logo-img
Vivo Watch Gt 2 Smartwatch Launched With 33 Day Battery 60hz Display

33 દિવસની બેટરી, 60Hz ડિસ્પ્લે સાથે Vivo Watch GT 2 સ્માર્ટવોચ લોન્ચ : જાણો કિંમત અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

33 દિવસની બેટરી, 60Hz ડિસ્પ્લે સાથે Vivo Watch GT 2 સ્માર્ટવોચ લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Oct 14, 2025, 06:35 AM IST

Vivo Watch GT 2: Vivo Watch GT 2 એ કંપનીની ચીનમાં લોન્ચ થયેલી નવીનતમ સ્માર્ટવોચ છે. આ સ્માર્ટવોચમાં 2.07 ઇંચની ડિસ્પ્લે અને લંબચોરસ સ્ક્રીન છે. તેમાં 60Hz રિફ્રેશ રેટ અને 2400 nits ની પીક બ્રાઇટનેસ છે. તે BlueOS 3.0 પર ચાલે છે અને 33-દિવસની બેટરી લાઇફ સાથે આવે છે. કંપનીએ એક eSIM વેરિઅન્ટ પણ લોન્ચ કર્યું છે જે એક જ ચાર્જ પર 28 દિવસ સુધીનું બેકઅપ આપી શકે છે. જાણો તેના અન્ય ફીચર્સ અને કિંમતની માહિતી.

Vivo Watch GT 2 ની કિંમત, ઉપલબ્ધતા

Vivo Watch GT 2 ના સ્ટાન્ડર્ડ બ્લૂટૂથ વર્ઝનની કિંમત CNY 499 (આશરે રૂ. 6,200) છે. eSIM વેરિઅન્ટની કિંમત CNY 699 (આશરે રૂ. 8,700) છે. આ સ્માર્ટવોચ Free Blue, Origin Black, Obsidian Black, Shell Powder અને Space White કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટવોચ Vivo ચાઇના ઇ-સ્ટોર પરથી ખરીદી શકાય છે.

Vivo Watch GT 2 ના સ્પેસિફિકેશન

Vivo Watch GT 2 માં 2.07 ઇંચની લંબચોરસ ડિસ્પ્લે છે જેમાં અત્યંત પાતળા બેઝલ્સ સાથે આવે છે. આ સ્માર્ટવોચમાં 60Hz રિફ્રેશ રેટ અને 2400 nits ની પીક બ્રાઇટનેસ છે. આ સ્માર્ટવોચ કસ્ટમાઇઝ કરી શકાય તેવા વોચફેસ ઓફર કરે છે. કંપની ઇન્ટરચેન્જેબલ સ્ટ્રેપ પણ ઓફર કરે છે. આ સ્માર્ટવોચ Blue River Operating System 3.0 પર ચાલે છે.

Vivo Watch GT 2 ના ફીચર્સ

આ Watch GT 2 માં વિવિધ પ્રકારના આરોગ્ય ફીચર્સ મળે છે. તેમાં ઓપ્ટિકલ હાર્ટ રેટ અને બ્લડ ઓક્સિજન સેન્સર સામેલ છે. તે 100 થી વધુ પ્રીસેટ સ્પોર્ટ્સ મોડ્સ સાથે આવે છે. આ ઉપરાંત, સ્માર્ટવોચમાં એક્સિલરેશન સેન્સર, ગાયરોસ્કોપ સેન્સર, જિયોમેટ્રી સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર અને હોલ સેન્સર આપવામાં આવ્યા છે. 2ATM વોટર રેઝિસ્ટન્સ ફીચર મળે છે. અને કનેક્ટિવિટી માટે NFC અને બ્લૂટૂથ 5.4 ને સપોર્ટ કરે છે.

Vivo Watch GT 2 બેટરી

બ્લુટુથ વર્ઝનમાં 695mAh બેટરી છે જે એક જ ચાર્જ પર 33 દિવસ સુધી ચાલી શકે છે. આ વેરેબલના eSIM વેરિઅન્ટમાં 595mAh બેટરી છે અને તે 28 દિવસ સુધી ચાલે છે. આ સ્માર્ટવોચનું માપ 47.54×40.19×10.97mm છે. બ્લૂટૂથ વેરિઅન્ટનું વજન 35.8 ગ્રામ છે, જ્યારે eSIM વેરિઅન્ટનું વજન 34.8 ગ્રામ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now