Samsung W26: મુખ્ય સ્માર્ટફોન કંપનીઓમાંની એક Samsung એ એક નવો ફોલ્ડેબલ હેન્ડસેટ લોન્ચ કર્યો છે. કંપનીની Galaxy Z Fold સીરિઝ પર આધારિત Samsung W26 ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ આ વર્ષની શરૂઆતમાં રજૂ કરાયેલા બુક-સ્ટાઇલ Galaxy Z Fold 7 જેવા જ છે. તેમાં Galaxy ની કસ્ટમ Snapdragon 8 Elite ચિપ છે. આ સ્માર્ટફોનમાં 4400mAh બેટરી છે, જે Galaxy Z Fold 7 જેવી જ છે. જોકે, Samsung W26 માં વધુ મેમરી છે અને તે ડાયરેક્ટ સેટેલાઇટ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.
Samsung W26 કિંમત
આ સ્માર્ટફોનની કિંમત 16GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે CNY 16,999 (આશરે રૂ. 211,200) અને 16GB + 1TB વેરિઅન્ટ માટે CNY 18,999 (આશરે રૂ. 236,000) છે. Samsung W26 ડ્યુઅલ રેડ અને ગોલ્ડ અને બ્લેક એન્ડ ગોલ્ડ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તે ચીનમાં સેમસંગની વેબસાઇટ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ છે.
Samsung W26 સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનમાં QXGA+ (1968×2184 પિક્સલ્સ) રિઝોલ્યુશન સાથે 8-ઇંચની આંતરિક AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ અને 2,600 nits ના પીક બ્રાઇટનેસ લેવલ સાથે 6.5-ઇંચની Full HD+ (1080×2520 પિક્સેલ્સ) કવર ડિસ્પ્લે છે. તે Galaxy SoC માટે Snapdragon 8 Elite દ્વારા સંચાલિત છે. Samsung W26 માં Android 16 પર આધારિત One UI 8 ચાલે છે. તે સ્માર્ટ પાસવર્ડ મેનેજર સહિત કેટલીક Galaxy AI ફીચર્સને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનમાં 200mp નો મુખ્ય કેમેરો, 12mp નો અલ્ટ્રા વાઇડ કેમેરો, 10mp નો ટેલિફોટો કેમેરો અને સેલ્ફી માટે 10mp નો ફોલ્ડેબલ કેમેરો છે.
Samsung W26 ના કનેક્ટિવિટી ઓપ્શન અને બેટરી
Samsung W26 ચીનના મોબાઇલ કોમ્યુનિકેશન સેટેલાઇટ સિસ્ટમ, ટિયાન્ટોંગ દ્વારા ડાયરેક્ટ સેટેલાઇટ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. આનો અર્થ એ છે કે, મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ ન હોય ત્યારે પણ તેનો ઉપયોગ ઇમરજન્સી કોલિંગ અને મેસેજિંગ માટે કરી શકાય છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 4G, 5G, બ્લૂટૂથ, Wi-Fi, GPS અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે. સ્માર્ટફોનમાં સેફટી માટે સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. Samsung W26 માં 4400mAh ની બેટરી છે, જે 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.