રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) અને તેના પ્રમોટર અનિલ અંબાણીના ઘર સહિત અનેક સ્થળોએ CBIએ શનિવારે સવારે 7 વાગ્યાથી દરોડા પાડ્યા છે.
શું છે મામલો?
CBIએ આરકોમ વિરુદ્ધ બેંક છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.
આ છેતરપિંડીમાં અનિલ અંબાણી સહિત અનેક પર આરોપ છે.
પ્રાથમિક માહિતી મુજબ, કંપની દ્વારા થયેલી કથિત છેતરપિંડીને કારણે SBIને ₹2000 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો દાવો છે.
સમગ્ર કેસમાં છેતરપિંડીની રકમ આશરે ₹17,000 કરોડ ગણાવવામાં આવી રહી છે.
અનિલ અંબાણી ઘરમાં હાજર
દરોડા દરમિયાન અનિલ અંબાણી પોતાના પરિવાર સાથે ઘરમાં હાજર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ED પણ સક્રિય
આ પહેલા 1 ઑગસ્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ અનિલ અંબાણીને સમન્સ મોકલ્યા હતા.
આ સમન્સ તેમને ₹17,000 કરોડની કથિત લોન છેતરપિંડીની તપાસના સંદર્ભમાં મોકલાયા હતા.
તપાસ ચાલુ
હાલમાં CBIની ટીમ આરકોમ તથા અનિલ અંબાણી સાથે જોડાયેલી વિવિધ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.