Samsung Launches Samsung Galaxy M17 5G Smartphone: Samsung એ આજે ભારતીય બજારમાં પોતાનો નવો સસ્તો સ્માર્ટફોન, Samsung Galaxy M17 5G લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 50mp નો મુખ્ય કેમેરો અને 13mp નો સેલ્ફી કેમેરો છે. તે 5nm Exynos પ્રોસેસર અને ઘણા AI-આધારિત ફીચર્સ આપવામાં આવ્યા છે. Samsung Galaxy M17 5G ના સ્પેસિફિકેશન, કિંમત, કેમેરા સેટઅપ વિશે જાણો.
Samsung Galaxy M17 5G કિંમત
Samsung Galaxy M17 5G ના 4GB RAM+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹12,499, 6GB RAM+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹13,999 અને 8GB RAM+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹15,499 છે. આ સ્માર્ટફોન સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ, રિટેલ સ્ટોર્સ અને ઈ-કોમર્સ સાઇટ એમેઝોન પર ઉપલબ્ધ છે. ગ્રાહકો ફોનમાં Moonlight Silver અને Sapphire Black કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. ગ્રાહકોને નો-કોસ્ટ EMI વિકલ્પો અને ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ચુકવણી પર ડિસ્કાઉન્ટનો પણ લાભ મળશે. સ્માર્ટફોનનું વેચાણ 13 ઓક્ટોબરથી શરૂ થશે.
Samsung Galaxy M17 5G સ્પેસિફિકેશન
Samsung Galaxy M17 5G માં 6.7 ઇંચની FHD+ Super AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1080x2340 પિક્સલ અને 1100 nits ની બ્રાઇટનેસ છે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ દ્વારા સુરક્ષિત છે. આ સ્માર્ટફોન Samsung 6nm Exynos 1330 ચિપસેટ આપવામાં આવ્યું છે. તે 4GB/6GB/8GB અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. Galaxy M17 5G Android 15 પર આધારિત One UI 7 પર ચાલે છે. તે Google ના Circle to Search જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ પણ સપોર્ટ કરે છે.
Samsung Galaxy M17 5G કેમેરા સેટઅપ અને IP રેટિંગ
કેમેરા સેટઅપની વાત કરીએ તો, Galaxy M17 5G માં OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, 5mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો અને 2mp નો મેક્રો કેમેરો છે. સેલ્ફી માટે 13mp નો ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં 25W નું વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી છે. ફોનને ધૂળ અને પાણી પ્રોટેક્શન માટે IP54 રેટેડ છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં બ્લૂટૂથ, NFC, Wi-Fi અને 5Gનો સમાવેશ થાય છે.