મધ્ય અમેરિકન દેશ 6.0 ની તીવ્રતાના ભયાનક ભૂકંપથી હચમચી ગયો હતો. આના કારણે પેસિફિક મહાસાગરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે સવારે ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરના દરિયાકાંઠે પેસિફિક મહાસાગરમાં એક મોટો ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વેએ આ માહિતી આપી હતી.
ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું
યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, શનિવારે સવારે 4:14 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર અલ સાલ્વાડોરના અકાજુટલાથી 81 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં અને ગ્વાટેમાલાના પ્યુઅર્ટો સાન જોસથી 107 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતું.
અકાજુટલા એ અલ સાલ્વાડોરનું મુખ્ય વ્યાપારી બંદર છે અને ક્રુઝ જહાજો દ્વારા પણ તેનો ઉપયોગ થાય છે. ભૂકંપ દરમિયાન અકાજુટલા માં હંગામો થયો હતો. ગ્વાટેમાલાના પેસિફિક કિનારા પરનું સૌથી મોટું શહેર પ્યુઅર્ટો સાન જોસમાં પણ હલચલ જોવા મળી હતી. તાત્કાલિક કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.