ઈન્ડિયા ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાના ચર્ચિત નિવેદન 'જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ...'નું પુનરાવર્તન કર્યું છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ રસ્તાને ચૂપ નથી રહેવા દીધા અને સરકારના નિર્ણને બદલવા મજબૂર કરે છે.
રાહુલ ગાંધી અંગે શું કહ્યું
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીએ બુધવારે ગૃહના સેન્ટ્રલ હોલમાં ઈન્ડિયા ગઠબંધનના સભ્યો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'મને લોહિયાજી દ્વારા કહેવામાં આવેલું એક નિવેદન આવે છે કે, જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ. પરંતુ, રાહુલ ગાંધીએ રસ્તાને ક્યારેય ચૂપ નથી થવા દીધો. આ તેમનો સ્વભાવ અને આદત બની ગઈ છે અને એક પછી એક પડકારોનો સામનો કરવો તેમની યાત્રાનો એક ભાગ છે. તેમણે તેલંગાણા સરકારને પણ જાતિ વસ્તી ગણતરી વ્યવસ્થિત રીતે કરવા માટે સફળતાપૂર્વક રાજી કરી દીધી.'
"સત્તાધારી પાર્ટી માટે એક મોટો પડકાર ઊભો થશે"
તેલંગાણામાં જાતિ વસ્તી ગણતરી પર ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીએ કહ્યું કે, જ્યારે આ કામ પૂરૂ થઈ ગયું હતું, જ્યારે હું રિપોર્ટ રજૂ કરી રહ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે, હવે વર્તમાન સત્તાધારી પાર્ટી માટે એક મોટો પડકાર ઊભો થશે અને આ સાચું પડ્યું. જોઈએ હવે તેમાં કેટલો સમય લાગે છે, શું તેમાં એક વ્યવસ્થિત અધ્યયન થશે કે પછી ફક્ત દેખાડો થશે. જો તેઓ ખરેખર આ મુદ્દે ગંભીર છે તો હું તેમને સલાહ આપનારો કોઈ નથી"