YouTube Premium Subscription : વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube તેના કેટલાક યુઝર્સ માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે જેમાં તેમને 2 મહિના માટે YouTube Premium નો ફ્રી એક્સપિરિયન્સ આપવામાં આવી રહ્યો છે. આ ઓફર દ્વારા, લોકો કંઈપણ ચૂકવ્યા વગર જાહેરાત-મુક્ત વીડિયો, મ્યુઝિક અને ઑફલાઇન જોવા જેવી સુવિધાઓનો આનંદ માણી શકે છે. સામાન્ય રીતે, આ સેવા માટે દર મહિને ચૂકવણી કરવી પડે છે પરંતુ આ વખતે કેટલાક યુઝર્સને કોઈપણ ખર્ચ વગર તેનો પ્રયાસ કરવાની તક મળી રહી છે. જોકે, આ સુવિધા દરેકને માટે ઉપલબ્ધ નથી.
YouTube Premium ને કેવી રીતે મેળવવું?
જો તમારું એકાઉન્ટ આ ઓફર માટે પસંદ થયેલ હોય તો તેને એક્ટિવ કરવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે YouTube એપ ખોલીને પ્રોફાઇલ સેક્શનમાં જવું પડશે. ત્યાં તમને પ્રીમિયમ ઓપ્શન દેખાશે. એકવાર તમે તેના પર ક્લિક કરશો, પછી તમને ચુકવણી પદ્ધતિ ઉમેરવાનું કહેવામાં આવશે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે ટ્રાયલ દરમિયાન કોઈ પૈસા કાપવામાં આવશે નહીં. જો તમે ઇચ્છો, તો ટ્રાયલ સમાપ્ત થાય તે પહેલાં તમે તેને ગમે ત્યારે રદ કરી શકો છો અને કોઈ વધુ શુલ્ક લેવામાં આવશે નહીં. આ ઓફર મર્યાદિત યુઝર્સ માટે છે અને કંપનીએ તેની પસંદગી માટે કોઈ સ્પષ્ટ નિયમો શેર કર્યા નથી. શરૂઆતના સંકેતો સૂચવે છે કે, જેમણે પહેલાં ક્યારેય પ્રીમિયમનો ઉપયોગ કર્યો નથી તેમને આ ઓફર મળવાની શક્યતા વધુ છે. જ્યારે જૂના સબ્સ્ક્રાઇબર્સ આ ઓફર ઓછી જોઈ રહ્યા છે. કેટલીક વાર, ડિવાઇસના આધારે તફાવત પણ જોવા મળે છે, જ્યાં કેટલાક યુઝર્સને ટૂંકા ટ્રાયલ અવધિ મળી રહી છે.
આ પણ ખાસ વાંચો : YouTube માં AD-Free વીડિયો અને મ્યુઝિક માટે ક્યો પ્લાન ખરીદવો જોઈએ? : સબ્સ્ક્રિપ્શન માટેના બંને પેઇડ પ્લાન્સ વિશેની સંપૂર્ણ માહિતી જાણો
YouTube Premium ના ફીચર્સ
આ ઓફરનો સૌથી મોટો ફાયદો એ છે કે, વિડિઓઝ જોતી વખતે કોઈ AD આવશે નહીં, જે વીડિયોના એક્સપિરિયન્સને નોંધપાત્ર રીતે સુધારે છે. યુઝર્સને YouTube Music ની ઍક્સેસ પણ મળે છે, જ્યાં તેઓ કોઈપણ વિક્ષેપ વગર ગીતો સાંભળી શકે છે. જેમાં બેકગ્રાઉન્ડ પ્લે પણ સામેલ છે, જેનાથી ફોન લૉક હોય અથવા તમે અન્ય એપ્લિકેશનોનો ઉપયોગ કરી રહ્યા હોવ ત્યારે પણ વીડિયોઝ અથવા મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં ચાલુ રહેશે. પ્રીમિયમ યુઝર્સ ઇન્ટરનેટ વિના પણ વીડિયોઝ અને પ્લેલિસ્ટ ડાઉનલોડ કરી શકે છે અને તેને જોઈ શકે છે. એટલું જ નહીં, સ્માર્ટ ડાઉનલોડ સુવિધા આપમેળે કન્ટેન્ટને સાચવે છે, જેથી તમારે તેને વારંવાર ડાઉનલોડ કરવાની જરૂર ન પડે. આ ઉપરાંત, સારી વીડિયો ક્વોલિટી અને એક જ જગ્યાએથી વિવિધ ડિવાઇસ પર વીડિયો શરૂ કરવા જેવા ફીચર્સ પણ સામેલ છે.





