Air India Boeing 787: દિલ્હીથી અમૃતસર જઈ રહેલી Air India ની ફ્લાઈટના પાયલોટે ટેકઓફ પહેલા અચાનક ફ્લાઈટ રોકી દીધી હતી. એરલાઈને હજુ સુધી પુષ્ટિ આપી નથી કે મુસાફરોથી ભરેલા Air India Boeing 787 વિમાનને ટેકઓફ પહેલા થોડી સેકન્ડો પહેલા કેમ રોકવું પડ્યું.
યાત્રીઓમાં અફરાતફરી
એર ઇન્ડિયાનું આ વિમાન રનવે પરથી ટેકઓફ કરવાનું હતું અને અચાનક પાઇલટે પાછા ફરવાનો નિર્ણય લીધો, ત્યારબાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો. મુસાફરોએ કહ્યું, "આજે અમારા જીવ બચી ગયા છે."
છેલ્લા કેટલાક દિવસોથી Air India ની ફ્લાઇટ્સમાં સમસ્યાઓ જોવા મળી રહી છે. શુક્રવારે (22 ઓગસ્ટ 2025) મુંબઈથી જોધપુર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI645 ને ટેક-ઓફ પહેલાં જ રોકવી પડી હતી. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી અમારી સર્વોચ્ચપ્રાથમિકતા છે.
17 ઓગસ્ટના રોજ ટેક-ઓફ દરમિયાન ટેકનિકલ ખામી જણાતાં કોચીથી નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI504 મોડી પડી હતી. કોકપીટ ક્રૂએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કર્યું અને વિમાનને પાછું લઈ ગયા.