Home Gujarat Vav Tharad Development Projects Modi Gujarat

વાવ-થરાદમાં વિકાસનો મહાઅધ્યાય : વડાપ્રધાન મોદીએ ₹19,806 કરોડના પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી

લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદીનો ફોટો
Published by: Chintan Chavda
Last Updated: Mar 31, 2026, 11:23 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત પર છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,921 કરોડના તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના ₹8886 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

ભારત સરકારના વિવિધ મંત્રાલયો હેઠળ ગુજરાતમાં ₹10,921 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક નિર્માણાધીન છે. 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાવડાના RE પાર્ક માટે ઊર્જા મંત્રાલય હેઠળના 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ (કુલ ₹3645 કરોડના ખર્ચે) કર્યું. આ પ્રોજેક્ટ્સ દ્વારા હજારો મેગાવોટ રિન્યુએબલ એનર્જીનું રાષ્ટ્રીય ગ્રીડ સાથે અસરકારક જોડાણ સુનિશ્ચિત કરવામાં આવશે, જેના કારણે હરિત ઊર્જાનો વ્યાપ વધશે અને ઊર્જા સુરક્ષા મજબૂત બનશે.

આ ઉપરાંત, ભારત સરકારના માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ ઇડર-બડોલી બાયપાસ ફોર લેન રોડ (₹705 કરોડના ખર્ચે) અને ધોળાવીરા-મૌવાણા-વોવા-સાંતલપુર સેક્શનનું (₹575 કરોડના ખર્ચે) ખાતમુહૂર્ત તેમજ અમદાવાદ-ધોલેરા પેકેજ 1 (₹1298 કરોડના ખર્ચે), પેકેજ 2 (₹1415 કરોડના ખર્ચે), પેકેજ 3 (₹1034 કરોડના ખર્ચે) અને પેકેજ 4નું (₹1358 કરોડના ખર્ચે) લોકાર્પણ કરાયું.

ભારત સરકારના રેલવે મંત્રાલયના ₹891 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન, ગાંધીધામ-આદિપુર વચ્ચે ક્વૉડ્રપલિંગ અને રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટના ભાગરૂપે કાનાલુસ-જામનગર ડબલિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેનને ખેડબ્રહ્મા ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી. આમ, કુલ મળીને આ ભારત સરકારના આ ત્રણ મંત્રાલયો હેઠળ ₹10,921 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ ₹5295.5 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

આગામી 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કુલ ₹8886 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમાં શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ ₹5295.5 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. શહેરી વિકાસ વિભાગના આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગર ખાતેના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે, જેમાં અમદાવાદ ખાતે ખારીકટ કેનાલનો વિકાસ, અમદાવાદ મહાનગરપાલિકાની BRTS અને AMTS બસ સર્વિસનું મોડર્નાઇઝેશન, હાલના સુભાષબ્રિજને તોડી નાંખીને નવા ફોર લેન બ્રિજનું કન્સ્ટ્રક્શન, આર્થિક રીતે પછાત વર્ગો (EWS) માટે રહેણાંક ઘરોનું નિર્માણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: PM મોદીએ કર્યું અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ : 109 કિમી લાંબો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે (NE-8) કાર્યરત, જાણો શું છે તેની ખાસિયતો

ગાંધીનગર ખાતે આર્થિક રીતે પછાત વર્ગો (EWS) માટે રહેણાંક ઘરોનું નિર્માણ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી અડાલજ TSPS સુધી ખુલ્લા ખોદકામ (લંબાઈ = 2420 મીટર) અને માઇક્રોટનલિંગ (લંબાઈ = 3180 મીટર) દ્વારા 1800 મીમી ગટર ટ્રંક નાખવી, પેથાપુર ખાતે 15 એમએલડી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન, રાંધેજા ખાતે 4 તળાવોનું ઇન્ટરલિંકિંગ અને સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું કામ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

શહેરી વિકાસ વિભાગ ઉપરાંત, ગુજરાત સરકારના જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન, આદિજાતિ વિકાસ તેમજ ગ્રામીણ વિકાસ વિભાગના પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વધુમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવશે, જેનાથી રાજ્યના ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કેન્દ્ર સરકારે કર્યા મોટા બ્યુરોક્રેટિક ફેરફારો
12 બોર, 4 ટાંકી છતાં 5 દિવસથી પાણી વગર તરસ્યું ગામ!
PM મોદીએ કર્યું અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો!
Play Video