Home Sports India Vs Afghanistan 2nd Odi Lucknow 2026 Preview

શું ગિલની આગેવાનીમાં ભારત આજે સિરીઝ પર કબજો જમાવશે? : આ ધુરંધર ફાસ્ટ બોલરનું થઈ શકે છે ડેબ્યૂ!

IND vs AFG 2nd ODI Match
Image Credit: BCCI
Published by: Aryan Shah
Last Updated: Jun 17, 2026, 02:00 AM IST

IND vs AFG 2nd ODI Match : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની વનડે સિરીઝનો બીજો રોમાંચક મુકાબલો આજે બુધવાર, 17 જૂન 2026ના રોજ લખનઉના મેદાન પર રમાશે. આ મહત્ત્વપૂર્ણ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવવાના મજબૂત ઈરાદા સાથે મેદાન પર ઊતરશે. આ પહેલાં ધર્મશાલા ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે પણ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને અફઘાનિસ્તાનને 7 વિકેટે ધૂળ ચટાવી હતી.

લખનઉમાં ટીમ ઈન્ડિયાની એન્ટ્રી

પ્રથમ મેચની જીત બાદ હવે ભારતીય ટીમ બીજા મુકાબલા માટે લખનઉ પહોંચી ચૂકી છે. આજની મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે, જેના કારણે આજે લખનઉના મેદાન પર કેટલાક નવા ધાકડ ખેલાડીઓને અજમાવવામાં આવી શકે છે.

પ્રથમ વનડેના હીરો

ધર્મશાલામાં રમાયેલી સિરીઝની પ્રથમ વનડેમાં ડેબ્યુ કરનાર યુવા બોલર ગુરનૂર બ્રારે ઘાતક બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી હતી અને ટીમ ઈન્ડિયાની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. બેટિંગમાં કેપ્ટન શુભમન ગિલે મોરચો સંભાળતા નોટઆઉટ 84 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ મેચ જીત્યા બાદ વનડે સિરીઝમાં પણ આગળ છે, તેથી આજની મેચમાં બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને અજમાવવામાં આવી શકે છે. અત્યારે ભારતીય ટીમમાં યશસ્વી જયસ્વાલ, કુલદીપ યાદવ અને પ્રિન્સ યાદવ તકની રાહ જોઈ રહ્યા છે.

Spain સામેની એક મેચથી રાતોરાત બની ગયો સ્ટાર: જાણો Cape Verdeના 40 વર્ષીય Vozinhaની કહાની

જયસ્વાલ અને કુલદીપની સ્થિતિ

સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ લાંબા સમયથી વનડે ટીમની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે રાહ જોઈ રહ્યો છે. એવી અટકળો હતી કે તેને નંબર 3 પર બેટિંગ કરવાની તક મળી શકે છે, પરંતુ પ્રથમ વનડેમાં ઇશાન કિશને ત્રીજા ક્રમે આવીને 34 રનની ઉપયોગી ઇનિંગ રમી ટીમ મેનેજમેન્ટને પ્રભાવિત કર્યું હતું. આ સ્થિતિમાં જયસ્વાલે આજે ફરી એકવાર બેન્ચ પર બેસવું પડી શકે છે. બીજી તરફ બોલર કુલદીપ યાદવને પણ બહાર રહેવું પડી શકે છે, કારણ કે ડાબોડી સ્પિનર હર્ષ દુબેએ પ્રથમ વનડેમાં જ 3 વિકેટ ઝડપીને પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે.

પ્રિન્સ યાદવનું ડેબ્યુ શક્ય

ડોમેસ્ટિક ક્રિકેટ અને ત્યારબાદ આઈપીએલ 2026માં પોતાના દમદાર પ્રદર્શનથી ધમાકો કરનાર પ્રિન્સ યાદવ પર અત્યારે બધાની નજર છે. પ્રિન્સ યાદવ એક એવો ઓપ્શન છે જે ભારતીય પેસ એટેકને વધુ મજબૂત બનાવી શકે છે. જોકે, પ્લેઇંગ ઇલેવનમાં તેનો સમાવેશ ત્યારે જ શક્ય બનશે જ્યારે ગુરનૂર બ્રાર, પ્રસિદ્ધ ક્રિષ્ના અથવા અર્શદીપ સિંહમાંથી કોઈ એક ફાસ્ટ બોલરને આરામ આપવામાં આવે.

લાઈવ ટેલિકાસ્ટ અને સમયની વિગત

ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે બીજી ODI મેચ આજે 17 જૂન 2026 બુધવારના રોજ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે અને તેનો ટોસ બપોરે 1:00 વાગ્યે થશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે અને લાઈવ સ્ટ્રીમિંગ મોબાઈલ કે લેપટોપ પર JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

શ્રીલંકન ખેલાડીઓએ એવું શું કહ્યું કે બેકાબૂ થયો સૂર્યવંશી?: સુપર ઓવરની હાર બાદ શ્રીલંકન ટીમના આ 6 શબ્દોથી ધુઆંપુઆં થયો વૈભવ!

બંને ટીમોનો હેડ-ટુ-હેડ રેકોર્ડ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી વનડે ક્રિકેટમાં કુલ 5 મુકાબલા રમાયા છે. આ પાંચેય મુકાબલામાં ભારતનું જ પ્રભુત્વ રહ્યું છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 4 મેચોમાં જીત મેળવી છે, જ્યારે 1 મેચ ટાઇ રહી હતી. નોંધનીય બાબત એ છે કે અફઘાનિસ્તાન આજે સુધી વનડે ક્રિકેટમાં ભારત સામે એકપણ જીત મેળવી શક્યું નથી.

ભારતની સંપૂર્ણ સ્ક્વોડ

રોહિત શર્મા, શુભમન ગિલ (c), યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (wk), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now