Amit Shah on Malikarjun Kadage: કોંગ્રેસ અધ્યક્ષના એક નિવેદનથી ગુજરાતની રાજનીતિ ગરમાઈ ગઈ છે. “ગુજરાતીઓ અભણ છે” એવા આક્ષેપ બાદ રાજકીય તણાવ વધ્યો છે, અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર મંચ પરથી કડક પ્રતિક્રિયા આપી છે, જેને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. ગુજરાતીઓને અભણ કહેનારા કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે છોતરાં કાઢ્યા. તમે પહેલાં ક્યારેય નહીં જોયું હોય અમિત શાહનું આવું રૌદ્ર સ્વરૂપ!
ખડગેના નિવેદનથી રાજકીય વિવાદ ભડક્યો:
કેરલમ્ માં જાહેર મંચ પરથી ચૂંટણી સભામાં કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યાં હતાં. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં રોષ ભભુકી ઉઠ્યો છે. આ નિવેદન સામે ગુજરાતમાં રાજકીય અને સામાજિક સ્તરે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ઘણા લોકો આ નિવેદનને રાજ્યની અસ્મિતા અને ગૌરવ સાથે જોડીને જોઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ખડગેને સણસણતો જવાબ આપ્યો છે.
આ પણ વાંચોઃ "ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ" : "કોઈ મત માંગવા આવે તો કહીં દેવાનું ભારત માતા કી જય" અમદાવાદ મનપાની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી
ચૂંટણી સભામાં જાહેર મંચ પરથી અમિત શાહે કહ્યુંકે, રાહુલ ગાંધી જ્યારથી નેતા બન્યા ત્યારથી તમામ કોંગ્રેસીઓનું જાહેરજીવનનું સ્તર નીચે આવી ગયું છે. હમણાં બે દિવસ પહેલાં એક ચૂંટણી સભામાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું- ગુજરાતીઓ અભણ છે. જે-જે રાજ્યોમાં ભાજપનું શાસન છે એ લોકો અભણ છે.
આ પણ વાંચોઃ કેરલમમાં ખડગેના નિવેદનથી ગુજરાતમાં રાજકીય તોફાન : CM અને DyCMનો સંયુક્ત પ્રહાર
ખડગેના ગુજરાત વિરોધી નિવેદનનો જડબાતોડ જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યુંકે, ગુજરાતે દેશને દયાનંદ સરસ્વતી, ગાંધીજી, સરદાર પટેલ, વિક્રમ સારાભાઈ, મહાન ટાટા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા મહાન નેતા આપ્યાં છે. તે ગુજરાતને તમે અભણ કહો છો. ગુજરાત અને જે પ્રાંત ભાજપનું સમર્થન કરે છે તે અભણ છે. અરે કોંગ્રેસીઓ તમને શરમ આવવી જોઈએ.
આ પણ વાંચોઃ ગુજરાતીઓને અભણ કહેનારા ખડગે પર બગડ્યા 'દાદા' : "કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે આવા નિવેદન"
અમિત શાહે કહ્યુંકે, કોંગ્રેસે નવી વ્યાખ્ય બનાવી છે. જે કોંગ્રેસને સમર્થન આપે તેમના માટે તે જ સાક્ષર... બાકી બધા અભણ છે. કોંગ્રેસવાળાઓ આખા દેશની જનતા તમારી રાહ જોઈ રહી છે. એકવાર ચૂંટણીના મેદાનમાં આવો દેશવાસીઓ કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત કરાવી દેશે.
આ પણ વાંચોઃ "ગુજરાતીઓ અભણ..." કોંગ્રેસના નેતા ખડગેનું નિવેદન : ગુજરાતીઓમાં ભભૂક્યો રોષ, "જો માફી નહીં માંગે તો...!"





