logo-img
Vivo Launches Two New Phones Vivo X300 And Vivo X300 Pro

Vivo એ બે નવા Vivo X300 અને Vivo X300 Pro ફોન કર્યા લોન્ચ! : જાણો શાનદાર કેમેરા, દમદાર બેટરી અને કિંમતની માહિતી

Vivo એ બે નવા Vivo X300 અને Vivo X300 Pro ફોન કર્યા લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Oct 14, 2025, 09:53 AM IST

Vivo X300 And Vivo X300 Pro: કંપનીએ ચીનમાં Vivo X300 સીરિઝ લોન્ચ કરી છે. આ સીરિઝમાં બે સ્માર્ટફોન સામેલ છે: Vivo X300 અને Vivo X300 Pro. બંને હેન્ડસેટ મીડિયાટેકના નવીનતમ Dimensity 9500 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં Zeiss-એન્જિનિયર્ડ કેમેરા અને V3+ ઇમેજ પ્રોસેસિંગ ચિપ લગવામાં આવી છે. Vivo X300 માં 200MP કેમેરા છે, જ્યારે Vivo X300 Pro માં 50MP મુખ્ય કેમેરા છે. ફોનમાં 6510mAh બેટરી છે. જાણો Vivo X300 અને Vivo X300 Pro ફીચર્સ અને કિંમત વિશેની માહિતી.

Vivo X300 કિંમત અને ઉપલબ્ધતા

ચીનમાં Vivo X300 ની કિંમત 12GB+256GB વેરિઅન્ટ માટે CNY 4,399 (આશરે રૂ. 54,700) થી શરૂ થાય છે. 16GB+256GB વેરિઅન્ટની કિંમત CNY 4,699 (આશરે રૂ. 58,400) છે. 12GB+512GB, 16GB+512GB, અને 16GB+1TB વેરિઅન્ટની કિંમત અનુક્રમે CNY 4,999 (આશરે રૂ. 62,100), CNY 5,299 (આશરે રૂ. 65,900) અને CNY 5,799 (આશરે રૂ. 72,900) છે. આ ફોન Free Blue, Comfortable Purple, Pure Black અને Lucky કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

Vivo X300 Pro કિંમત અને ઉપલબ્ધતા

Vivo X300 Pro 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે CNY 5,299 (આશરે રૂ. 65,900) થી શરૂ થાય છે. 16GB + 512GB અને 16GB + 1TB સ્ટોરેજ મોડેલ અનુક્રમે CNY 5,999 (આશરે રૂ. 74,600) અને CNY 6,699 (આશરે રૂ. 83,300) માં ઉપલબ્ધ છે. 16GB + 1TB સેટેલાઇટ કોમ્યુનિકેશન એડિશનની કિંમત CNY 8,299 (આશરે રૂ. 1,03,200) છે. આ હેન્ડસેટ ચાર રંગોમાં ઉપલબ્ધ છે: Wilderness Brown, Simple White, Free Blue અને Pure Black.

Vivo X300 Pro ના ફીચર્સ

Vivo X300 Pro માં 6.78 ઇંચની 1.5K ડિસ્પ્લે છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે BOE Q10+ LTPO OLED પેનલ છે. તે MediaTek Dimensity 9500 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તેમાં 16GB સુધી LPDDR5x RAM અને UFS 4.1 સ્ટોરેજ છે. તે Android 16 પર આધારિત OriginOS 6 પર ચાલે છે.

Vivo X300 Pro કેમેરા અને બેટરી

કેમેરાની વાત કરીએ તો, Vivo X300 Pro માં 50mp નો Sony LYT-828 મુખ્ય કેમેરો છે, જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફીચર સાથે આવે છે. તેમાં 50mp નો અલ્ટ્રાવાઇડ શૂટર અને 200mp નો પેરિસ્કોપ OIS-સક્ષમ લેન્સ પણ આપવામાં આવ્યો છે. Vivo X300 Pro માં 6510mAh બેટરી છે. ફોન 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સેફટી માટે ફોનમાં અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સ્પીકર્સ છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, NFC, GPS અને USB 3.2 Gen 1 Type-C નો સમાવેશ થાય છે.

Vivo X300 ફીચર્સ

Vivo X300 માં સરખું જ પ્રોસેસર, ઓપરેટિંગ સિસ્ટમ, બિલ્ડ ક્વોલિટી, કનેક્ટિવિટી અને સેફટી ફીચર્સ છે. ફોનનું માપ 150.57×71.92×7.95mm છે અને તેનું વજન 190 ગ્રામ છે. આ હેન્ડસેટમાં 6.31 ઇંચની 1.5K (2,640×1,216 પિક્સલ્સ) ફ્લેટ BOE Q10+ LTPO OLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ સાથે છે. ફોનમાં 6040mAh બેટરી છે. ચાર્જિંગ સ્પીડ Pro મોડલ જેવી જ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now