ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર જકાર્તામાં શુક્રવારની નમાજ દરમિયાન એક મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં લગભગ 50 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં વિસ્ફોટ
સ્થાનિક પોલીસે અહેવાલ આપ્યો છે કે, ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક મસ્જિદમાં વિસ્ફોટ બાદ ડઝનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તર જકાર્તાના કેલાપા ગેડિંગમાં એક શાળા સંકુલની અંદર એક મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન આ ઘટના બની હતી. શહેર પોલીસ વડા એસેપ એડી સુહેરીએ જણાવ્યું હતું કે વિસ્ફોટનું કારણ હજુ તપાસ હેઠળ છે.
54 લોકોને ઈજાઓ પહોંચી
સુહેરીએ જણાવ્યું હતું કે 54 લોકોને નાનીથી ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં દાઝી જવાનો પણ સમાવેશ થાય છે.





















