logo-img
Which Of The Latest Smartphones From Vivo Oneplus Apple Is Better

Vivo/OnePlus/Apple ના લેટેસ્ટ સ્માર્ટફોનની ડિસ્પ્લે એકદમ દમદાર! : જાણો ત્રણેય ફોનના પ્રોસેસર, શાનદાર કેમેરા સેટઅપ અને કિંમતની માહિતી

Vivo/OnePlus/Apple ના લેટેસ્ટ સ્માર્ટફોનની ડિસ્પ્લે એકદમ દમદાર!
Published by: Offbeat Team
| Last Updated: Oct 15, 2025, 07:56 AM IST

Latest Smartphones From Vivo/Apple/OnePlus: Vivo એ હાલમાં જ ચીનના બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન, Vivo X300 લોન્ચ કર્યો છે, Apple તેનો Apple iPhone 16e અને OnePlus નો OnePlus 13s લોન્ચ કરવામાં આવ્યો છે. Vivo X300 માં MediaTek Dimensity 9500 પ્રોસેસર, જ્યારે iPhone 16e માં Apple A18 પ્રોસેસર અને OnePlus 13s માં Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર આપવામાં આવેલ છે. જાણો Vivo X300, iPhone 16e અને OnePlus 13s ના ફીચર્સ, કિંમત અને કેમેરા સેટઅપ વિશેની માહિતી.

Vivo X300-OnePlus 13s-iPhone 16e

કિંમત

  • Vivo X300 ની કિંમત 12GB+256GB વેરિઅન્ટ માટે CNY 4,399 (આશરે રૂ. 54,700) અને 16GB+256GB વેરિઅન્ટ માટે CNY 4,699 (આશરે રૂ. 58,400) છે.

  • iPhone 16e ની કિંમત 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 59,990 રૂપિયા, 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 69,900 રૂપિયા અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 89,990 રૂપિયા છે.

  • OnePlus 13s ની કિંમત 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 50,999 રૂપિયા અને 12GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 55,999 રૂપિયા છે.

ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

  • Vivo X300 માં 6.31 ઇંચની 1.5K ફ્લેટ BOE Q10+ LTPO OLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2640x1216 પિક્સલ અને 120Hz રિફ્રેશ રેટ છે.

  • iPhone 16e માં 6.1 ઇંચની OLED સુપર રેટિના XDR ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2532x1170 પિક્સલ, 800 nits પીક બ્રાઇટનેસ અને 1200 nits પીક બ્રાઇટનેસ છે.

  • OnePlus 13s માં 6.32 ઇંચની LTPO ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2640x1216 પિક્સલ અને 120Hz રિફ્રેશ રેટ છે.

પ્રોસેસર

  • Vivo X300 મીડિયાટેક ડાયમેન્સિટી 9500 પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

  • iPhone 16e 6-કોર A18 પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

  • OnePlus 13s ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

ઓપરેટિંગ સિસ્ટમ

  • Vivo X300, Android 16 પર આધારિત OriginOS 6 સાથે આવે છે.

  • iPhone 16e iOS 18 પર ચાલે છે.

  • OnePlus 13s, Android 15 પર આધારિત OxygenOS 15 પર ચાલે છે.

રેમ અને સ્ટોરેજ

  • Vivo X300 માં 12GB/12GB RAM અને 256GB/512GB/1TB સુધી બિલ્ટ-ઇન સ્ટોરેજ સાથે આવે છે.

  • iPhone 16e માં 128GB, 256GB અને 512GB બિલ્ટ-ઇન સ્ટોરેજ સાથે આવે છે.

  • OnePlus 13s માં 12GB RAM અને 256GB/512GB બિલ્ટ-ઇન સ્ટોરેજ સાથે આવે છે.

કેમેરા સેટઅપ

  • Vivo X300 માં OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, 50mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને 200mp નો પેરિસ્કોપ કેમેરો છે.

  • iPhone 16e માં પાછળના ભાગમાં f/1.6 અપર્ચર સાથે 48mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. અને સેલ્ફી માટે f/1.9 અપર્ચર સાથે 12mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

  • OnePlus 13s માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.0 અપર્ચર સાથે 50mp નો ટેલિફોટો કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે f/2.0 અપર્ચર સાથે 32mp નો કેમેરો છે.

કનેક્ટિવિટી વિકલ્પો

  • Vivo X300 માં Wi-Fi 7, Bluetooth 5.4, NFC, GPS, USB Type-C પોર્ટ 3.2 અને GPS છે.

  • iPhone 16e માં ડ્યુઅલ સિમ, Wi-Fi 7, Bluetooth 5.3, રીડર મોડ, NFC અને GPS છે.

  • OnePlus 13s માં ડ્યુઅલ સિમ, Wi-Fi 7, Bluetooth 6.0, NFC, GPS અને Type-C પોર્ટ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now