Home Automobile What Is The Price Difference Between Duster Creta Sierra And Victoris

Duster, Creta, Sierra અને Victoris ની કિંમતમાં કેટલો તફાવત? : જાણો તમારા બજેટમાં કઈ કાર ફિટ આવશે

Duster, Creta, Sierra અને Victoris ની કિંમતમાં કેટલો તફાવત?
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 12:58 PM IST

Renault Duster vs Rivals : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં મિડ-સાઇઝ SUV સેગમેન્ટ હંમેશાથી લોકપ્રિય રહ્યું છે. હવે આ કોમ્પિટિશનને વધુ રસપ્રદ બનાવવા માટે Renault એ તેની આઇકોનિક SUV 'ડસ્ટર' ને નવા અવતારમાં ફરી એકવખત ભારતમાં લોન્ચ કરી દીધી છે. Renault એ આ વખતે કિંમતની બાબતમાં ખૂબ જ આક્રમક વ્યૂહરચના અપનાવી છે. ₹10.49 લાખની પ્રારંભિક કિંમત સાથે, ડસ્ટર હવે હ્યુન્ડાઇ ક્રેટા અને કિયા સેલ્ટોસ જેવા દિગ્ગજો સામે સીધું કોમ્પિટિશન આપવા માટે તૈયાર છે.

પાવરફુલ એન્જિન અને ટેકનોલોજીનો સમન્વય

2026 Renault Duster માત્ર લુકમાં જ નહીં, પણ પરફોર્મન્સમાં પણ દમદાર છે. આ કારમાં ત્રણ પાવરટ્રેનના ઓપ્શન મળે છે:

1.0-લિટર ટર્બો પેટ્રોલ : બેઝ મોડલ માટે, જે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.

1.3-લિટર ટર્બો પેટ્રોલ (TCe 160) : જે વધુ પાવર આપે છે અને તેમાં મેન્યુઅલ તેમજ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે.

1.8-લિટર ઇ-ટેક હાઇબ્રિડ : ટોપ વેરિઅન્ટમાં બે ઇલેક્ટ્રિક મોટર્સ સાથેની હાઇબ્રિડ સિસ્ટમ જોવા મળશે, જે માઇલેજ અને પાવર બંનેમાં શ્રેષ્ઠ રહેશે.

કિંમતની સરખામણી : કોણ છે સૌથી સસ્તું?

જો આપણે કિંમતની સરખામણી કરીએ તો રેનો ડસ્ટર તેના મોટાભાગના કોમ્પિટિટર્સ કરતાં ઘણી સસ્તી સાબિત થઈ રહી છે. ખાસ કરીને 'R-pass' ધરાવતા ગ્રાહકો માટે તેની કિંમત માત્ર ₹10.29 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

મોડલ

શરૂઆતની કિંમત (રૂ. લાખ)

ટોપ મોડલની કિંમત (રૂ. લાખ)

રેનો ડસ્ટર

10.49

18.49

હ્યુન્ડાઇ ક્રેટા

10.79

20.20

ટાટા સીએરા

11.49

21.29

કિયા સેલ્ટોસ

10.99

19.99

મારુતિ સુઝુકી વિક્ટોરિસ

10.50

19.99

હ્યુન્ડાઇ ક્રેટા અને કિયા સેલ્ટોસ

હ્યુન્ડાઇ ક્રેટા અને કિયા સેલ્ટોસ આ બે SUV નો ભારતમાં ઘણો ક્રેઝ છે અને તે ભારતીય રસ્તાઓ રસ્તાઓ પર આ બંને SUV ઘણી જોવા મળતી હોય છે. ક્રેટા તેના પ્રીમિયમ ફીચર્સ અને ડીઝલ એન્જિનના ઓપ્શન માટે જાણીતી છે, જ્યારે સેલ્ટોસ તેની મોડર્ન ડિઝાઇન અને ટેકનોલોજી માટે લોકપ્રિય છે. જોકે, ડસ્ટરની ઓછી કિંમત આ બંને ગાડીઓના ગ્રાહકોને પોતાની તરફ ખેંચી શકે છે.

ટાટા સીએરા અને મારુતિ વિક્ટોરિસ

ટાટા સીએરા ફરી એકવાર પ્રીમિયમ લુક સાથે માર્કેટમાં આવી છે, જેની કિંમત થોડી વધારે છે પણ તેમાં Tata નો વિશ્વાસ અને મજબૂત બિલ્ડ ક્વોલિટી આપવામાં આવી છે. બીજી તરફ, મારુતિ સુઝુકી વિક્ટોરિસ (ગ્રાન્ડ વિટારા જેવી પાવરટ્રેન સાથે) હાઇબ્રિડ અને CNG ઓપ્શનને કારણે માઇલેજ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ છે. ડસ્ટર આ તમામ પડકારો વચ્ચે પોતાની એક અલગ ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કરશે. નવી રેનો ડસ્ટર તેના ભાવ અને હાઇબ્રિડ ટેકનોલોજી સાથે માર્કેટમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જો તમે ઓછી કિંમતે એક પાવરફુલ અને સ્ટાઇલિશ SUV શોધી રહ્યા હોવ, તો ડસ્ટર ચોક્કસપણે તમારી લિસ્ટમાં હોવી જોઈએ.

Also Read: Renault Duster નું ભારતમાં થયું કમબેક!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now