FIFA World Cup 2026 : FIFA World Cup 2026માં રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. આ વખતે યુરોપિયન ચેમ્પિયન Spainના યુવા સ્ટાર્સ લેમિન યામલ અને નિકો વિલિયમ્સની ખૂબ ચર્ચા હતી. પરંતુ એક 40 વર્ષના ગોલકીપરે બધી લાઇમલાઇટ પોતાની તરફ ખેંચી લીધી છે. કેપ વર્ડેના અનુભવી ગોલકીપર વોઝિન્હાએ Spain સામે એવું પ્રદર્શન કર્યું કે તે દુનિયાભરના ફૂટબોલ ફેન્સનો નવો હીરો બની ગયો છે. World Cupના પોતાના પહેલા જ મુકાબલામાં 64મી રેન્કિંગ ધરાવતી કેપ વર્ડેની ટીમે વર્લ્ડ નંબર-3 Spainને 0-0થી બરાબરી પર રોકી દીધું છે.
સ્પેન સામે બની ગયો અભેદ દીવાલ
Atlantaના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં Spainની ટીમે શરૂઆતથી જ દબદબો બનાવ્યો હતો. Spainના ખેલાડીઓએ પોતાના પ્રખ્યાત ટિકીટાકા ગેમથી બોલ પર કબજો રાખ્યો અને સતત હુમલા કર્યા હતા. Spainની ટીમે આખી મેચમાં 27 શૉટ લગાવ્યા પણ એકપણ પ્રયાસ ગોલમાં બદલાઈ શક્યો નહીં. કેપ વર્ડેનો ડિફેન્સ ઘણી વખત દબાણમાં દેખાયો પણ વોઝિન્હા દર વખતે દીવાલ બનીને આડો આવી ગયો હતો. બીજા હાફમાં Barcelonaના સુપરસ્ટાર લેમિન યામલના આવ્યા પછી પણ Spain ગોલ ન કરી શક્યું. વોઝિન્હાએ 7 શાનદાર બચાવ કર્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો. આ સાથે જ તે પોતાની ડેબ્યુ મેચમાં ક્લીન શીટ રાખનાર વર્લ્ડ કપ ઇતિહાસનો સૌથી મોટી ઉંમરનો ગોલકીપર બન્યો છે.
સાઉદી અરેબિયાએ ફરી ફૂટબોલ જગતને ચોંકાવ્યું!: આર્જેન્ટિના પછી હવે ઉરુગ્વેને પણ આપ્યો મોટો ઝટકો
રાતોરાત 50,000થી 50 લાખ ફોલોઅર્સ થયા
મેચ શરૂ થઈ તે પહેલા Instagram પર વોઝિન્હાના માત્ર 50,000 જેટલા ફોલોઅર્સ હતા. પરંતુ Spain સામેના શાનદાર પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સનો પૂર આવી ગયો. મેચ પૂરી થયા પછી મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન તેને જણાવવામાં આવ્યું કે તેના ફોલોઅર્સ 15 લાખને વટાવી ગયા છે. માત્ર થોડા જ કલાકોમાં આ આંકડો વધીને 50 લાખથી વધુ થઈ ગયો અને તે રાતોરાત વર્લ્ડ ફૂટબોલનો મોટો ચહેરો બની ગયો.
ઐતિહાસિક સફળતા છતાં આંખમાં આંસુ કેમ?
મેચ પૂરી થતાં જ વોઝિન્હા ગોલપોસ્ટ પાસે નમીને રડવા લાગ્યો હતો. સાથી ખેલાડીઓએ તેને ગળે લગાવીને અભિનંદન આપ્યા હતા. આ આંસુ માત્ર ખુશીના નહોતા પણ તેની પાછળ એક મોટું દર્દ છુપાયેલું હતું. વોઝિન્હાએ જણાવ્યું કે વિઝાની સમસ્યાના કારણે તેના દાદા-દાદી અને તેની માતા America આવી શક્યા નહોતા. આ ઐતિહાસિક ક્ષણે તેનો પરિવાર તેની સાથે ન હોવાથી તે ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું કે, "મેં મારી આખી જિંદગી આ સપના માટે મહેનત કરી છે. અગાઉની પેઢીઓ પણ આ દિવસનું સપનું જોતી હતી પણ પૂરું ન કરી શકી, આજે આ સપનું સાચું થયું છે."
માર્ચમાં ફ્રાન્સનો કેપ્ટન, જૂનમાં મોરોક્કોનો હીરો!: માત્ર 18 વર્ષની ઉંમરે 100 મેચનો અનુભવ, બ્રાઝિલ સામે બતાવ્યો ક્લાસ
FIFA 2026માં વિઝાની મોટી સમસ્યા
America, Canada અને Mexicoની યજમાનીમાં રમાઈ રહેલો આ World Cup અત્યારે વિઝાની સમસ્યાના કારણે ચર્ચામાં છે. માત્ર વોઝિન્હા જ નહીં પણ ટ્રેવલ પ્રોબ્લેમના લીધે ઈરાનની નેશનલ ટીમે પણ પોતાનો ટ્રેનિંગ કેમ્પ એરિઝોનાથી હટાવીને મેક્સિકો લઈ જવો પડ્યો હતો. સોમાલિયાના ફીફા રેફરીને પણ કાયદેસર વિઝા હોવા છતાં Americaમાં એન્ટ્રી મળી નહોતી. આફ્રિકા અને એશિયાના પત્રકારોને પણ વિઝા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે ફીફા પ્રમુખ જિયાની ઇન્ફન્ટિનોએ સંસ્થાનો બચાવ કરતા કહ્યું કે ફીફા કોઈ દેશના સુરક્ષા અને ઇમિગ્રેશન નિયમો બદલવા દબાણ ન કરી શકે.
"દાદી" નામથી લઈને વર્લ્ડ કપ સુધીનો સંઘર્ષ
વોઝિન્હાની સાચી કહાની કોઈ ફિલ્મી વાર્તા જેવી છે. તેનો જન્મ 3 જૂન 1986ના રોજ કેપ વર્ડેના મિન્ડેલો શહેરમાં થયો હતો. તેનું સાચું નામ 'જોસિમર ડાયસ' છે પણ તે બાળપણથી વોઝિન્હા નામથી જ ઓળખાય છે. પોર્ટુગીઝ ભાષામાં 'વોઝિન્હા' એટલે 'દાદી' થાય છે. બાળપણમાં બીજા છોકરાઓ તેને ચીડવતા ત્યારે તે રડતો રડતો દાદા-દાદી પાસે જતો એટલે તેનું આ નામ પડી ગયું હતું. તેણે કોઈ મોટી એકેડેમીમાં ટ્રેનિંગ નથી લીધી પણ ગલીઓમાં રમીને પોતાને તૈયાર કર્યો છે. 25 વર્ષની ઉંમરે તેણે અંગોલાની ક્લબથી પ્રોફેશનલ કરિયર શરૂ કર્યું હતું. હાલમાં તે પોર્ટુગલની સેકન્ડ ટિયર ક્લબ GD Chaves સાથે જોડાયેલો છે.





