Home Automobile Save Lakhs Of Rupees On Honda Amaze City And Elevate Know About The Offer

Honda Amaze, City અને Elevate પર કરો લાખો રૂપિયાની બચત! : જાણો કયા મોડલ પર કેટલાનું ડિસ્કાઉન્ટ મળશે

Honda Amaze, City અને Elevate પર કરો લાખો રૂપિયાની બચત!
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 12:46 PM IST

Discounts on Honda cars : જો તમે આ મહિને નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Honda Cars India તમારા માટે ધમાકેદાર ઓફર્સ લઈને આવ્યું છે. માર્ચ 2026 માં કંપની તેની લોકપ્રિય ગાડીઓ જેવી કે, Honda City, Honda Elevate અને Honda Amaze પર ₹1.97 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફર્સનો હેતુ ગ્રાહકોને વધુ બચત કરાવીને નવી કાર આપવાનો છે. જાણો હોન્ડાના કયા મોડલ પર કેટલાનો ફાયદો થશે.

હોન્ડા સિટી હાઇબ્રિડ : સૌથી વધુ બચત

આ મહિને હોન્ડાની લાઇનઅપમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ 'હોન્ડા સિટી હાઇબ્રિડ' પર મળી રહ્યું છે. આ ઇલેક્ટ્રિફાઇડ સેડાન પર ગ્રાહકો ₹1.97 લાખ સુધીની બચત કરી શકે છે. આ કાર 1.5-લિટર સ્ટ્રોંગ હાઇબ્રિડ સિસ્ટમ સાથે આવે છે અને 27.1 કિમી પ્રતિ લિટરની જબરદસ્ત માઇલેજ આપે છે, જે તેને તેના સેગમેન્ટમાં સૌથી કાર્યક્ષમ બનાવે છે.

હોન્ડા એલિવેટ : SUV પર આકર્ષક ઓફર

હોન્ડાની મિડ-સાઇઝ SUV 'એલિવેટ' પર આ મહિને ₹1.56 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ભારતીય બજારમાં આ SUV Hyundai Creta અને Kia Seltos જેવા મોડલ્સને ડાઇરેક્ટ કોમ્પિટિશન આપે છે. તે 1.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે મેન્યુઅલ અને CVT ઓટોમેટિક ગિયરબોક્સ એમ બંને ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

હોન્ડા સિટી (પેટ્રોલ) : સેડાન પ્રેમીઓ માટે ખુશખબર

હાઇબ્રિડ સિવાય, હોન્ડા સિટીના સામાન્ય પેટ્રોલ વેરિઅન્ટ પર પણ કંપની ડિસ્કાઉન્ટ આપી રહી છે. હોન્ડા કીટીના પેટ્રોલ વેરિઅન્ટ પર ₹1.56 લાખ સુધીની બચત કરી શકો છો. આ સેડાન તેના પ્રીમિયમ ફીચર્સ અને પાવરફુલ 1.5-લિટર એન્જિન માટે જાણીતી છે, જે 121hp નો પાવર જનરેટ કરે છે.

હોન્ડા અમેઝ : બજેટ કાર પર મોટી છૂટ

કોમ્પેક્ટ સેડાન ખરીદવા માંગતા ગ્રાહકો માટે 'હોન્ડા અમેઝ' પર ₹77,000 થી વધુનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. અમેઝ તેના કમ્ફર્ટ અને 1.2-લિટર પેટ્રોલ એન્જિન માટે ફેમસ છે. આ કાર શહેરી ડ્રાઇવિંગ માટે એક શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થાય છે.

ખાસ નોંધ

ઉપર જણાવેલ ડિસ્કાઉન્ટની રકમ અલગ-અલગ શહેરો, ડીલરશીપના સ્ટોક અને તમે કયું વેરિઅન્ટ પસંદ કરો છો તેના પર આધાર રાખે છે. તેથી, સચોટ ઓફર અને ફાઇનલ કિંમત જાણવા માટે તમારા નજીકના હોન્ડા શોરૂમનો સંપર્ક કરવો જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now