Home Automobile Renault Duster Launched In India With New Look And Premium Features At A Price Of 1049 Lakh

Renault Duster નું ભારતમાં થયું ધમાકેદાર કમબેક! : ₹10.49 લાખની કિંમતે નવા લુક અને પ્રીમિયમ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

Renault Duster નું ભારતમાં થયું ધમાકેદાર કમબેક!
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 12:36 PM IST

2026 Renault Duster : Renault એ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાની લોકપ્રિય SUV 'ડસ્ટર' ને નવા અવતારમાં ફરી એકવખત લોન્ચ કરી દીધી છે. મધ્યમ સાઇઝની SUV સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કંપનીએ આ કારને ₹10.49 લાખની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે રજૂ કરી છે. જો તમે 'R Pass' ગ્રાહક છો, તો તમે આ કારને ₹10.29 લાખની વિશેષ કિંમતે પ્રી-બુક કરાવી શકો છો. આ કાર માર્કેટમાં Hyundai Creta અને Kia Seltos જેવી મોટી અને દિગ્ગજ કારને કોમ્પિટિશન આપે છે.

વેરિઅન્ટ મુજબ કિંમતો (લાખ રૂપિયામાં)

વેરિઅન્ટ

Turbo TCe 100 MT (Standard/R Pass*)

Turbo TCe 160 MT (Standard / R Pass*)

Turbo TCe 160 DCT (Standard / R Pass*)

Authentic

₹10.49/₹10.29

-

-

Evolution

₹11.69/₹11.39

₹12.99/₹12.69

₹14.49/₹13.99

Techno

₹13.49/₹13.19

₹14.49/₹14.19

₹15.89/₹15.49

Techno+

-

₹15.29/₹14.99

₹16.69/₹16.29

Iconic

-

₹16.99/₹16.59

₹18.49/₹18.09

આકર્ષક અને મજબૂત ડિઝાઇન

ભારતીય માર્કેટ માટે તૈયાર કરવામાં આવેલી ડસ્ટરની ડિઝાઇન ઇન્ટરનેશનલ મોડલ કરતાં થોડી અલગ રાખવામાં આવી છે. તેમાં આઈબ્રો શેપની LED DRLs આપવામાં આવ્યા છે, જે ઇન્ડિકેટર તરીકે પણ કામ કરે છે. આગળના ભાગમાં નવી ગ્રીલ અને પિક્સેલ સ્ટાઇલવાળા ફોગ લેમ્પ્સ સાથે નવું ડિઝાઇન કરેલું બમ્પર ડસ્ટરને મોડર્ન લુક આપે છે. બાજુના ભાગમાં 18-ઇંચના એલોય વ્હીલ્સ અને C-પિલરમાં છુપાયેલા પાછળના દરવાજાના હેન્ડલ્સ તેને સ્પોર્ટી બનાવે છે. પાછળના ભાગમાં LED લાઇટ બાર અને સિલ્વર ઇન્સર્ટ્સ સાથેનું મજબૂત બમ્પર છે.

પ્રીમિયમ ઇન્ટિરિયર અને કમ્ફર્ટ

કારની અંદરના ભાગમાં પ્રીમિયમ એક્સપિરિયન્સ મળે તે રીતે ઇન્ટિરિયરને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં નવું ડેશબોર્ડ લેઆઉટ, ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ અને ત્રણ સ્પોકવાળું સ્ટીયરિંગ વ્હીલ છે. સોફ્ટ-ટચ મટિરિયલ અને સીટ્સ પર ખાસ સ્ટીચિંગનો ઉપયોગ કરીને કેબિનને લક્ઝુરિયસ બનાવવામાં આવ્યું છે. ગ્રાહકોની સુવિધા માટે સેન્ટર કન્સોલ પર ખાસ બટન પેનલ અને સ્ટોરેજ સાથેનું એડજસ્ટેબલ આર્મરેસ્ટ પણ મળે છે.

અદ્યતન ફીચર્સ અને ટેકનોલોજી

નવી ડસ્ટર ફીચર્સથી ભરપૂર છે. તેમાં 10.1-ઇંચની મોટી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ સિવાય 10.25-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એમ્બિયન્ટ લાઇટિંગ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, પાવર્ડ ટેલગેટ અને ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

સેફટીના ઉચ્ચ ધોરણો

સેફટી માટે આ SUV માં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), ABS સાથે EBD અને ચારેય વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે, તેમાં 'લેવલ 2 ADAS' ટેકનોલોજી અને 360-ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ છે, જે ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવે છે.

પાવરફુલ એન્જિન અને પર્ફોર્મન્સ

આ કાર ત્રણ એન્જિન વિકલ્પો સાથે આવે છે:

1.0-લિટર ટર્બો પેટ્રોલ : 100bhp પાવર અને 160nm ટોર્ક (6-સ્પીડ મેન્યુઅલ).

1.3-લિટર ટર્બો પેટ્રોલ : 160bhp પાવર અને 280Nm ટોર્ક (મેન્યુઅલ અને ઓટોમેટિક DCT).

1.8-લિટર હાઇબ્રિડ : આ ટોપ વેરિઅન્ટમાં E-Tech હાઇબ્રિડ સેટઅપ છે, જે 160bhp પાવર આપે છે.

You might like this: Duster, Creta, Sierra અને Victoris ની કિંમતમાં કેટલો તફાવત? : જાણો તમારા બજેટમાં કઈ કાર ફિટ આવશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now