ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં ઓક્ટોબર 2025માં ગયા વર્ષની સરખામણીમાં 30.57 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. જેમાં કુલ નિકાસ $2168.05 મિલિયન (₹19,172.89 કરોડ) રહી, જ્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં આ આંકડો $3122.52 મિલિયન (₹26,237.1 કરોડ) હતો. આ આંકડા રત્નો અને ઝવેરાત નિકાસ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ જાહેર કર્યા છે.
ઘટાડાનાં મુખ્ય કારણો
GJEPCના ચેરમેને જણાવ્યું કે, "ઓક્ટોબરમાં નિકાસમાં ઘટાડો મુખ્યત્વે યુએસ ટેરિફ લાગુ થયા પહેલા માંગમાં વધારો થવાને કારણે થયો હતો. મોટાભાગના તહેવારોનો સ્ટોક 27 ઓગસ્ટ પહેલા એકઠો થઈ ગયો હતો, તેથી ઓક્ટોબરમાં માંગ ઓછી રહી. સોના અને ચાંદીની નિકાસમાં ઘટાડો બુલિયનના ભાવમાં વધઘટને કારણે છે."
વિભાગવાર ઘટાડો
કટ અને પોલિશ્ડ હીરા: 26.97% ઘટીને $1025.99 મિલિયન (₹9071.41 કરોડ); ગયા વર્ષે $1404.85 મિલિયન (₹11,806.45 કરોડ).
પોલિશ્ડ લેબ-ગ્રોન હીરા: 34.90% ઘટીને $94.37 મિલિયન
(₹834.45 કરોડ); ગયા વર્ષે $144.96 મિલિયન (₹1218.25 કરોડ).
સોનાના દાગીના: 28.4% ઘટીને $850.15 મિલિયન (₹7520.34 કરોડ); ગયા વર્ષે $1187.34 મિલિયન (₹9975.17 કરોડ).
ચાંદીના ઝવેરાત: 16% ઘટીને $121.37 મિલિયન (₹1072.81 કરોડ); ગયા વર્ષે $145.05 મિલિયન (₹1219.01 કરોડ).
રંગીન રત્નો (એપ્રિલ-ઓક્ટોબર): 3.21% ઘટીને $250.14 મિલિયન (₹2173.08 કરોડ); ગયા વર્ષે $258.42 મિલિયન (₹2163.52 કરોડ).
નવેમ્બરમાં રિકવરીની આશા
ભણસાલીએ કહ્યું કે, નવેમ્બરમાં નિકાસ ફરી વધવાની અપેક્ષા છે. ચીની બજાર ધીમે ધીમે સુધરી રહ્યું છે અને અન્ય મુખ્ય બજારોમાં ક્રિસમસની માંગ વધશે, જેનાથી નિકાસને બૂસ્ટ મળશે.




















