Home National Visakhapatnam Navy Officer Fridge Lover Dismembered Body India Shraddha Walkar Case

વિશાખાપટ્ટનમમાં દિલ્હીની શ્રદ્ધા વોકર જેવો હત્યાકાંડ : નેવી ઓફિસરે પ્રેમિકાના ટુકડા કરી ફ્રીજમાં ભર્યા, કારણ જાણી ચોંકી જશો!

Visakhapatnam Navy officer Lover Body Fridge
Published by: Nirali Gohil
Last Updated: Mar 30, 2026, 11:42 AM IST

વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી એક અત્યંત ચોંકાવનારો અને માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરણિત નેવી ઓફિસરે પોતાની પ્રેમિકાની નિર્મમ હત્યા કરી, તેના શરીરના ટુકડા કર્યા અને લોહીલુહાણ અવશેષોને ઘરમાં રાખેલા ફ્રીજમાં છુપાવી દીધા હતા. આ ઘટનાએ દિલ્હીના કુખ્યાત શ્રદ્ધા વાકર હત્યાકાંડની ભયાનક યાદો તાજી કરી દીધી છે. આરોપીએ ગુનો કર્યા બાદ પોતે જ પોલીસ સ્ટેશન જઈને આત્મસમર્પણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી ચિંતડા રવિન્દ્ર (35 વર્ષ) ભારતીય નૌસેનામાં INS દેગા ખાતે ફરજ બજાવે છે. રવિન્દ્ર પરિણીત હોવા છતાં વર્ષ 2021માં એક ડેટિંગ એપ દ્વારા 29 વર્ષીય મોનિકાના સંપર્કમાં આવ્યો હતો. રવિન્દ્રની પત્ની થોડા દિવસો માટે પિયર ગઈ હોવાથી તેણે રવિવારે બપોરે મોનિકાને પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને આ ઝઘડો ખૂની ખેલમાં પરિણમ્યો હતો.

પત્ની પિયર ગઈ ને ઘરમાં ખેલાયો ખૂની ખેલ

આરોપી રવિન્દ્રની પત્ની વિજયનગરમ ખાતે પોતાના પિતાના ઘરે ગઈ હતી. રવિન્દ્રએ આ તકનો લાભ ઉઠાવી રવિવારે બપોરે તેની પ્રેમિકા મોનિકાને પોતાના એલ.વી. નગર સ્થિત ઘરે બોલાવી હતી. જોકે, ત્યાં કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા રવિન્દ્રએ છરીના ઘા ઝીંકી મોનિકાની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પકડાઈ જવાના ડરે તેણે લાશના ટુકડા કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: "મારી પત્નીના પૂર્વ DyCM સાથે અનૈતિક સંબંધો..." : માતાએ જાણ વિના દીકરીઓની સરનેમ બદલતા પિતાએ કરી ફરિયાદ

અડધો મૃતદેહ ફ્રીજમાં અને અડધી કોથળામાં: માથું ગાયબ!

પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે દ્રશ્યો જોઈને અનુભવી અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. રવિન્દ્રએ મોનિકાના શરીરના કેટલાક ટુકડાઓ ફ્રીજમાં ભરી રાખ્યા હતા, જ્યારે બાકીના ભાગોને એક ગૂણી (કોથળા) માં પેક કરીને ઘરના ખૂણામાં છુપાવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે લાશનું માથું હજુ સુધી મળી આવ્યું નથી. પોલીસને આશંકા છે કે પુરાવા નાશ કરવાના ઈરાદે રવિન્દ્રએ માથું કોઈ નિર્જન સ્થળે ફેંકી દીધું હશે.

3.5 લાખ રૂપિયા અને બ્લેકમેલિંગ બન્યું મોતનું કારણ

પોલીસ સમક્ષ કબૂલાત કરતા રવિન્દ્રએ જણાવ્યું કે, મોનિકાએ તેની પાસેથી આશરે 3.5 લાખ રૂપિયા લીધા હતા. આ ઉપરાંત, મોનિકા સતત ધમકી આપતી હતી કે તે તેમના સંબંધો વિશે રવિન્દ્રની પત્નીને બધું કહી દેશે. આ બ્લેકમેલિંગ અને પૈસાની લેતીદેતીને કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. રવિવારે પણ આ જ મુદ્દે વિવાદ વકરતા રવિન્દ્રએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

શ્રદ્ધા વાકર કેસનું પુનરાવર્તન?

આ ઘટના દિલ્હીના આફતાબ પૂનાવાલા અને શ્રદ્ધા વાકર કેસની નકલ હોય તેવું લાગી રહ્યું છે. આફતાબે પણ શ્રદ્ધાની હત્યા કરી તેના 35 ટુકડા કર્યા હતા અને ફ્રીજમાં રાખ્યા હતા. વિશાખાપટ્ટનમમાં પણ નેવી ઓફિસરે તે જ પધ્ધતિ અપનાવીને લાશનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં પોલીસે સ્પેશિયલ ટીમ બનાવીને લાશના બાકીના અંગોની શોધખોળ હાથ ધરી છે અને આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સ્કૂલ, કોર્ટ અને વિધાનસભાને બોમ્બની ધમકી આપનારો ઝડપાયો
1 એપ્રિલથી ચાઈનીઝ CCTV કેમેરા પર લાગી શકે છે પ્રતિબંધ
ટીવી-ફ્રિજ-વોશિંગ મશીન ખરીદવા મહિલાઓને મળશે કૂપન
દિલ્હી બોર્ડરથી લશ્કર આતંકી શબ્બીર લોન ઝડપાયો