Home International Why Paper Leaks Are Rare In Us China Uk And How Their Exam Systems Work Neet Ug Lessons

અમેરિકા, ચીન કે બ્રિટનમાં કેમ નથી થતા પેપર લીક? : જાણો ત્યાંની સુપર પાવર ડિજિટલ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે

NEET paper leak
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: May 17, 2026, 03:00 AM IST

NEET paper leak: ભારતમાં તાજેતરમાં યોજાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG (નીટ) રદ થવાની ઘટના અને પેપર લીકના કૌભાંડે સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. આ વિવાદે દેશની સર્વોચ્ચ પ્રવેશ પરીક્ષા પ્રણાલીની મોટી ખામીઓ, નબળી સુરક્ષા વ્યવસ્થા અને જૂની પુરાણી પદ્ધતિઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયા બાદ હવે વૈશ્વિક સ્તરે લેવાતી અન્ય વિકસિત દેશોની પરીક્ષા પદ્ધતિઓ ભારે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સવાલ એ થાય છે કે જે દેશોની વસ્તી ભારત જેટલી જ છે અથવા તો જ્યાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય છે, ત્યાં પેપર લીક થવાની ઘટનાઓ કેમ ‘દુર્લભ’ કે અશક્ય છે?

અમેરિકા, ચીન અને બ્રિટન જેવા દેશો પણ દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને અન્ય ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરે છે, પરંતુ ત્યાંની સુરક્ષા અભેદ્ય હોય છે. આ દેશોએ એવી મજબૂત અને હાઈટેક સિસ્ટમ વિકસાવી છે જેમાં પેપર લીક થવાની સંભાવના શૂન્ય ટકા થઈ જાય છે. આ વૈશ્વિક મહાસત્તાઓ પરીક્ષા લેવા માટે ભારતીય પદ્ધતિની જેમ કોઈ હંગામી સ્કૂલ કે સરકારી ઈમારતોને કેન્દ્ર બનાવવાના બદલે અત્યંત સુરક્ષિત અને કાયમી કમ્પ્યુટર આધારિત પરીક્ષા કેન્દ્રો (Dedicated Test Centers) નો ઉપયોગ કરે છે. ચાલો સમજીએ કે આ દેશોની સિસ્ટમ ભારત કરતાં કેટલી અલગ અને એડવાન્સ છે.

પરંપરાગત પેપર અને કમ્પ્યુટર પરીક્ષા વચ્ચેનો મોટો તફાવત

ભારતમાં ૨૩ લાખથી વધુ ઉમેદવારો માટે એક જ દિવસે, એક જ સમયે આખા દેશમાં પેપર-પેન આધારિત ‘ઓફલાઇન’ નીટ પરીક્ષા લેવાય છે. નિષ્ણાતોના મતે, આ જ પદ્ધતિ સૌથી મોટી નબળાઈ છે. એક જ પ્રશ્નપત્ર હોવાના કારણે લાખો નકલો છાપવી, તેને ટ્રકો દ્વારા દેશભરના હજારો કેન્દ્રો સુધી પહોંચાડવી, બેંકોના લોકરમાં સુરક્ષિત રાખવી અને પરીક્ષાના દિવસે વિતરણ કરવું - આ તમામ તબક્કાઓ લીક અને ગેરરીતિ માટે સૌથી વધુ સંવેદનશીલ છે. કોઈપણ એક જગ્યાએ ચૂક થાય એટલે આખું પેપર લીક થઈ જાય છે. જ્યારે આનાથી તદ્દન વિપરીત, અમેરિકા અને બ્રિટન જેવા દેશો મેડિકલ પ્રવેશ માટે સંપૂર્ણપણે મલ્ટિપલ શિફ્ટ અને કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ પર જ નિર્ભર છે.

ટ્રમ્પે જિનપિંગનું કર્યું અપમાન!: ચીનમાંથી મળેલા તમામ ગિફ્ટ બેજિંગ, ફોન અને બેજ એરપોર્ટ પર કચરાના ડબામાં ફેંક્યા

ચીનની 'ગાઓકાઓ' (Gaokao) પરીક્ષા: આર્મી જેવી કડક સુરક્ષા

ચીનની ‘ગાઓકાઓ’ પરીક્ષા વિશ્વની સૌથી અઘરી અને મોટી પરીક્ષાઓમાંની એક ગણાય છે, જેમાં કરોડો વિદ્યાર્થીઓ ભાગ લે છે. આ પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થા કોઈ મિલિટરી ઓપરેશન જેવી હોય છે.

  • પરીક્ષા કેન્દ્રો પર હાઈ-રેઝોલ્યુશન સર્વેલન્સ ફેસ-રેકગ્નિશન કેમેરા હોય છે.

  • ઉમેદવારોના બાયોમેટ્રિક વેરિફિકેશન થાય છે.

  • વાયરલેસ ઉપકરણો બ્લોક કરવા માટે હાઈ-પાવર સિગ્નલ જામર મૂકવામાં આવે છે.

