FIFA World Cup 2026 : ફૂટબોલની દુનિયામાં ઘણીવાર એવા અદભુત સંયોગો બને છે જેને જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવો જ એક ઐતિહાસિક સંયોગ લિયોનેલ મેસ્સી અને સ્પેનના યુવા સ્ટાર લેમિન યમાલ વચ્ચે FIFA World Cup 2026માં જોવા મળ્યો છે. વર્ષો પહેલા જે માસૂમ બાળકને મેસ્સીએ પોતાના ખોળામાં રમાડ્યો હતો, તે જ બાળકે હવે વર્લ્ડ કપમાં પોતાનો પહેલો ગોલ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ ગોલની સાથે જ મેસ્સી અને યમાલ વચ્ચેનું ખૂબ જ ખાસ કનેક્શન સામે આવ્યું છે.
17 વર્ષ જૂની એ યાદગાર તસવીર
લિયોનેલ મેસ્સીએ વર્ષ 2006માં પોતાનો પહેલો ફીફા વર્લ્ડ કપ રમ્યો હતો. તે સમયે 18 વર્ષના મેસ્સી ફૂટબોલની દુનિયાના ઉભરતા સ્ટાર તરીકે ઓળખાતા હતા. તેના એક વર્ષ બાદ એટલે કે વર્ષ 2007માં મેસ્સીએ UNICEFના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમનો એક 6 મહિનાના બાળક સાથે ફોટોશૂટ કરવામાં આવ્યો હતો. આ નાનો બાળક બીજું કોઈ નહીં પણ લેમિન યમાલ હતો. તે સમયે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ બાળક મોટો થઈને ફૂટબોલ જગતનો નવો સુપરસ્ટાર બનશે. આ તસવીર લગભગ 17 વર્ષ સુધી દુનિયાની નજરોથી દૂર રહી. આ લાંબા સમયગાળા દરમિયાન, યમાલ મોટો થતો ગયો અને બાર્સેલોનાની પ્રખ્યાત એકેડેમીમાં પોતાની ફૂટબોલની કુશળતાને નિખારતો રહ્યો.
આ પણ ખાસ વાંચો : 'વધુ વિચારીશ નહીં...' : કોચ કાનિટકરની આ સલાહે વૈભવને બનાવ્યો ફાઇનલનો હીરો
મેસ્સીની છેલ્લી સફર અને યમાલની શરૂઆત
લેમિન યમાલે માત્ર 16 વર્ષની નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ડેબ્યુ કર્યું હતું. તેણે સ્પેનને EURO 2024નો ખિતાબ જીતાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2024માં જ્યારે મેસ્સી અને યમાલનો એ જૂનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે તેને "The Beginning of Legends" નામ આપવામાં આવ્યું હતું. હવે વર્ષ 2026ના વર્લ્ડ કપમાં મેસ્સી સંભવતઃ પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યો છે, જ્યારે યમાલ પહેલીવાર આ મોટી ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. સાઉદી અરેબિયા સામેની મેચમાં યમાલે પોતાનો પહેલો વર્લ્ડ કપ ગોલ કર્યો હતો અને આ ગોલ સાથે જ બે અનોખા સંયોગો સર્જાયા હતા.
આ પણ ખાસ વાંચો : FIFAમાં મોં ઢાંકવા બદલ પહેલી વાર અપાયું રેડ કાર્ડ : રેફરીના નિર્ણયથી ખેલાડીઓ પણ ચોંક્યા, સોશિયલ મીડિયા પર શરૂ થઈ ભારે ચર્ચા
પહેલો અદભુત સંયોગ - ઉંમરની સમાનતા
મેસ્સી અને યમાલના પહેલા વર્લ્ડ કપ ગોલ વચ્ચે પહેલો સંયોગ બંનેની ઉંમરનો છે. લિયોનેલ મેસ્સીએ પોતાનો પહેલો વર્લ્ડ કપ ગોલ 18 વર્ષ અને 357 દિવસની ઉંમરે કર્યો હતો. જ્યારે લેમિન યમાલે સાઉદી અરેબિયા સામે 18 વર્ષ અને 343 દિવસની ઉંમરે ગોલ કર્યો છે. આનો અર્થ એ થયો કે યમાલ તેના આદર્શ મેસ્સી કરતાં માત્ર 14 દિવસ નાની ઉંમરે પોતાનો પહેલો વર્લ્ડ કપ ગોલ કરવામાં સફળ રહ્યો છે.
આ પણ ખાસ વાંચો :
બીજો અદભુત સંયોગ - જમણા પગનો જાદુ
આ બંને ખેલાડીઓ વચ્ચેનો બીજો સંયોગ સૌથી વધુ રસપ્રદ અને ચોંકાવનારો છે. લિયોનેલ મેસ્સી અને લેમિન યમાલ બંને મૂળભૂત રીતે ડાબા પગથી (Left-footed) રમવા માટે જાણીતા છે અને તેમના ડાબા પગનો જાદુ આખી દુનિયા જાણે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મેસ્સીએ પોતાનો પહેલો વર્લ્ડ કપ ગોલ જમણા પગથી કર્યો હતો. બરાબર તે જ રીતે લેમિન યમાલે પણ સાઉદી અરેબિયા સામે પોતાનો પહેલો વર્લ્ડ કપ ગોલ ડાબા પગને બદલે જમણા પગથી જ કર્યો છે. આ અનોખા સંયોગે ફૂટબોલ પ્રેમીઓને રોમાંચિત કરી દીધા છે.





