Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમના સીધા આદેશ પર યુએસ અને નાઇજિરિયન સેનાએ સંયુક્ત ઓપરેશનમાં ISISના વૈશ્વિક સ્તરે બીજા ક્રમના કમાન્ડર અબુ-બિલાલ અલ-મિનુકીને મારી નાખ્યો છે. આ કાર્યવાહી આફ્રિકામાં હાથ ધરવામાં આવી હતી.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતાં કહ્યું, “આજે રાત્રે મારા નિર્દેશ પર અમેરિકન સેના અને નાઇજિરિયાની સશસ્ત્ર દળોએ અત્યંત જટિલ અને સુપરિયોજિત મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું. વિશ્વના સૌથી સક્રિય આતંકવાદીને યુદ્ધભૂમિમાંથી દૂર કરવામાં આવ્યો છે.”
ટ્રમ્પના મુખ્ય વિધાનો: અલ-મિનુકી ISISનો વૈશ્વિક બીજા ક્રમનો કમાન્ડર હતો અને આફ્રિકામાં છુપાઈને આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતો હતો.
તે અમેરિકનોને નિશાન બનાવવા અને આફ્રિકામાં આતંકવાદ ફેલાવવાના કાવતરામાં સામેલ હતો.
યુએસ ગુપ્તચર એજન્સીઓ તેના ઠેકાણા અને પ્રવૃત્તિઓ વિશે સતત માહિતી ધરાવતી હતી.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, “અબુ-બિલાલ અલ-મિનુકીને લાગતું હતું કે તે આફ્રિકામાં છુપાઈ શકશે, પરંતુ તેને ખબર ન હતી કે અમારી પાસે તેની દરેક હિલચાલની માહિતી હતી.” તેમણે અલ-મિનુકીની હત્યાને ISISના વૈશ્વિક નેટવર્ક માટે મોટો ઝટકો ગણાવ્યો છે.
ઈરાન પર ફરી ત્રાટકશે અમેરિકા?: ચીન પ્રવાસ બાદ ટ્રમ્પનો ‘ઓપરેશન એપિક ફ્યુરી 2.0’ નો માસ્ટર પ્લાન લીક, , ઇઝરાયેલ સાથે મળી કરશે હુમલો
નાઇજિરિયા સાથે સહયોગ
આ ઓપરેશન લાંબા સમયથી આયોજિત હતું અને તેમાં યુએસ વિશેષ દળો તેમજ નાઇજિરિયન સુરક્ષા દળોનો સંપૂર્ણ સહયોગ હતો. ટ્રમ્પે નાઇજિરિયન સરકારનો આભાર માન્યો છે.
તાજેતરના વર્ષોમાં આફ્રિકાના વિવિધ વિસ્તારોમાં ISIS અને તેના સંલગ્ન જૂથોની પ્રવૃત્તિઓ વધી છે, જેના કારણે અમેરિકા અને આફ્રિકન દેશો વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગ વધારો છે. આ સફળ કાર્યવાહીથી ISISની આફ્રિકા તેમજ વૈશ્વિક કાર્યક્ષમતા પર નોંધપાત્ર અસર પડવાની ધારણા છે.





