New CM West Bengal: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટો પલટો આવ્યો છે, જ્યાં Bharatiya Janata Party (BJP)એ ભવ્ય જીત મેળવી સત્તા પર કબજો જમાવવાનો માર્ગ તૈયાર કર્યો છે. જીત બાદ હવે સરકાર રચવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બનશે? પાર્ટી અંદર ચર્ચાઓ અને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જ્યારે રાજકીય વર્તુળોમાં અનેક નામોને લઈને અટકળો તેજ બની છે. પ્રદેશ ભાજપ પ્રમુખ Samik Bhattacharyaએ જાહેરાત કરી છે કે, 9 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ દિવસ ખાસ છે કારણ કે તે મહાન સાહિત્યકાર Rabindranath Tagoreની જયંતી સાથે જોડાયેલો છે. ભાજપે આ પ્રતીકાત્મક દિવસની પસંદગી કરીને રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.
પશ્ચિમ બંગાળમાં BJPની વિજય ગાથા લખનાર આ છે એ 6 કેન્દ્રીય નેતા: સંગઠનથી પ્રચાર સુધી કરી છે મહેનત
CM પદની રેસમાં 'જાયન્ટ કિલર' શુભેન્દુ અધિકારી સૌથી આગળ
બંગાળના નવા મુખ્યમંત્રી કોણ? આ સવાલનો જવાબ શોધવા માટે ભાજપ હાઈકમાન્ડ ભારે મંથન કરી રહ્યું છે. રેસમાં સૌથી પહેલું અને મજબૂત નામ શુભેન્દુ અધિકારીનું છે. શુભેન્દુએ 2021ની જેમ 2026માં પણ નંદીગ્રામ અને ભવાનીપુર જેવી બેઠકો પર મમતા બેનરજીને પરાજય આપીને પોતાની લોકપ્રિયતા અને 'જાયન્ટ કિલર' તરીકેની છબી વધુ મજબૂત કરી છે. શુભેન્દુ ઉપરાંત રેસમાં અન્ય ત્રણ મોટા નામો પણ છે:
શમિક ભટ્ટાચાર્ય: પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત કરવામાં તેમની ભૂમિકા મહત્વની રહી છે.
દિલીપ ઘોષ: બંગાળમાં ભાજપનો પાયો નાખનારા પાયાના નેતાઓમાં તેમની ગણતરી થાય છે.
ઉત્પલ મહારાજ: હિન્દુત્વના ચહેરા અને જનતામાં ઊંડી પકડ ધરાવતા ઉત્પલ મહારાજનું નામ પણ સરપ્રાઈઝ તરીકે સામે આવી શકે છે.
દુશ્મનો સાવધાન!: બંગાળની ખાડીમાં NOTAM જાહેર, 4000 કિમીની રેન્જ ધરાવતી અગ્નિ
દિલ્હીમાં હાઈપ્રોફાઈલ બેઠકો અને રાજનાથ સિંહનું આગમન
બંગાળના રાજકારણનું કેન્દ્ર અત્યારે કોલકાતાથી ખસીને દિલ્હી તરફ વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર અને બુધવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મહત્વની બેઠક યોજવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શુભેન્દુ અધિકારી અને શમિક ભટ્ટાચાર્યને તાકીદે દિલ્હી બોલાવવામાં આવી શકે છે. બીજી તરફ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નિરીક્ષક તરીકે કોલકાતા જશે, જ્યાં તેઓ ચૂંટાયેલા ધારાસભ્યો સાથે મુલાકાત કરી તેમનો મંતવ્ય જાણશે. સંસદીય બોર્ડની આ અંતિમ કવાયત બાદ આગામી 48 કલાકમાં મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત થવાની પૂરેપૂરી સંભાવના છે.






