રાઝિલની એવિએશન ઓથોરિટી દ્વારા આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. વિમાનમાં ટેકનિકલ ખામી હતી કે પછી માનવીય ભૂલ, તે અંગેની તપાસ માટે બ્લેક બોક્સ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now