સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે OnlineSBI અને YONO Lite પર ઉપલબ્ધ mCash સુવિધા 30 November 2025 પછી સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે. બેંકના જણાવ્યા મુજબ ગ્રાહકો હવે આ સેવાના માધ્યમથી લાભાર્થીના mobile number અથવા email ID દ્વારા money transfer કરી શકશે નહીં.
SBIએ પોતાના Portal પર પ્રકાશિત સૂચનામાં જણાવ્યું છે કે mCash દ્વારા મોકલવાની અને ક્લેમ કરવાની સુવિધા નિર્ધારિત તારીખ પછી ઉપલબ્ધ નહીં રહે, તેથી ગ્રાહકોએ ફંડ ટ્રાન્સફર માટે UPI, IMPS, NEFT અને RTGS જેવા વિકલ્પોને પસંદ કરવા જોઈએ. બેંકે ભાર મૂક્યો છે કે આ તમામ વિકલ્પ Digital Transaction માટે વધુ સુરક્ષિત અને સરળ છે.
mCash શું હતું અને કેવી રીતે કામ કરતું હતું
mCashએ SBIની એવી સર્વિસ હતી, જેમાં કોઇપણ SBI account holder પોતાના ઈન્ટરનેટ બેંકિંગથી beneficiary registration વિના fund મોકલી શકતા હતા. મોકલનાર માત્ર receiver નો mobile number અથવા email નાખે અને recipient ને એક secure link સાથે 8 digit passcode મળતો. લિંક દ્વારા તે વ્યક્તિ પોતાની બેંકના ખાતામાં પૈસા claim કરી શકતો.
mCash માટે અલગ mobile app પણ ઉપલબ્ધ હતી, જેમાં user પોતાનું MPIN સેટ કરીને login કરી શકતા અને ફંડ claim કરી શકતા. ફક્ત SBI ગ્રાહક જ નહીં, પરંતુ કોઈપણ બેંક ખાતાધારક mCash દ્વારા મળેલા link મારફતે રકમ મેળવી શકતો.
બંદ થતી સેવાના વિકલ્પો
બેંકે ગ્રાહકોને સૂચના આપી છે કે mCash બંધ થયા બાદ તેઓ નીચે મુજબના ટ્રાન્સફર વિકલ્પો અપનાવી શકે
UPI
IMPS
NEFT
RTGS
SBIના UPI પ્લેટફોર્મ BHIM SBI Pay મારફતે યુઝર્સ money transfer, bill payment, recharge તેમજ shoping payments કરી શકે છે.
UPI મારફતે ટ્રાન્સફર કરવાની પદ્ધતિ
BHIM SBI Pay એપમાં login કરો
Pay વિકલ્પ પસંદ કરો
VPA અથવા Account + IFSC અથવા QRમાંથી એક વિકલ્પ પસંદ કરો
payment details દાખલ કરો
linked account પસંદ કરો
UPI PIN નાખીને payment approve કરો
ગ્રાહકોને બેંકની ચેતવણી
SBIએ સ્પષ્ટ કર્યું છે કે mCash સેવા 30 November પછી એક્સેસ કરી શકાશે નહીં, એટલે જે ગ્રાહકો આ સુવિધાનો ઉપયોગ કરતા હતા તેઓએ અગાઉથી alternative digital payment system અપનાવી લેવું જોઈએ.
બેંકે કહ્યું છે કે નવા માધ્યમો વધુ સુરક્ષિત, ઝડપી અને realtime ટ્રાન્સફર પ્રદાન કરે છે, તેથી ગ્રાહકોને તેમની ટેવ હવે બદલવી પડશે.




















