યુપીના કૌશાંબી જિલ્લાની ચાયલ બેઠકના ધારાસભ્ય પૂજા પાલે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે પોતાની હત્યાનો ભય વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જો મારી હત્યા થશે તો સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ તેના માટે જવાબદાર રહેશે.
પૂજા પાલે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેને પોતાના જીવનનું સૌથી મોટું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. તેના પતિની હત્યાના ગુનેગારોને સજા મળી છે. તેને લખ્યું છે કે, મેં મારું વાસ્તવિક લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે, મારા પતિના હત્યારાઓને સજા મળી ગઈ છે. હવે જો હું મરી જઈશ, તો પણ મને ગર્વ રહેશે.
અખિલેશ યાદવ પર ગંભીર આરોપ
પત્રના છેલ્લા ભાગમાં, તેમને ગંભીર આરોપ લગાવ્યો હતો અને લખ્યું હતું કે અખિલેશ યાદવે તેને અપમાનિત કર્યા પછી રસ્તાની વચ્ચે છોડી દીધી હતી. આના કારણે, સમાજવાદી પાર્ટીના ગુનાહિત સમર્થકોનું મનોબળ ઘણું વધી ગયું છે અને જેમ તેમના પતિની હત્યા કરવામાં આવી હતી, તેવી જ રીતે તેમની પણ હત્યા થઈ શકે છે.
પૂજા પાલે પત્રમાં કહ્યું છે કે, જો આવું થાય છે, તો હું સરકાર અને વહીવટીતંત્ર પાસેથી માંગ કરું છું કે સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવને મારી હત્યાના વાસ્તવિક ગુનેગાર ગણવામાં આવે.