Home Automobile Best Suv With Large Boot Space Under 12 Lakh India

બજેટમાં પણ મળશે જબરદસ્ત સ્પેસ : જાણો કઈ SUVs છે સામાન રાખવા માટે બેસ્ટ, શું છે કિંમત?

બજેટમાં પણ મળશે જબરદસ્ત સ્પેસ
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 04:00 PM IST

જો તમે નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા હોવ અને તમારી પ્રાથમિકતા કારમાં મળતી વધુ જગ્યા એટલે કે બૂટ સ્પેસ હોય, તો આ અહેવાલ તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. લાંબી મુસાફરી દરમિયાન વધુ સામાન રાખવા માટે મોટી બૂટ સ્પેસ ધરાવતી કાર હંમેશા આરામદાયક રહે છે. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં એવી કેટલીક શાનદાર SUVs ઉપલબ્ધ છે જે કિફાયતી કિંમત, અત્યાધુનિક ફીચર્સ અને વિશાળ સ્ટોરેજ ક્ષમતા આપે છે. ચાલો જાણીએ એવી 5 ગાડીઓ વિશે જે તમારા બજેટમાં ફિટ બેસી શકે છે.

Tata Sierra: સેગમેન્ટમાં સૌથી વધુ સ્પેસનો વિકલ્પ

જગ્યાના મામલે Tata Sierra પ્રથમ ક્રમે આવે છે. આ ગાડી પોતાના સેગમેન્ટમાં સૌથી વધુ સ્પેસ આપતી કાર પૈકીની એક ગણાય છે. Tata Sierra માં 600 લિટરની વિશાળ બૂટ સ્પેસ મળે છે, જે તેને લોન્ગ ટ્રિપ માટે એક પરફેક્ટ ફેમિલી કાર બનાવે છે. આ કારના કેબિનમાં 5 લોકો ખૂબ જ આરામથી બેસી શકે છે. તેની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 11.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Honda Elevate: લાંબી મુસાફરીનો સાથી

બૂટ સ્પેસની વાત નીકળે ત્યારે Honda Elevate ટોપ લિસ્ટમાં સ્થાન પામે છે. આ SUV માં અંદાજે 458 લિટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે, જે આ કેટેગરીમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આટલી જગ્યામાં તમે અનેક મોટા બેગ્સ સરળતાથી સમાવી શકો છો. 1.5 લિટરના પેટ્રોલ એન્જિન સાથે આવતી આ કારની શરૂઆતી કિંમત અંદાજે 11 લાખ રૂપિયા છે.

Hyundai Creta અને Kia Seltos: ફીચર્સ અને સ્પેસનું કોમ્બિનેશન

મધ્યમ બજેટમાં અન્ય બે લોકપ્રિય વિકલ્પો Hyundai Creta અને Kia Seltos છે. આ બંને ગાડીઓમાં અંદાજે 433 લિટરની બૂટ સ્પેસ મળે છે. આધુનિક ટેકનોલોજી અને વિવિધ એન્જિન વિકલ્પોના કારણે આ બંને મોડલ્સ ભારતીય ગ્રાહકોમાં ખૂબ જ ફેમસ છે.

Renault Kiger: ઓછા બજેટમાં વધુ ફાયદો

જો તમારું બજેટ થોડું મર્યાદિત છે, તો Renault Kiger એક ઉત્તમ પસંદગી બની શકે છે. આ SUV માં અંદાજે 405 લિટરની બૂટ સ્પેસ મળે છે અને તેની શરૂઆતી કિંમત અંદાજે 6 થી 7 લાખ રૂપિયાની વચ્ચે રહે છે. 1.0 લિટરના પેટ્રોલ એન્જિન સાથે આવતી આ કાર તેના સેગમેન્ટમાં સૌથી વધુ ઇકોનોમિકલ માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now