Home International 17 May History World Telecom Day Hypertension Day Gujarati

આજે 17 મે : વિશ્વ હાઇપરટેન્શન દિવસ, જાણો આજના દિવસની મહત્વની ઘટનાઓ

17 May history, World Telecom Day, World Hypertension Day
Published by: Vishal Dave
Last Updated: May 17, 2026, 02:30 AM IST

વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી અને હેલ્થ સેક્ટરમાં આજના દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ છે. દર વર્ષે 17 મેના રોજ આખી દુનિયામાં બે મહત્વપૂર્ણ દિવસોની ઉજવણી કરવામાં આવે છે, જેમાં 'વર્લ્ડ ટેલિકોમ ડે' અને 'વિશ્વ હાઇપરટેન્શન દિવસ' સામેલ છે. વર્તમાન સમયમાં ડિજિટલ ક્રાંતિ અને બદલાતી લાઇફસ્ટાઇલના કારણે આ બંને વિષયો માનવ જીવન સાથે સીધા જોડાયેલા છે.

વિશ્વ ટેલિકોમ દિવસ: પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં વ્યાપક પરિવર્તન

ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં થયેલી ક્રાંતિના પ્રતિક રૂપે દર વર્ષે 17 મેના રોજ વિશ્વ ટેલિકોમ દિવસ ઉજવવામાં આવે છે. આધુનિક યુગમાં સ્માર્ટફોન, મોબાઇલ નેટવર્ક અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત બની ગયા છે. આ સુવિધાઓ વિના હવે રોજિંદા જીવનની કલ્પના કરવી પણ અશક્ય જેવી લાગે છે.

એક જમાનામાં જ્યાં દૂર વસતા સગા-સંબંધીઓ સાથે સંપર્ક કરવા માટે દિવસો સુધી રાહ જોવી પડતી હતી, ત્યાં આજે સોશિયલ મીડિયા અને મોબાઇલ કનેક્ટિવિટીના કારણે સેકન્ડોમાં વાતચીત અને વિડીયો કોલ શક્ય બન્યા છે. આ આધુનિક ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિના જોરે જ ઇન્ડિયા જેવા વિકાસશીલ દેશો આજે વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવી રહ્યા છે.

વિશ્વ હાઇપરટેન્શન દિવસ: સાઇલેન્ટ કિલર સમાન બીમારી યુવાઓને પણ લઈ રહી છે ભરડામાં

આજે વિશ્વ હાઇપરટેન્શન દિવસ પણ છે. સામાન્ય ભાષામાં હાઇપરટેન્શનને હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure) તરીકે ઓળખવામાં આવે છે. આજના સમયમાં આ રોગ એક સામાન્ય પરંતુ અત્યંત ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની ચૂક્યો છે. ચિંતાજનક બાબત એ છે કે હવે માત્ર મોટી ઉંમરના લોકો જ નહીં, પરંતુ ખરાબ જીવનશૈલી અને માનસિક તણાવના કારણે આ બીમારી યુવાનોને પણ પોતાની લપેટમાં લઈ રહી છે.

મેડિકલ સાયન્સ અનુસાર, આપણા શરીરમાં લોહી નસો દ્વારા સતત વહે છે, જેનાથી ઓક્સિજન, ગ્લુકોઝ અને જરૂરી વિટામિન્સ શરીરના તમામ અંગો સુધી પહોંચે છે. બ્ડ પ્રેશર એ નસોની દિવાલો પર રક્ત દ્વારા લાગતું આંતરિક દબાણ છે. તબીબી માર્ગદર્શિકા અને સલાહ મુજબ, શરીરમાં 130/80 mmHg થી ઉપરનું બ્લડ પ્રેશર હાઇપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરની કેટેગરીમાં ગણવામાં આવે છે. આ લક્ષણો દેખાતા જ યોગ્ય સારવાર અને નિયમિત કસરત અત્યંત અનિવાર્ય બની જાય છે.

ઇતિહાસની તવારીખમાં 17 મેના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1769: ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના સમૃદ્ધ કાપડ ઉદ્યોગ અને અર્થતંત્રને તોડવા માટે સ્થાનિક વણકરો પર અનેક કડક નિયંત્રણો લાદ્યા હતા.

  • 1975: જાપાનના મહિલા પર્વતારોહક જુન્કો તૈબેઇ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાણ કરનાર વિશ્વના પ્રથમ મહિલા બન્યા હતા.

  • 1987: ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજ ઓપનર સુનીલ ગાવસ્કરે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી સત્તાવાર નિવૃત્તિ જાહેર કરી હતી.

  • 2000: રશિયાની સંસદના ઉપલા ગૃહે ગ્લોબલ પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિને પોતાની મંજૂરી આપી હતી.

  • 2002: પાકિસ્તાનમાં એક સર્ચ ઓપરેશન દરમિયાન અપહૃત અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લનો મૃતદેહ મળી આવ્યો હતો.

  • 2007: ભારત અને પાકિસ્તાન વચ્ચે પરસ્પર સંબંધો સુધારવા માટે એકંદર વાટાઘાટોનો ચોથો મહત્વપૂર્ણ રાઉન્ડ રાવલપિંડીમાં શરૂ થયો હતો.

  • 2008: બિહારના તત્કાલીન પરિવહન મંત્રી રામાનંદ પ્રતાપ સિંહે નીતિશ કુમાર કેબિનેટમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ જ દિવસે તાલિબાન સંગઠને પાકિસ્તાનના બંધક બનાવાયેલા રાજદૂત તારિક અઝીઝુદ્દીનને મુક્ત કર્યા હતા.

  • 2010: કોમનવેલ્થ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરતા તમામ 6 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં વિજેન્દર સિંહ, દિનેશ કુમાર, પરમજીત સમોતા, અમનદીપ, સુરંજય અને જય ભગવાને પોતપોતાની ફાઇનલ બાઉટ જીતી હતી. આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયાએ 36 પોઇન્ટ સાથે ટીમ ચેમ્પિયનશિપ પણ જીતી હતી.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • 1749: ગ્લોબલ મેડિકલ સાયન્સમાં ક્રાંતિ લાવનાર પ્રખ્યાત ડૉક્ટર અને શીતળા (Smallpox) ની રસીના શોધક એડવર્ડ જેનરનો જન્મ થયો હતો.

  • 1897: હિન્દી અને બ્રજભાષાના અગ્રણી કવિ તેમજ જાણીતા લેખક ધીરેન્દ્ર વર્માનો જન્મ.

  • 1953: હિન્દી સિનેમા જગતની જાણીતી અભિનેત્રી પ્રીતિ ગાંગુલીનો જન્મ થયો હતો.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • 1972: પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત દેશના પ્રખ્યાત ભારતીય શિલ્પકાર રઘુનાથ કૃષ્ણ ફડકેનું અવસાન થયું હતું.

  • 2014: હોસ્પિટાલિટી સેક્ટરમાં મોટું નામ ધરાવતા ભારતના પ્રખ્યાત હોટેલ ઉદ્યોગપતિ અને 'હોટેલ લીલા ગ્રુપ' ના સ્થાપક સી.પી. કૃષ્ણન નાયરનું નિધન થયું હતું.

  • 2021: દેશના જાણીતા ચિકિત્સક, પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અને પદ્મશ્રી વિજેતા ડૉ. કે.કે. અગ્રવાલનું અવસાન થયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now