OpenAI એ સોફ્ટવેર એપ્લિકેશન્સ ઇન્કોર્પોરેટેડને ખરીદી લીધું છે. જો તમે આ નામથી અજાણ છો, તો તે એ જ કંપની છે જેણે Apple ના Mac OS માટે Sky એપ્લિકેશન વિકસાવી હતી. Sky એક નેચરલ લેગ્વેજ ઈન્ટરફેસ છે. આ કંપની તાજેતરમાં Workflow પર કામ કરતી ટીમ દ્વારા બનાવવામાં આવી હતી.
Apple એ વર્કફ્લો ખરીદી લીધું હતું અને તેને શોર્ટકટ્સમાં ફેરવી દીધી, તે iOS યુઝર્સમાં લોકપ્રિય એપ્લિકેશન છે. આ વર્ષની શરૂઆતમાં, સોફ્ટવેર એપ્લિકેશન્સ ઇન્કોર્પોરેટેડે મેક એપ્લિકેશન Skyનું પ્રિવ્યૂ બતાવ્યું હતું. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે આધુનિક AI નો ઉપયોગ ઓટોમેશન અને મેક પર વર્કફ્લોને સુધારવા માટે થઈ શકે છે.
Apple ન બનાવી શક્યું Sky ની ટક્કરની એપ
અત્યાર સુધી, Apple એ એવું કંઈ વિકસાવ્યું નથી જે ખરેખર Sky ને ટક્કર આપી શકે. Apple એ સતત Siri ને સુધારવા પર કામ કરી રહ્યું છે. કંપની Siriને AI સાથે જોડાવાની યોજના બનાવી રહી હતી, પરંતુ તેનું લોન્ચિંગ વિલંબિત થયું છે. શક્ય છે કે કંપની આવતા વર્ષે, 2026 માં અપડેટેડ Siri લોન્ચ કરી શકે.
Skyને મેક યુઝર્સને લેખન, આયોજન, કોડિંગ અને શેડ્યૂલ મેનેજ કરવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. Sky યુઝર્સની સ્ક્રીન પર શું થઈ રહ્યું છે તે સમજી શકે છે અને તે કાર્ય પૂર્ણ કરવા માટે એપ્લિકેશનો સાથે સીધો સંપર્ક કરી શકે છે.
OpenAIની યોજના શું છે?
OpenAIએ સોફ્ટવેર એપ્લિકેશન્સ ઇન્કોર્પોરેટેડના તેના સંપાદનની વિગતો આપતી એક બ્લોગ પોસ્ટ પ્રકાશિત કરી છે. કંપનીએ સમજાવ્યું કે એઆઈ પ્રગતિ ફક્ત બુદ્ધિને આગળ વધારવા વિશે નથી, પરંતુ એવા ઇન્ટરફેસને અનલૉક કરવા વિશે પણ છે જે સંદર્ભને સમજી શકે છે, અનુકૂલન કરી શકે છે અને તમારા કાર્યને સરળ બનાવી શકે છે.
કંપનીના જણાવ્યા મુજબ, Sky સાથે, AI તમારી સાથે સાથે કામ કરી શકે છે. તમે લખતા હોવ, આયોજન કરી રહ્યા હોવ, કોડિંગ કરી રહ્યા હોવ અથવા તમારા રોજિંદા કાર્યોનું સંચાલન કરી રહ્યા હોવ, Sky તમારી સ્ક્રીન પર શું થઈ રહ્યું છે તે સમજે છે અને તે મુજબ પગલાં લઈ શકે છે.
ChatGPTના હેડ અને VP, Nick Turley એ જણાવ્યું હતું કે, "અમે એક એવું ભવિષ્ય બનાવી રહ્યા છીએ જે ફક્ત તમારા પ્રોમ્પ્ટનો જવાબ આપતું નથી, પરંતુ તમારા કાર્યોને પૂર્ણ કરે Mac સાથે Skyનું ડીપ ઇન્ટીગ્રેશન આપના વિચારને સાકાર કરવામાં મદદ કરશે. અમારું વિઝન એ છે કે લોકો દરરોજ ઉપયોગ કરતા ટૂલ્સમાં AI ને સામેલ કરવાનું છે."




















