ડિજિટલ બેંકિંગના ઝડપી યુગમાં નવી સુવિધાઓ આવતી રહે છે, પરંતુ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ લાખો ગ્રાહકોને ચિંતામાં મૂકતી જાહેરાત કરી છે. બેંક 1 ડિસેમ્બર 2025થી તેની લોકપ્રિય mCASH સુવિધાને સંપૂર્ણપણે બંધ કરી દેશે. 30 નવેમ્બર 2025 પછી OnlineSBI અને YONO Lite પર mCASH મોકલવા કે દાવો કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. આ નિર્ણયથી તમારી રોજિંદી બેંકિંગ પ્રવૃત્તિઓ પર અસર પડી શકે છે.
mCASH શું હતું અને તેનો ઉપયોગ કેવી રીતે થતો?
mCASH એ SBIની અનોખી સુવિધા હતી, જેના દ્વારા ગ્રાહકો લાભાર્થી નોંધણી વગર ફક્ત મોબાઇલ નંબર અથવા ઈમેઇલ IDનો ઉપયોગ કરીને કોઈપણને પૈસા મોકલી શકતા હતા. આ સેવા ખાસ કરીને તાત્કાલિક અને નાના ટ્રાન્સફર માટે ઉપયોગી હતી. પ્રાપ્તકર્તાને સુરક્ષિત લિંક અને 8-અંકનો પાસકોડ મળતો.
તેનાથી તેઓ કોઈપણ બેંક ખાતામાં પૈસાનો દાવો કરી શકતા.
mCASH કેમ બંધ થઈ રહી છે?
SBIએ તેની વેબસાઇટ પર સ્પષ્ટ કર્યું છે કે mCASH જૂના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત હતી. ડિજિટલ ચુકવણીઓ પર વધતી નિર્ભરતા વચ્ચે બેંક વધુ સુરક્ષિત, ઝડપી અને અદ્યતન વિકલ્પો તરફ આગળ વધી રહી છે. તેથી 30 નવેમ્બર 2025 પછી આ સેવા બંધ કરવામાં આવશે.હવે પૈસા ટ્રાન્સફર કેવી રીતે કરવા?SBIએ ગ્રાહકોને UPI, IMPS, NEFT, RTGS અને BHIM SBI Pay જેવા વિકલ્પો અપનાવવાની સલાહ આપી છે.
UPI દ્વારા પૈસા મોકલવાનાં સરળ પગલાં
BHIM SBI Pay એપમાં લોગિન કરો.
‘પે’ વિકલ્પ પસંદ કરો.
VPA, એકાઉન્ટ-IFSC અથવા QR કોડમાંથી એક પસંદ કરો.
જરૂરી માહિતી ભરો.
ડેબિટ એકાઉન્ટ પસંદ કરી ‘ટિક માર્ક’ દબાવો.
UPI પિન દાખલ કરો.
ચુકવણી પૂર્ણ!
ગ્રાહકો પર કેવી અસર પડશે?
જે ગ્રાહકો mCASHનો ઉપયોગ કરીને ઝડપી ટ્રાન્સફર કરતા હતા, તેમને હવે UPI અથવા IMPS તરફ વળવું પડશે. નવા વિકલ્પો વધુ સુરક્ષિત અને ઝડપી છે, પરંતુ શરૂઆતમાં કેટલાકને અનુકૂળતામાં ફેરફાર અનુભવાઈ શકે છે.સલાહ: આજથી જ UPI અને BHIM SBI Payનો ઉપયોગ શરૂ કરો, જેથી 1 ડિસેમ્બર પછી કોઈ અડચણ ન આવે!




















