Home Gujarat Ahmedabad Ahmedabad Bomb Threat Case Bhavesh Patel Arrest

અમદાવાદ સાયબર ક્રાઈમને મળી સફળતા : એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવાની ધમકી આપનાર આરોપીની કરાઈ ધરપકડ

આરોપીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 11, 2026, 10:56 AM IST

અમદાવાદમાં સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દેનારા બોમ્બ ધમકી કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. શહેરની સાયબર ક્રાઈમ બ્રાંચે એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર 40 વર્ષનાં આરોપી ભાવેશ અમૃતભાઈ પટેલની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ 25 માર્ચ 2026ના રોજ ઈ-મેલ દ્વારા આ ધમકી આપી હતી. આરોપીએ “[email protected]

” નામની ઈ-મેલ આઈડી પરથી એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટરને ધમકી ભરેલો મેઈલ મોકલ્યો હતો. આ ઈ-મેલમાં એરપોર્ટને IED દ્વારા ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ અગાઉ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરાયેલા સૌરભ વિશ્વાસ નામના આરોપીને છોડી દેવાની માંગ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સાવલીમાં ડીજે ગ્રુપની પોસ્ટ મુદ્દે બે જૂથ બાખડ્યા : પથ્થરમારો અને તલવારો ઉછળતા ગામમાં સન્નાટો! 19 સામે ફરિયાદ, 15 જેલ ભેગા

વ્યક્તિગત અદાવત

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર ઘટનાનું મૂળકારણ વ્યક્તિગત અદાવત હતી. આરોપી ભાવેશ પટેલની એક મહિલા મિત્ર ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કરતી હતી અને તે તેના સંપર્કમાં હતો. બંને વચ્ચે અંગત મતભેદ સર્જાતા આ તણાવનાં કારણે આરોપીએ આ ધમકી ભર્યો મેઈલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ભાવેશ પટેલે B.COM સુધીનો અભ્યાસ કર્યો છે અને કન્સ્ટ્રક્શન તથા ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલો હતો. અગાઉ તે એરપોર્ટ પર મેનેજમેન્ટ સંબંધિત કામમાં પણ જોડાયેલો હતો જેના કારણે તેને સિસ્ટમ અંગેની પ્રાથમિક માહિતી હોવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.

આ પણ વાંચો: વડોદરાના રોયલ મેળામાં બાઉન્સરોની દાદાગીરી : સામાન્ય બોલાચાલીમાં મુલાકાતીઓ પર ડંડાવાળી, મહિલાઓ અને બાળકો જીવ બચાવવા ભાગ્યા

ટેકનિકલ એનાલિસિસથી મળ્યો મોટો બ્રેકથ્રૂ

સાયબર ક્રાઈમ ટીમે આ કેસ ઉકેલવા માટે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો જેમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. ધમકી ભર્યો મેઈલ કરીને મોબાઈલના રિસાયકલ બિનમાંથી ઈ-મેઈલ ડિલીટ કરાયો હતો જે આ કેસમાં મહત્વપૂર્ણ સાબિત થયો છે. આ ઉપરાંત, ઈ-મેલ ટ્રેકિંગ અને લોકેશન ટ્રેસિંગથી આરોપીનું સ્થાન અમદાવાદ શહેરમાંથી શોધી કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી.

વધુ તપાસ ચાલુ

પોલીસ હાલમાં આરોપીના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયામાં છે અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. તપાસમાં એ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે શું આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલો છે કે નહીં, અથવા આરોપી કોઈ સંગઠિત ગેંગ કે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હતો કે કેમ. સુરક્ષા એજન્સીઓ માટે આ કેસ અત્યંત ગંભીર માનવામાં આવે છે, કારણ કે એરપોર્ટ અને શાળાઓને લગતી ધમકીઓ જાહેર સુરક્ષાને સીધી અસર કરતી હોય છે. આવા કેસોમાં ઝડપથી કાર્યવાહી કરવી અને આરોપીઓને કડક સજા આપવી જરૂરી બની રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now