Home Sports Vaibhav Suryavanshi Fastest List A Fifty 11 Ball Record India A

'વધુ વિચારીશ નહીં...' : કોચ કાનિટકરની આ સલાહે વૈભવને બનાવ્યો ફાઇનલનો હીરો

Vaibhav Sooryavanshi
Image Credit: Instagram
Published by: Aryan Shah
Last Updated: Jun 22, 2026, 10:00 AM IST

Vaibhav Sooryavanshi : શ્રીલંકાની ગરમ બપોરે જ્યારે ભારત-A અને શ્રીલંકા-A વચ્ચે ટ્રાય સિરીઝની ફાઇનલ મેચ શરૂ થઈ, ત્યારે 15 વર્ષના યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર ઘણું મોટું દબાણ હતું. ટૂર્નામેન્ટની છેલ્લી 4 મેચોમાં તેણે 14, 44, 21 અને 38 રન કરીને કુલ 117 રન બનાવ્યા હતા. તેનો આક્રમક અંદાજ તો દેખાતો હતો, પણ મોટી ઇનિંગ્સ ગાયબ હતી. આખી દુનિયા તેની પાસેથી IPL જેવા જ ચમત્કારની આશા રાખતી હતી. આવા મુશ્કેલ સમયે ફાઇનલ મેચ પહેલાં કોચ હૃષિકેશ કાનિટકરે તેને એક એવી સલાહ આપી જે તેના માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ.

કોચના 4 શબ્દોની જાદુઈ અસર

ફાઇનલ મેચ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમના કોચ હૃષિકેશ કાનિટકરે વૈભવને પોતાની પાસે બોલાવ્યો. તેમણે કોઈ લાંબું પ્રવચન ન આપ્યું કે કોઈ ટેકનિકલ સલાહ પણ ન આપી. તેમણે માત્ર 4 શબ્દોનું એક જ વાક્ય કહ્યું, "તું તારી નેચરલ ગેમ રમ... વધુ પડતો વિચારીશ નહીં." ક્રિકેટમાં ક્યારેક આવી સરળ સલાહ જ ખેલાડીના મનમાંથી બધું દબાણ હટાવી દે છે. કોચના આ શબ્દો વૈભવના દિલમાં ઉતરી ગયા અને તેણે મેદાન પર જઈને ધમાકો કરી દીધો.

આ પણ ખાસ વાંચો : "હવે બધું પૂરું થઈ ગયું" : વિરાટ કોહલીએ પોતાના ભવિષ્ય અંગે કર્યો સૌથી મોટો ખુલાસો

મેદાન પર રનનું ભયાનક તોફાન

કોચની સલાહ પછી મેદાન પર ઉતરેલા વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાના બોલરો પર જોરદાર હુમલો કર્યો. તેણે માત્ર 29 બોલમાં 94 રનની વિસ્ફોટક ઇનિંગ રમી નાખી. આ ઇનિંગમાં તેણે 10 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન વૈભવનો સ્ટ્રાઇક રેટ 324થી પણ વધુનો રહ્યો હતો. શ્રીલંકાના બોલરો સતત પોતાની લાઇન, લેન્થ અને પ્લાન બદલતા રહ્યા, પણ વૈભવને રોકવો અશક્ય બની ગયો હતો અને આખી મેચ એકતરફી થઈ ગઈ હતી.

આ પણ ખાસ વાંચો : 'હું ઘણી 50 ઓવરની મેચ રમી ચૂક્યો છું' : પ્લેયર ઓફ ધ મેચ બનીને વૈભવે હસતાં હસતાં ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટીનો વર્લ્ડ રેકોર્ડ

આ મેચમાં વૈભવ સૂર્યવંશી ભલે પોતાની સદીથી માત્ર 6 રન દૂર રહી ગયો, પણ તેણે એક એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો જે વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. વૈભવે માત્ર 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને લિસ્ટ-A ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. આ પહેલાં આ રેકોર્ડ શ્રીલંકાના કૌશલ્યા વીરારત્નેના નામે હતો, જેમણે 12 બોલમાં અડધી સદી કરી હતી. રસપ્રદ વાત એ છે કે જ્યારે આ જૂનો રેકોર્ડ બન્યો હતો ત્યારે વૈભવનો જન્મ પણ નહોતો થયો.

આ પણ ખાસ વાંચો : ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની ODI ટીમ જાહેર : ગિલ કેપ્ટન, અય્યર વાઇસ કેપ્ટન; વિરાટ-રોહિતને ફરી તક, જાણો પંડ્યાનું શું થયું

શ્રીલંકાની પિચનો પડકાર અને વૈભવની સમજ

મેચ પૂરી થયા પછી વૈભવે મીડિયા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે, શરૂઆતની મેચોમાં તે પિચ અને પરિસ્થિતિઓ વિશે વધુ પડતું વિચારી કરી રહ્યો હતો. શ્રીલંકાની પિચો ધીમી અને સ્પિનરોને મદદ કરનારી હતી, જે IPL જેવી નહોતી. 50 ઓવરના ક્રિકેટમાં ધીરજ અને સમજદારી જરૂરી હોય છે, પરંતુ આ સમજણ મેળવવાના ચક્કરમાં તે પોતાની કુદરતી ગેમથી દૂર થઈ રહ્યો હતો. જ્યારે રન નહોતા બનતા ત્યારે કોચની સલાહે જ તેને મુક્તપણે રમવાની આઝાદી આપી.

આલોચકોને બેટથી આપ્યો જડબાતોડ જવાબ

ટૂર્નામેન્ટની શરૂઆતની મેચોમાં વૈભવ દબાણમાં હોય તેવું લાગતું હતું. શ્રીલંકા-Aના ખેલાડીઓ સાથે મેદાન પર થયેલી બોલાચાલીને કારણે તેનો આક્રમક સ્વભાવ પણ ચર્ચામાં આવ્યો હતો. લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા કે શું આટલી નાની ઉંમરે મળેલી લોકપ્રિયતા તેના પર હાવી થઈ રહી છે? પરંતુ વૈભવે ફાઇનલમાં પોતાના બેટથી તમામ સવાલોના જવાબ આપી દીધા. તેની સૌથી મોટી તાકાત એ છે કે તે મુશ્કેલ સમયમાં પણ પોતાની રમત પર ભરોસો રાખે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now