સ્ટોકબ્રોકિંગ પ્લેટફોર્મ Growwની પેરેન્ટ કંપની Billionbrains Garage Venturesના શેરે IPO લિસ્ટિંગના પહેલા જ દિવસે બજારમાં તહેલકો મચાવી દીધો. ₹100ના ઇશ્યૂ પ્રાઇસની સામે BSE પર 14% પ્રીમિયમ (₹114) પર લિસ્ટિંગ થયું અને દિવસના અંતે ₹130.94 પર બંધ થતાં 30.94%નો જોરદાર વધારો નોંધાયો. NSE પર પણ શેર ₹112 પર ખુલ્યા (12% પ્રીમિયમ) અને ₹128.85 પર બંધ થયા, જે 28.85%નો ઉછાળો દર્શાવે છે.
ઇન્ટ્રાડે હાઇલાઇટ્સ
BSE પર ₹134.34 (34.4% વધારો)
NSE પર ₹134.40ની ટોચ
NSE પર માર્કેટ કેપ: ₹79,546.79 કરોડ
ટ્રેડિંગ વોલ્યુમ
NSE: 523.8 મિલિયન શેર
BSE: 62.4 મિલિયન શેર
IPOએ છેલ્લા દિવસે 17.60 ગણું સબસ્ક્રિપ્શન મેળવ્યું હતું. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી ₹2,984 કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું. IPOમાં ₹1,060 કરોડના ફ્રેશ ઇશ્યૂ સાથે OFS દ્વારા 557.2 મિલિયન શેર જારી કરાયા. બેંગલુરુ આધારિત Growwએ મેમાં SEBIમાં પેપર્સ ફાઇલ કર્યા હતા અને ઓગસ્ટમાં મંજૂરી મેળવી.આ લિસ્ટિંગથી Growwએ ફિનટેક સેક્ટરમાં પોતાની મજબૂત સ્થિતિ દેખાડી છે!




















