Home Tech/Gadgets Know Which Plan To Buy For Ad Free Videos And Music On Youtube

YouTube માં AD-Free વીડિયો અને મ્યુઝિક માટે ક્યો પ્લાન ખરીદવો જોઈએ? : સબ્સ્ક્રિપ્શન માટેના બંને પેઇડ પ્લાન્સ વિશેની સંપૂર્ણ માહિતી જાણો

YouTube માં AD-Free વીડિયો અને મ્યુઝિક માટે ક્યો પ્લાન ખરીદવો જોઈએ?
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 01:32 PM IST

YouTube : આજના સમયમાં YouTube મનોરંજન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. જોકે, વીડિયો જોતી વખતે વચ્ચે આવતી જાહેરાતો (Ads) ઘણીવાર વીડિયો જોવાની મજા બગાડે છે. આ સમસ્યાના ઉકેલ માટે YouTube તેના યુઝર્સને બે પ્રકારના પેઇડ સબ્સ્ક્રિપ્શનના ઓપ્શન આપે છે: YouTube Premium અને YouTube Premium Lite. જો તમે પણ આ બંનેમાંથી ક્યુ સબ્સ્ક્રિપ્શન ખરીદવું જોઈએ તે અંગે મુંઝવણમાં છો, તો આ આર્ટિક્લ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.

YouTube Premium ના જબરદસ્ત ફાયદા

YouTube Premium એ કંપનીનો સૌથી પ્રીમિયમ અને મોંઘો પ્લાન છે. આ પ્લાનમાં યુઝર્સને સંપૂર્ણપણે જાહેરાત-મુક્ત (Ad-free) એક્સપિરિયન્સ મળે છે. આ ઉપરાંત, તેમાં YouTube Music નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે. અન્ય ખાસ ફીચર્સની વાત કરીએ તો, તમે વીડિયોને બેકગ્રાઉન્ડમાં પ્લે કરી શકો છો, ઓફલાઇન ડાઉનલોડ કરી શકો છો અને પિક્ચર-ઇન-પિક્ચર મોડનો પણ આનંદ માણી શકો છો. આમાં 256kbps ની હાઇ-ક્વોલિટી ઓડિયો સર્વિસ પણ મળે છે.

YouTube Premium Lite : સસ્તો અને મર્યાદિત ઓપ્શન

Premium Lite પ્લાન એવા લોકો માટે છે જેઓ ઓછી કિંમતે જાહેરાત-મુક્ત એક્સપિરિયન્સ ઈચ્છે છે. આ પ્લાનમાં મોટાભાગના વીડિયો Ad-free હોય છે, પરંતુ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, મ્યુઝિક વિડિયો, શોર્ટ્સ અને સર્ચ દરમિયાન કેટલીક જાહેરાતો દેખાઈ શકે છે. હાલના અપડેટ મુજબ, હવે આ પ્લાનમાં પણ ઓફલાઇન ડાઉનલોડ અને બેકગ્રાઉન્ડ પ્લેની સુવિધા આપવામાં આવી છે, પરંતુ આમાં YouTube Music Premium નું એક્સેસ મળતું નથી.

બંને પ્લાન વચ્ચેની મુખ્ય સરખામણી

ફીચર્સ

YouTube Premium

YouTube Premium Lite

જાહેરાત મુક્ત એક્સપિરિયન્સ

સંપૂર્ણપણે (બધા વીડિયો)

મર્યાદિત (મ્યુઝિક/શોર્ટ્સમાં Ad આવી શકે)

YouTube Music

પ્રીમિયમ એક્સેસ ઉપલબ્ધ

ઉપલબ્ધ નથી

બેકગ્રાઉન્ડ પ્લે

ઉપલબ્ધ

ઉપલબ્ધ

ઓફલાઇન ડાઉનલોડ

ઉપલબ્ધ

ઉપલબ્ધ

કિંમત (દર મહિને)

₹159 થી શરૂ

₹89

કિંમતમાં કેટલો છે તફાવત?

કિંમતની દ્રષ્ટિએ બંને પ્લાન વચ્ચે મોટો તફાવત છે. ભારતમાં YouTube Premium પ્લાન દર મહિને ₹159 થી શરૂ થાય છે, અને જો તમે આખા વર્ષનું સબ્સ્ક્રિપ્શન લો છો, તો તે ₹1,490 માં મળે છે. બીજી તરફ, YouTube Premium Lite માત્ર ₹89 પ્રતિ મહિનાના દરે ઉપલબ્ધ છે. નોંધનીય છે કે Lite પ્લાનમાં અત્યારે વાર્ષિક (Yearly) સબ્સ્ક્રિપ્શનનો ઓપ્શન ઉપલબ્ધ નથી, તમારે દર મહિને રિચાર્જ કરાવવું પડશે.

તમારા માટે ક્યો પ્લાન શ્રેષ્ઠ છે?

જો તમે એવા યુઝર છો જેમને YouTube પર વીડિયો જોવાની સાથે સાથે મ્યુઝિક સાંભળવાનો પણ શોખ છે, તો YouTube Premium તમારા માટે બેસ્ટ છે. પરંતુ જો તમારું બજેટ ઓછું છે અને તમે માત્ર વીડિયો જોતી વખતે જાહેરાતોથી બચવા માંગો છો અને તમને મ્યુઝિક સબ્સ્ક્રિપ્શનની જરૂર નથી, તો YouTube Premium Lite એક રીતે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now