Home Gujarat Vadodara Vadodara Surname Dispute Police Complaint School Case

"મારી પત્નીના પૂર્વ DyCM સાથે અનૈતિક સંબંધો..." : માતાએ જાણ વિના દીકરીઓની સરનેમ બદલતા પિતાએ કરી ફરિયાદ

vadodara ataladara police station
Published by: Chintan Chavda
Last Updated: Mar 30, 2026, 04:49 AM IST

વડોદરામાં પત્ની દ્વારા બે દીકરીઓની સરનેમ (અટક) પિતાની જાણ બહાર બદલી નાખવાના મામલે હાઈકોર્ટ અને સ્થાનિક કોર્ટની કડક વલણ બાદ આખરે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ કેસમાં બાળકીઓની માતા અંકિતા ચૌહાણ અને વિબ્ગ્યોર સ્કૂલના માલિક રુસ્તમ કેરાવાલા સહિતના સ્ટાફ સામે છેતરપિંડી અને દસ્તાવેજોમાં ગેરરીતિની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શું છે સમગ્ર વિવાદ?

મૂળ દિલ્હીના અને હાલ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા અભિષેક મિશ્રાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના લગ્ન 2011માં અંકિતા ચૌહાણ સાથે થયા હતા. દંપતીને બે દીકરીઓ છે, જેમના જન્મના દાખલા અને પાસપોર્ટમાં સરનેમ 'મિશ્રા' છે. જોકે, કૌટુંબિક અણબનાવ બાદ પત્ની બંને દીકરીઓને લઈને મહેસાણા જતી રહી હતી. આરોપ છે કે, પત્નીએ વડોદરાની વિબ્ગ્યોર સ્કૂલમાં દીકરીઓનું એડમિશન કરાવતી વખતે પિતાની સંમતિ કે કોર્ટના આદેશ વગર જ 'મિશ્રા' અટક હટાવીને 'ચૌહાણ' કરાવી દીધી હતી.

દૂધસાગર ડેરી અને પૂર્વ મંત્રી સાથેના સંબંધોના આક્ષેપ

અભિષેક મિશ્રાએ પોતાની ફરિયાદમાં પત્નીના ચારિત્ર્ય અને આર્થિક વ્યવહારો પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2019 માં અંકિતા મહેસાણાની દૂધસાગર ડેરીના HR વિભાગમાં કાર્યરત હતી. આ દરમિયાન પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સાથેના તેના અનૈતિક આત્મીય સંબંધ અને બોનસ કૌભાંડમાં તેની સંડોવણી બહાર આવી હતી. આ મામલે તપાસ થતા તેને ડેરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. પતિનો આરોપ છે કે અંકિતા અને તેની બહેન અનેક પરિવારોને વૈવાહિક વિવાદોમાં ફસાવીને નાણાં પડાવવાનું કામ કરે છે.

સ્કૂલ મેનેજમેન્ટની સંડોવણી

ફરિયાદીના જણાવ્યા અનુસાર, વિબ્ગ્યોર સ્કૂલના સંચાલકોએ ખોટા દસ્તાવેજોના આધારે બાળકીઓની ઓળખ બદલી છે. વારંવાર રજૂઆત કરવા છતાં સ્કૂલના માલિક રુસ્તમ કેરાવાલા અને અન્ય અધિકારીઓએ તેમને ખોટા વાયદાઓ આપીને ગેરમાર્ગે દોર્યા હતા. શિક્ષણ વિભાગે પણ સ્પષ્ટ કર્યું હતું કે સ્કૂલ કાયદેસરની પ્રક્રિયા વગર કોઈ પણ બાળકની અટક બદલી શકે નહીં. હાલમાં અંકિતા સુરત ખાતે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીમાં કાર્યરત છે અને ત્યાં પણ તેણે દીકરીઓની ખોટી ઓળખ આપી હોવાનો આક્ષેપ છે.

આ પણ વાંચો: ‘સિંગલ ગર્લ ચાઈલ્ડ’ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા 1લી એપ્રિલથી શરૂ : જાણો કોને મળશે લાભ અને કેવી રીતે કરશો અરજી?

દેશ છોડી ભાગી જવાની આશંકા

અભિષેક મિશ્રાએ પોલીસને જણાવ્યું કે, અંકિતા પોતાની ઓળખ બદલીને વિદેશ ભાગી જવાની પેરવી કરી રહી છે. અગાઉ આ કેસ સાથે સંકળાયેલા અન્ય એક વ્યક્તિ મયુર ઝાલા પણ દેશ છોડી ચૂક્યા છે. હાલ અટલાદરા પોલીસે કોર્ટના આદેશ મુજબ ગુનો નોંધીને દસ્તાવેજોની ચકાસણી અને વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં ઉનાળા વચ્ચે ચોમાસા જેવો માહોલ
‘સિંગલ ગર્લ ચાઈલ્ડ’ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા 1લી એપ્રિલથી શરૂ
Play Video
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