Home National India To Test Agni 4 Missile Bay Of Bengal Notam Defence News

દુશ્મનો સાવધાન! : બંગાળની ખાડીમાં NOTAM જાહેર, 4000 કિમીની રેન્જ ધરાવતી અગ્નિ-4 મિસાઈલનું ભારત કરી શકે છે પરીક્ષણ

Agni-4 Missile Test
Published by: Nirali Gohil
Last Updated: May 05, 2026, 08:52 AM IST

Agni-4 Missile Test:ભારત ફરી એકવાર પોતાની રક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં લાંબા અંતરની મિસાઈલ ટેસ્ટ માટે ‘NOTAM’ (Notice to Airmen) જાહેર કરવામાં આવતા દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સૂચનાના આધારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત ટૂંક સમયમાં શક્તિશાળી અગ્નિ-4 બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી શકે છે. આ ટેસ્ટ માત્ર ટેક્નોલોજીકલ પ્રગતિ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સૈન્ય શક્તિનો પણ મજબૂત સંદેશ આપી શકે છે. જાહેર કરાયેલા NOTAM મુજબ, બંગાળની ખાડીના વિશાળ વિસ્તારમાં 'નો ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં નાગરિક વિમાનો અને જહાજોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વિસ્તાર આશરે 3,550 કિલોમીટર સુધી ફેલાયેલો છે, જે લાંબા અંતરની મિસાઈલ ટેસ્ટ માટેની તૈયારીઓ દર્શાવે છે.

બંગાળની ખાડીમાં 'નોટમ' જાહેર થતા ચર્ચા તેજ

આ નોટિસનો અર્થ એ છે કે નિર્ધારિત સમયગાળા દરમિયાન આ ચોક્કસ હવાઈ ક્ષેત્રમાં વિમાનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. સામાન્ય રીતે ભારત જ્યારે પણ પોતાની લાંબી અંતરની મિસાઈલોનું પરીક્ષણ કરવાનું હોય ત્યારે આવી નોટિસ જાહેર કરે છે. આ વખતે જાહેર કરાયેલા વિસ્તારના આધારે સંરક્ષણ નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે, ભારત આગામી દિવસોમાં પોતાની શક્તિશાળી 'અગ્નિ-4' (Agni-IV) મિસાઈલનું પરીક્ષણ કરી શકે છે.

કાર નહીં, ઘર નહીં… છતાં કરોડોની સંપત્તિ!: પત્ની પાસે શેરો અને મિલકતોનો ભંડાર! જાણો આસામના CM હિમંતા કેટલા અમીર

શું છે NOTAM અને કેમ જાહેર કરવામાં આવે છે?

NOTAM એટલે ‘Notice to Airmen’, જે એક પ્રકારની સત્તાવાર ચેતવણી હોય છે. જ્યારે કોઈ સૈન્ય અભ્યાસ, મિસાઈલ ટેસ્ટ કે જોખમી પ્રવૃત્તિ થવાની હોય ત્યારે આ જાહેર કરવામાં આવે છે, જેથી નાગરિક વિમાનો અને શિપિંગ ટ્રાફિકને સુરક્ષિત રાખી શકાય. જારી કરાયેલા NOTAM મુજબ આ ડેન્જર ઝોન 25 એપ્રિલથી 6 મે 2026 સુધી સક્રિય રહેશે. આ સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં કોઈ પણ નાગરિક વિમાન કે જહાજને પ્રવેશ કરવાની મંજૂરી નહીં હોય.

પશ્ચિમ બંગાળમાં BJPની વિજય ગાથા લખનાર આ છે એ 6 કેન્દ્રીય નેતા: સંગઠનથી પ્રચાર સુધી કરી છે મહેનત

અગ્નિ-4 મિસાઈલની તાકાત અને વિશેષતાઓ

અગ્નિ-4 એ ભારતની વ્યૂહાત્મક મિસાઈલોમાંની એક અત્યંત શક્તિશાળી મિસાઈલ છે. આ મિસાઈલ લગભગ 4000 કિલોમીટરની રેન્જ ધરાવે છે, જેનો અર્થ છે કે તે ચીન અને પાકિસ્તાનના લગભગ તમામ વિસ્તારોને પોતાના નિશાના હેઠળ લાવી શકે છે. તે બે તબક્કાની સોલિડ ફ્યુઅલ મિસાઈલ છે અને એક ટન સુધીના પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે. આ મિસાઈલની સૌથી મોટી વિશેષતા તેની ચોકસાઈ અને તેની 'રોડ મોબાઈલ' ક્ષમતા છે, એટલે કે તેને ટ્રક દ્વારા ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે.

મમતાનો મજબૂત ગઢ તૂટી ગયો!: જાણો 6 મોટા ટર્નિંગ પોઈન્ટ જેણે બંગાળમાં ભાજપને અપાવી ઐતિહાસિક જીત

અગ્નિ-4 મિસાઈલ ટેસ્ટની શક્યતા

રક્ષણ સૂત્રોના મતે, આ વિશાળ વિસ્તારમાં NOTAM જાહેર થવાનું મુખ્ય કારણ અગ્નિ-4 જેવી ઈન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ (IRBM)નું પરીક્ષણ હોઈ શકે છે. આ મિસાઈલ લગભગ હજારો કિલોમીટર દૂર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે અને ભારતની સ્ટ્રેટેજિક ડિટરન્સ શક્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ધ્રાંગધ્રામાં વ્યાજખોરી વિરુદ્ધ કડક કાર્યવાહી: 10 આરોપીઓ ઝડપાયા, પઠાણી ઉઘરાણીનો ભંડા

ચીન અને પાકિસ્તાન પર વધશે દબાણ

ભારત દ્વારા કરવામાં આવતા આ સંભવિત પરીક્ષણને પાડોશી દેશો માટે એક મજબૂત સંદેશ માનવામાં આવે છે. ખાસ કરીને હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી ગતિવિધિઓ વચ્ચે ભારત પોતાની મિસાઈલ શક્તિનું પ્રદર્શન કરીને પોતાની સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે. અગ્નિ-4નું સફળ પરીક્ષણ ભારતના 'મિનિમમ ક્રેડિબલ ડેટરન્સ' (Minimum Credible Deterrence) ની નીતિને વધુ મજબૂત બનાવશે. DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલી આ મિસાઈલ અત્યાધુનિક એવિઓનિક્સ અને ગાઈડન્સ સિસ્ટમથી સજ્જ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now