logo-img
Apple Launches New Macbook Pro With M5 Chip In India

Apple એ ભારતમાં નવું MacBook Pro લોન્ચ કર્યું : M5 ચિપ સાથે 14.2-ઇંચની ડિસ્પ્લે, જાણો કિંમતની માહિતી

Apple એ ભારતમાં નવું MacBook Pro લોન્ચ કર્યું
Published by: Offbeat Team
| Last Updated: Oct 16, 2025, 10:30 AM IST

Apple Launches MacBook Pro With New M5 Chip In India: સૌથી મોટા ડિવાઇસ ઉત્પાદકોમાંના એક Apple એ ભારતમાં નવી M5 ચિપ સાથે MacBook Pro લોન્ચ કર્યો છે. કંપનીનો દાવો છે કે, આ લેપટોપ M4 ચિપવાળા MacBook Pro ની સરખામણીમાં 3.5 ગણા વધુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ અને 1.6 ગણું સારું ગ્રાફિક્સ પર્ફોર્મન્સ આપે છે.

નવા MacBook Pro ની કિંમત અને ઉપલબ્ધતા

Apple ના M5 ચિપ દ્વારા સંચાલિત આ લેપટોપની કિંમત 16GB RAM અને 512GB સ્ટોરેજ સાથેના બેઝ મોડલ માટે ₹1,69,900 છે. MacBook Pro ના 16GB+1TB વેરિઅન્ટની કિંમત ₹1,89,900 છે, અને 24GB+1TB વેરિઅન્ટની કિંમત ₹2,09,900 છે. વિદ્યાર્થીઓ Apple ના એજ્યુકેશન સ્ટોર દ્વારા ₹10,000 નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ લેપટોપ Silver અને Space Black રંગોમાં ઉપલબ્ધ છે. જેનું વેચાણ 22 ઓક્ટોબરથી શરૂ થશે.

MacBook Pro ડિસ્પ્લે

આ લેપટોપમાં કંપનીની નવી M5 ચિપ છે. આ ચિપમાં 10-core CPU અને 10-core GPU છે. MacBook Pro ના 14.2-ઇંચ (3,024 × 1,964 પિક્સલ્સ) ડિસ્પ્લેમાં Liquid Retina Pro XDR પેનલ છે જેનું રિફ્રેશ રેટ 120Hz સુધીનું છે, પિક્સલ ડેન્સિટી 254ppi છે અને પીક બ્રાઇટનેસ લેવલ 1,000 nits સાથે આવે છે. ગ્રાહકો માટે નેનો ટેક્સચર ફિનિશ સાથે ડિસ્પ્લે પસંદ કરવાનો વિકલ્પ પણ છે. આ લેપટોપ પર કનેક્ટિવિટી વિકલ્પોમાં Wi-Fi, બ્લૂટૂથ, ત્રણ Thunderbolt 5 પોર્ટ, એક HDMI port, MagSafe 3 ચાર્જિંગ પોર્ટ, 3.5mm હેડફોન જેક અને SDXC કાર્ડ સ્લોટનો સમાવેશ થાય છે.

MacBook Pro બેટરી અને સેફટી

નવા MacBook Pro માં 12mp નો સેન્ટર સ્ટેજ કેમેરો છે. તેમાં Dolby Atmos સપોર્ટ સાથે છ સ્પીકર્સ છે. આ લેપટોપમાં સેફટી માટે ટચ ID સેન્સર છે. તે macOS 26 આઉટ-ઓફ-ધ-બોક્સ પર ચાલે છે. તેમાં Apple Intelligence ફીચર્સનો સપોર્ટ છે. આ લેપટોપની 72.4Wh બેટરી એક જ ચાર્જમાં 24 કલાક વિડિયો સ્ટ્રીમિંગ પ્રદાન કરી શકે છે. તેની સાથે 70W USB Type-C પાવર એડેપ્ટર આપવામાં આવશે. આ સાથે, ગ્રાહકો પાસે 96W પાવર એડેપ્ટરનો વિકલ્પ પણ હશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now