  • પ્રશ્નપત્રો છાપવા માટે ગોપનીય મિલિટરી જેવી હાઈ-સિક્યોરિટી ફેસિલિટીઝનો ઉપયોગ થાય છે. ચીનમાં વ્યક્તિગત સ્તરે ક્લાસરૂમમાં નકલની નાની-મોટી ઘટનાઓ ભલે બને, પરંતુ ત્યાં આખી સિસ્ટમ તોડીને મોટા પાયે પેપર લીક થવું અશક્ય છે.

અમેરિકાની 'MCAT' પદ્ધતિ: દરેક વિદ્યાર્થી પાસે હોય છે અલગ પેપર

અમેરિકામાં મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે MCAT (Medical College Admission Test) લેવાય છે. અહીં ભારતીય સિસ્ટમ કરતાં તદ્દન અલગ ફોર્મ્યુલા છે. અમેરિકામાં આખા વર્ષ દરમિયાન જુદી જુદી બહુવિધ (Multiple) તારીખો પર ખાસ તૈયાર કરાયેલા ડિજિટલ કેન્દ્રો પર પરીક્ષા લેવાય છે. સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં તમામ ઉમેદવારોને એક સરખું પ્રશ્નપત્ર આપવામાં આવતું જ નથી! સેન્ટ્રલ સોફ્ટવેર દ્વારા એક વિશાળ પ્રશ્ન બેન્ક (Question Bank) માંથી અલ્ગોરિધમની મદદથી રીઅલ-ટાઇમમાં અલગ-અલગ પ્રકારના ક્વેશ્ચન સેટ તૈયાર કરાય છે. દરેક વિદ્યાર્થીના કમ્પ્યુટર સ્ક્રીન પર અલગ સેટ આવવાના કારણે પેપર લીક કરવાનો કોઈ અર્થ જ રહેતો નથી.

ISISના વૈશ્વિક નેટવર્કને ભારે ફટકો!: ટ્રમ્પના આદેશે આફ્રિકામાં ટોચનો આતંકી ઢેર!

બ્રિટનની 'UCAT' સિસ્ટમ: ઓનલાઇન મોનિટરિંગ અને પોતાની મરજીનો ટાઈમ સ્લોટ

બ્રિટનમાં પણ અમેરિકા જેવી જ આધુનિક અને સેન્ટ્રલાઈઝ્ડ પરીક્ષા પ્રણાલી અમલમાં છે, જેને યુનિવર્સિટી ક્લિનિકલ એપ્ટિટ્યુડ ટેસ્ટ (UCAT) તરીકે ઓળખવામાં આવે છે. આ પરીક્ષાઓ કોઈ એક ચોક્કસ દિવસે વન-શૉટમાં નથી લેવાતી, પરંતુ કેટલાય દિવસો કે અઠવાડિયા સુધી ઓનલાઇન માધ્યમથી ચાલે છે. આ સિસ્ટમમાં ઉમેદવારો સખત ઓનલાઇન મોનિટરિંગ અને એન્ક્રિપ્ટેડ સિક્યોર સોફ્ટવેરથી સજ્જ અધિકૃત કેન્દ્રો પર જઈને, પોતાની તૈયારી અને અનુકૂળતા મુજબનો દિવસ અને ટાઈમ સ્લોટ જાતે પસંદ કરી શકે છે.

ઈરાન પર ફરી ત્રાટકશે અમેરિકા?: ચીન પ્રવાસ બાદ ટ્રમ્પનો ‘ઓપરેશન એપિક ફ્યુરી 2.0’ નો માસ્ટર પ્લાન લીક, , ઇઝરાયેલ સાથે મળી કરશે હુમલો

ભારતમાં ડિજિટલ માળખાનો અભાવ અને સૌથી મોટા પડકારો

ક્યાં અટકે છે ભારત? ગ્લોબલ સિસ્ટમ અદ્ભુત છે, પરંતુ ભારતમાં નીટ પરીક્ષાને તાત્કાલિક ઓનલાઇન કે કમ્પ્યુટર આધારિત કરવી એટલી સરળ નથી. ભારતમાં દર વર્ષે ૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. આટલી મોટી સંખ્યા માટે એક જ સમયે અત્યંત સુરક્ષિત અને હાઈટેક કમ્પ્યુટર લેબની સુવિધાઓ દેશમાં ઉપલબ્ધ નથી. ખાસ કરીને ભારતના ગ્રામીણ વિસ્તારો, અંતરિયાળ ગામડાઓ અને નાના શહેરોમાં આ પ્રકારનું આધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું એ સરકાર માટે આર્થિક અને વહીવટી રીતે બહુ મોટો પડકાર છે. આ ઉપરાંત દેશના કેટલાય પછાત વિસ્તારોમાં નબળી ઇન્ટરનેટ કનેક્ટિવિટી, હજુ પણ થતી વીજળી ગુલની સમસ્યા અને સ્થાનિક સ્તરે અપૂરતી ટેકનિકલ સહાય (Technical Support) જેવી ખામીઓ ઓનલાઇન પરીક્ષા પદ્ધતિ સંપૂર્ણપણે લાગુ કરવામાં સૌથી મોટો અવરોધ બની રહી છે. જો કે, પેપર લીકના કલંકથી બચવા માટે ભારતે પણ હવે મોડે-વહેલે આ આંતરરાષ્ટ્રીય ડિજિટલ મોડલ તરફ વળવું જ પડશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now