Home International Canada Indian Students No Show Report Truth

કેનેડામાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓ ગાયબ : કોલેજોના 'નો શો' રિપોર્ટ અને કેનેડા સરકારના કડક નિયમો પાછળની ચોંકાવનારી વાસ્તવિકતા

20,000 Indian students disappeared in Canada
Published by: Vaishnavi Pathak
Last Updated: May 17, 2026, 03:40 AM IST

કેનેડામાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓ ગાયબ થવાનું અસલી સત્ય શું છે?

કેનેડા ભણવા ગયેલા અંદાજે 20,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અચાનક 'નો શો' (હાજર ન થવું) નોંધાયા હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. દર વર્ષે કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓમાં સામાન્ય રીતે 15% હિસ્સો ગુજરાતીઓનો હોય છે, તેથી આ આંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક છે. પરંતુ શું આ વિદ્યાર્થીઓ ખરેખર ક્યાંક ગાયબ થઈ ગયા છે? વિઝા કન્સલ્ટન્ટ મૌલિક રાવલે આ સરકારી આંકડા પાછળનું એક તદ્દન અલગ જ સત્ય જાહેર કર્યું છે.

કેનેડા સરકારનો રિપોર્ટ શું કહે છે?

ઇમિગ્રેશન, રેફ્યૂજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, March-April 2024માં કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અંદાજે 50,000 જેટલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ 'નો શો' તરીકે નોંધાયા હતા. આ યાદીમાં લગભગ 20,000 જેટલા વિદ્યાર્થીઓ ભારતીય હતા, જેઓ કેનેડા પહોંચ્યા પછી પોતાની કોલેજ કે યુનિવર્સિટીમાં ભણવા માટે ગયા જ નહોતો.

વિદ્યાર્થીઓ ગાયબ નથી થયા, પણ સંસ્થાઓમાં હાજર નથી થયા

વિઝા એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, 'નો શો' થવું અને ગાયબ થઈ જવું એ બંને બાબતોમાં મોટો તફાવત છે. આ વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં એનરોલ નથી થયા અથવા ત્યાં હાજરી નથી આપી, પરંતુ તેઓ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના ચોપડે ગેરકાયદેસર રીતે લાપતા નથી થયા.

આ વિદ્યાર્થીઓ અલગ-અલગ જગ્યાએ હોઈ શકે છે જેમ કે:

  • ભારત પરત ફર્યા હોય: કેનેડામાં એ સમયે જોબ ક્રાઇસિસ (રોજગારીની તંગી) હોવાને કારણે ખર્ચ ન નીકળતા કેટલાક વિદ્યાર્થીઓ ભારત પાછા આવી ગયા હોય.

  • વર્ક પરમિટ કે PR મેળવી લીધું હોય: ઘણા વિદ્યાર્થીઓ લીગલ લૂપહોલ્સનો ઉપયોગ કરીને સીધા વર્ક પરમિટ કે PR પાથવે પર શિફ્ટ થઈ ગયા હોય.

  • અમેરિકા માઇગ્રેટ થયા હોય: કેટલાક વિદ્યાર્થીઓ કેનેડાથી અમેરિકા જતા રહ્યા હોવાની પણ શક્યતા છે.

  • ગેરકાયદેસર કામ: અમુક વિદ્યાર્થીઓ કોલેજ છોડીને ગેરકાયદેસર રીતે માત્ર કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય.

લાલબત્તી સમાન કિસ્સો: આ સ્થિતિ એ તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ચેતવણી સમાન છે, જેઓ કોઈ પણ યોગ્ય પ્લાનિંગ વગર કે શોર્ટકટ અપનાવીને વિદેશ જવા માંગે છે. ખોટા કન્સલ્ટન્ટ્સના ચક્કરમાં આવ્યા વગર નિયમો સમજીને જ આગળ વધવું હિતાવહ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now