Vaibhav Suryavanshi : ભારતીય ક્રિકેટમાં છેલ્લા થોડા સમયથી એક અજીબ અને ચર્ચાસ્પદ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કોઈપણ ક્રિકેટર માટે દેશનું પ્રતિનિધિત્વ કરવું અને ટીમની આગેવાની કરવી એ સૌથી મોટું ગૌરવ માનવામાં આવે છે. પરંતુ હવે એક એવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે કે જ્યાં ICC ટ્રોફી જીત્યા પછી પણ કેપ્ટન પોતાનું સ્થાન જાળવી શકતો નથી. ક્રિકેટ ચાહકો આ પરિસ્થિતિને ‘ICC ટ્રોફીનો અભિશાપ’ કહી રહ્યા છે. આ ચર્ચા હવે વધુ તેજ બની છે કારણ કે સૂર્યકુમાર યાદવ પર કેપ્ટનશીપ ગુમાવવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ઘટનાક્રમની શરૂઆત રોહિત શર્મા સાથે થઈ હોવાનું માનવામાં આવે છે. વર્ષ 2024 માં તેમની આગેવાની હેઠળ ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે જીત બાદ રોહિતે T20 ફોર્મેટમાંથી સંન્યાસ જાહેર કર્યો હતો, જેને સ્વૈચ્છિક નિર્ણય ગણવામાં આવ્યો. પરંતુ ત્યારબાદ 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી પણ તેમની પાસેથી ODI કેપ્ટનશીપ છીનવી લેવાઈ, જેને કારણે આ ચર્ચાએ વધુ વેગ મેળવ્યો.
રોહિત શર્માથી શરૂ થયેલો ટ્રેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ Board of Control for Cricket in India દ્વારા લેવામાં આવેલા નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી હતી. રોહિત શર્મા હજુ પણ એક્ટિવ ખેલાડી હોવા છતાં તેમની પાસેથી કેપ્ટનશીપ હટાવીને યુવા ખેલાડી શુભમન ગિલને જવાબદારી સોંપવામાં આવી. આ નિર્ણયને માત્ર પરિવર્તન તરીકે નહીં પરંતુ એક નવા ટ્રેન્ડ તરીકે જોવામાં આવ્યો. આ પછી હવે એ જ સ્થિતિ સૂર્યકુમાર યાદવ માટે ઉભી થઈ રહી છે. સૂર્યાએ T20 ફોર્મેટમાં ભારતને અનેક યાદગાર જીત અપાવી છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો અને સતત દ્વિપક્ષીય સિરીઝોમાં પણ પ્રભાવશાળી પરફોર્મન્સ કર્યું. તેમ છતાં, હવે તેમના ભવિષ્યને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
15 વર્ષના વૈભવ માટે બ્રોડકાસ્ટર્સે તોડી વર્ષો જૂની પરંપરા!: ઈન્ડિયા, અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે જામશે જબરદસ્ત જંગ
સૂર્યકુમાર યાદવ પર સંકટ કેમ?
સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપમાંથી હટાવવાના મુદ્દે સૌથી મોટું કારણ તેમનું હાલનું ખરાબ ફોર્મ માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને Indian Premier League 2026 દરમિયાન તેમનું પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું હતું. 13 મેચમાં માત્ર 270 રન બનાવવાથી તેમની ક્ષમતા પર સવાલ ઊભા થયા છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને સિલેક્શન કમિટીના અધ્યક્ષ અજિત અગરકર સહિત ટીમ મેનેજમેન્ટે લાંબી ચર્ચા બાદ આ નિર્ણય તરફ આગળ વધવાનું વિચારી રહ્યું હોવાનું રિપોર્ટ્સમાં જણાવાયું છે. ટીમ હવે લાંબા ગાળાની યોજના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ખાસ કરીને 2028 ના T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને.
સૂર્યાની સફર અને પડકાર
માર્ચ 2021 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૂર્યકુમાર યાદવે ટૂંકા સમયમાં જ પોતાની ઓળખ બનાવી હતી. તેમની અનોખી બેટિંગ સ્ટાઇલ અને મેદાનના દરેક ખૂણે શોટ રમવાની ક્ષમતાને કારણે તેમને ‘મિસ્ટર 360 ડિગ્રી’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સતત બે વર્ષ સુધી ICC T20 પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો અને વિશ્વના નંબર વન T20 બેટ્સમેન પણ રહ્યા હતા. તેમણે અત્યાર સુધી 113 T20 મેચોમાં 3272 રન બનાવ્યા છે, જેમાં 4 સેન્ચુરી સામેલ છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં તેમનું ફોર્મ અને ટીમમાં સ્થાન બંને પડકારરૂપ બન્યા છે. જો તેઓ વહેલી તકે ફોર્મમાં પરત નહીં ફરે, તો તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પણ અસર પડી શકે છે.
Dailyhunt એપ્લિકેશન પર OFFBEAT STORIES દ્વારા પ્રકાશિત લેટેસ્ટ ન્યુઝ અપડેટ્સ મેળવવા માટે ફોલો કરો!
વૈભવ સૂર્યવંશીને મળશે કરિયરનો સૌથી મોટો મોકો
સૂર્યકુમાર યાદવના ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે ભારતીય ક્રિકેટમાં હવે એક નવા સુપરસ્ટારની એન્ટ્રીના સંકેત મળી રહ્યા છે. માત્ર 15 વર્ષની ઉંમરે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં એવો ધમાકો કર્યો કે, અનુભવી આંતરરાષ્ટ્રીય બોલરો પણ તેની આક્રમક બેટિંગ સામે બેકફૂટ પર જોવા મળ્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ કરતાં વૈભવે સિઝનભરમાં રનનો વરસાદ કરી દીધો હતો અને સૌથી વધુ રન બનાવીને પ્રતિષ્ઠિત ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ સાથે જ તે IPL ના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ખેલાડી પણ બન્યો હતો. તેની નિડર બેટિંગ, વિસ્ફોટક સ્ટ્રાઇક રેટ અને મેચ જીતાડવાની ક્ષમતાને કારણે તેને 'ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન' અને 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP)' જેવા મોટા સન્માન પણ મળ્યા હતા. હવે સિલેક્ટર્સ આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ યુવા પ્રતિભાને ભારતીય ટીમમાં ઝડપી તક આપવાના વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે, જેના કારણે ટૂંક સમયમાં વૈભવ સૂર્યવંશી બ્લુ જર્સીમાં દેશ માટે રમતો જોવા મળી શકે છે.
નવો કેપ્ટન કોણ?
ટીમ મેનેજમેન્ટ હવે નવા કેપ્ટનની પસંદગી તરફ આગળ વધી રહ્યું છે. આ રેસમાં શ્રેયસ ઐયરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત સંજુ સેમસન, ઈશાન કિશન અને યુવા ખેલાડી તિલક વર્મા પણ ચર્ચામાં છે. તિલક વર્માને વાઇસ કેપ્ટન બનાવવાની પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. આગામી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં ભારત નવી લીડરશિપ સાથે મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. આ નિર્ણય ભારતીય ક્રિકેટ માટે એક નવા યુગની શરૂઆત બની શકે છે.





