Home Sports Vaibhav Suryavanshi India A Tri Series Form Analysis

IPL માં બોલરોના છક્કા છોડાવનાર વૈભવ અચાનક કેમ થઈ રહ્યો છે ફ્લોપ? : સૂર્યવંશીની સૌથી મોટી ભૂલ આવી સામે

Vaibhav Suryavanshi
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 17, 2026, 09:53 AM IST

Vaibhav Suryavanshi : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) માં પોતાની ઘાતક બેટિંગથી બધાને ચોંકાવનાર વૈભવ સૂર્યવંશી અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. IPL માં શાનદાર પ્રદર્શનના આધારે તેને ઈન્ડિયા A ટીમમાં સ્થાન મળ્યું હતું, પરંતુ શ્રીલંકામાં ચાલી રહેલી ટ્રાય વનડે સિરીઝમાં તે અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નથી. શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A સામેની મેચોમાં તે જલદી આઉટ થઈ જતા ફેન્સ અને ક્રિકેટ વિવેચકો ચિંતામાં મુકાયા છે કે આખરે આ ખેલાડીને શું થઈ ગયું છે.

ત્રીજી મેચમાં સસ્તામાં આઉટ

શ્રીલંકામાં ચાલી રહેલી ટ્રાય વનડે સિરીઝના ત્રીજા મુકાબલામાં વૈભવ સૂર્યવંશી કંઈ ખાસ કમાલ ન કરી શક્યો અને માત્ર 21 રન બનાવીને જ આઉટ થઈ ગયો હતો. શ્રીલંકા A ના સ્પિનર સહાન અરાચ્ચિગેએ વૈભવ સૂર્યવંશીને વાનુજા સહાનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સહાનની ઓવરમાં સૂર્યવંશી ડ્રાઈવ રમવા માટે તૈયાર હતો, પરંતુ બોલ તેના બેટ પર બરાબર ન આવ્યો અને સીધો પોઈન્ટ તરફ ગયો અને તે કેચ આઉટ થઈ ગયો. વૈભવના આઉટ થવા પર ફેન્સ પણ ખૂબ નિરાશ થયા હતા. આ જ મેચમાં ભારે રોમાંચ બાદ સુપર ઓવર જોવા મળી હતી, જેમાં વૈભવે 3 બોલમાં 6 રન ફટકાર્યા હતા. આ મેચ દરમિયાન વૈભવ અને શ્રીલંકાના ખેલાડીઓ વચ્ચે થોડીક ઝગડો જોવા મળ્યો હતો.

માત્ર 4 વર્ષ પહેલાં શરૂ કરી હતી બાસ્કેટબોલની સફર: ભાવનગરના રોનાલ્ડોએ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

તમામ મેચોનું પ્રદર્શન

ઈન્ડિયા A ના આ પ્રવાસમાં વૈભવ પોતાના નામ પ્રમાણે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવામાં ફ્લોપ રહ્યો છે. પહેલી મેચમાં શ્રીલંકા A સામે સૂર્યવંશી 14 બોલમાં 12 રન બનાવીને મિડ-ઓફ પર કેચ આઉટ થઈ ગયો હતો. અફઘાનિસ્તાન A સામેની બીજી મેચમાં સૂર્યવંશીએ શાનદાર વાપસી કરતા 22 બોલમાં 44 રનની ઝડપી ઇનિંગ રમી હતી, પરંતુ તે અબ્દુલ્લા અહમદઝઈની શોર્ટ બોલ પર વિકેટકીપરના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ ત્રીજી મેચમાં 14 બોલમાં 21 રન કર્યા અને આજે અફઘાનિસ્તાન સામેની ચોથી મેચમાં પણ વૈભવે 28 બોલમાં 38 રનની ઇનિંગ રમી છે, જે તેની ક્ષમતા કરતાં ઓછી છે.

બેટ શાંત રહેવાના મુખ્ય કારણો

વૈભવનું બેટ શાંત રહેવા પાછળનું સૌથી મોટું કારણ ફોર્મેટની અનિશ્ચિતતા હોઈ શકે છે. તે T20 ફોર્મેટમાં જે રીતે આક્રમક બેટિંગ કરે છે એ જ તેની સ્વાભાવિક રમત છે, પરંતુ વનડેમાં તે વધુ પડતી સાવચેતી રાખવાની કોશિશમાં વિકેટ ગુમાવી રહ્યો છે. આ ઉપરાંત તેની અંદર ઓવર કોન્ફિડન્સ પણ એક કારણ હોઈ શકે છે, જેથી તે શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A ના બોલરોને કદાચ હલકામાં લઈ રહ્યો છે. હવે વિરોધી બોલરો તેના જૂના વીડિયો જોઈને વધુ સારી રણનીતિ અને તેની નબળાઈઓ પર વાર કરીને મેદાનમાં ઉતરી રહ્યા છે. વૈભવે પોતે સ્વીકાર્યું હતું કે તે મેચ પહેલા બોલરો વિરુદ્ધ હોમવર્ક નથી કરતો, જે સીનિયર ક્રિકેટમાં તેને ભારે પડી રહ્યું છે.

ધમાકેદાર હેટ્રિક! મેસ્સીએ ફિફા વર્લ્ડ કપમાં હચમચાવી દીધો ઇતિહાસ: 16 ગોલ સાથે તોડી નાખ્યા અનેક રેકોર્ડ! હવે સર્વોચ્ચ ગોલ સ્કોરર્સની યાદીમાં ટોચે

સચિનનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો

ખરાબ ફોર્મ છતાં 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટમાં ઝડપથી ઉભરી આવ્યો છે. તેને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે સીનિયર ભારતીય ટીમમાં પણ સામેલ કરી લેવામાં આવ્યો છે. 15 વર્ષ અને 71 દિવસની ઉંમરે સીનિયર ટીમમાં સ્થાન મેળવનાર તે ભારતનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો છે, જેમને 16 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા. સીનિયર સ્તરે ટકી રહેવા માટે વૈભવે હવે વિરોધી બોલરો સામે પોતાની રણનીતિ પર કામ કરવું પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now