Home International Vatican City No Hospital No Births For 97 Years

દુનિયાનો એક એવો દેશ, જ્યાં કોઈ હોસ્પિટલ જ નથી! : 97 વર્ષથી નથી ગૂંજ્યો બાળકનો કિલકિલાટ, શું છે કારણ?

Vatican City
Published by: Viral Patel
Last Updated: May 17, 2026, 02:00 AM IST

Vatican City: તમે અવારનવાર ઘર-પરિવારમાં સાંભળ્યું હશે કે બાળકો વિના ઘર સૂનું લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં કોઈ હોસ્પિટલ જ નથી? ચોંકશો નહીં, આ દેશમાં છેલ્લા 97 વર્ષથી કોઈ બાળકનો કિલકિલાટ પણ ગૂંજ્યો નથી.

જ્યારે તમારા ઘર કે પરિવારમાં કોઈ બીમાર પડે છે, ત્યારે તમે વિચારો છો કે ગમે તેમ કરીને તેમને જલ્દીથી હોસ્પિટલ પહોંચાડવામાં આવે. હોસ્પિટલ પહોંચ્યા પછી જ લોકોને રાહતનો શ્વાસ મળે છે. પણ જરા વિચારો, જો તમારા વિસ્તાર કે જિલ્લામાં કોઈ હોસ્પિટલ જ ન હોય, તો તમે સારવાર ક્યાં કરાવશો? આ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં કોઈ હોસ્પિટલ જ નથી. એટલું જ નહીં, અહીં છેલ્લા 97 વર્ષથી કોઈ બાળકનો જન્મ પણ નથી થયો. આવો જાણીએ આ અનોખા દેશ વિશે.

ટ્રમ્પે જિનપિંગનું કર્યું અપમાન! : ચીનમાંથી મળેલા તમામ ગિફ્ટ બેજિંગ, ફોન અને બેજ એરપોર્ટ પર કચરાના ડબામાં ફેંક્યા

નથી જન્મ્યું એક પણ બાળક

ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે એક તરફ જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને આટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે, લોકો ચંદ્ર પર જઈ રહ્યા છે, ત્યાં વળી કોઈ દેશમાં હોસ્પિટલ ન હોય એવું કેવી રીતે બને? પરંતુ આ વાત તદ્દન સાચી છે. આ દેશનું નામ છે વેટિકન સિટી. વેટિકન સિટી દુનિયાનો સૌથી નાનો દેશ છે અને આ દેશમાં આજ સુધી કોઈ બાળકનો જન્મ થયો નથી.

ગર્ભવતી મહિલાઓ જાય છે રોમ

આ દેશની સ્થાપના 11 ફેબ્રુઆરી 1929 ના રોજ થઈ હતી. વેટિકન સિટી માત્ર 118 એકરમાં ફેલાયેલો દેશ છે. અહીં મેટરનિટી વોર્ડ (પ્રસૂતિ ગૃહ) ન હોવાને કારણે બાળકોનો જન્મ થઈ શકતો નથી. આ જ કારણ છે કે 97 વર્ષથી અહીં કોઈ બાળક નથી જન્મ્યું. આવી સ્થિતિમાં, અહીં રહેતી ગર્ભવતી મહિલાઓ અથવા ગંભીર રીતે બીમાર લોકોને સારવાર માટે પાડોશી દેશ ઇટાલીના 'રોમ' શહેરમાં લઈ જવા પડે છે.

ISISના વૈશ્વિક નેટવર્કને ભારે ફટકો! : ટ્રમ્પના આદેશે આફ્રિકામાં ટોચનો આતંકી ઢેર!

અહીં કેટલા લોકો રહે છે?

જો કે, આ દેશમાં હોસ્પિટલ બનાવવા માટે ઘણી વખત વિનંતીઓ કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી હોસ્પિટલ બની શકી નથી. આ દેશ રોમ શહેરની બિલકુલ વચ્ચે આવેલો છે. અહીં આશરે 800 થી 900 લોકો જ રહે છે.

એક રસપ્રદ ફેક્ટ

વેટિકન સિટીમાં દુનિયાનું સૌથી નાનું રેલ્વે સ્ટેશન, 'સિટ્ટા વેટિકનો સ્ટેશન' (Citta Vaticano સ્ટેશન) પણ આવેલું છે. આ સ્ટેશન વર્ષ 1933માં પોપ પાયસ XI ના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેશનમાં માત્ર બે જ ટ્રેક છે, જેમાંથી દરેકની લંબાઈ 300 મીટર છે. દુનિયાભરના તમામ કેથોલિક ચર્ચ અને કેથોલિક ખ્રિસ્તીઓ આ દેશને પોતાના ધર્મનું મૂળ માને છે.

ઈરાન પર ફરી ત્રાટકશે અમેરિકા? : ચીન પ્રવાસ બાદ ટ્રમ્પનો ‘ઓપરેશન એપિક ફ્યુરી 2.0’ નો માસ્ટર પ્લાન લીક, , ઇઝરાયેલ સાથે મળી કરશે હુમલો


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now