Home Sports Shikhar Dhawan Funny Anecdote Virat Kohli Anushka Sharma

વિરાટ-અનુષ્કાને લઈને શિખર ધવનનો મોટો ખુલાસો : સોશિયલ મીડિયા પર કેમ 'વિરુષ્કા'એ જોડ્યા હતા હાથ?

Shikhar Dhawan
Published by: Viral Patel
Last Updated: Jun 16, 2026, 01:51 PM IST

Shikhar Dhawan: વિરાટ કોહલી હાલમાં ભારત માટે વનડે ફોર્મેટ રમે છે. ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનેશનલમાંથી તે નિવૃત્તિ લઈ ચૂક્યો છે. અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી વનડે સિરીઝનો પણ તે ભાગ બન્યો હતો, પરંતુ ઈજાના કારણે તે સિરીઝમાંથી બહાર થઈ ગયો. હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને લઈને શિખર ધવને એક મજેદાર કિસ્સો શેર કર્યો છે. તેણે ટિકિટ સાથે જોડાયેલી વાતો સંભળાવી છે, જેના કારણે વિરાટ અને અનુષ્કાએ પણ હાથ જોડવા પડ્યા હતા.

શ્રીલંકન ખેલાડીઓએ એવું શું કહ્યું કે બેકાબૂ થયો સૂર્યવંશી? : સુપર ઓવરની હાર બાદ શ્રીલંકન ટીમના આ 6 શબ્દોથી ધુઆંપુઆં થયો વૈભવ!

શિખર ધવને સંભળાવ્યો કિસ્સો

શિખર ધવનને એક વાતચીત દરમિયાન પૂછવામાં આવ્યું કે, કોઈ એવી મજેદાર વાર્તા કહો જે બહુ ઓછા લોકો જાણતા હોય? આના પર શિખરે વિરાટ કોહલી અને ઈશાંત શર્મા સાથે જોડાયેલો કિસ્સો સંભળાવ્યો. તેણે કહ્યું, "વર્લ્ડ કપની ટિકિટ વાળી વિરાટ કોહલીની વાર્તા ખરેખર મારા કારણે થઈ હતી."

ધવને આગળ કહ્યું, "મારા કેટલાક સંબંધીઓ વર્લ્ડ કપની મેચ જોવા માંગતા હતા, પરંતુ ટિકિટ નહોતી મળી રહી. ત્યારે મેં ચીકુ (વિરાટ કોહલી)ને પૂછ્યું કે શું તે થોડી ટિકિટોની વ્યવસ્થા કરી શકે છે? જેમ-તેમ કરીને તેણે મારા માટે લગભગ 12-14 ટિકિટોની વ્યવસ્થા કરી આપી."

Spain સામેની એક મેચથી રાતોરાત બની ગયો સ્ટાર : જાણો Cape Verdeના 40 વર્ષીય Vozinhaની કહાની

"પછીથી મેં આ વાત ઈશાંત શર્માને કહી દીધી. તેને ગુસ્સો આવ્યો કે વિરાટે મારા માટે ટિકિટની વ્યવસ્થા કરી દીધી, પણ તેના માટે નહીં. તેણે તરત જ વિરાટને ફોન કર્યો અને વિરાટે તેના માટે પણ ટિકિટની વ્યવસ્થા કરી આપી. આ પછી વિરાટ મારાથી થોડો પરેશાન થઈ ગયો અને મજાકમાં બોલ્યો— યાર, તું બધાને કહી દે છે."

યુવરાજ સિંહે પણ માંગી હતી ટિકિટ

પછી મેં આ જ કિસ્સો યુવી પાજી (યુવરાજ સિંહ)ને પણ સંભળાવી દીધો. થોડા અઠવાડિયા પછી જ્યારે તેમની વિરાટ સાથે વાત થઈ તો તેમણે પણ કહી દીધું— શિખીને ટિકિટ અપાવી હતી, મને પણ અપાવ. આ પછી વિરાટે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી અને લખ્યું, "વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે, હું મારા તમામ મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે મારી પાસે ટિકિટની વિનંતી બિલકુલ ન કરે." ત્યારબાદ અનુષ્કા શર્માએ પણ ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીની સ્ટોરી શેર કરતા કહ્યું હતું કે, જો વિરાટ ટિકિટ માટે કોલ નથી ઉપાડતો તો મને પણ કોલ ન કરતા. આ સ્ટોરી મૂક્યા પછી અનુષ્કાએ હાથ જોડવા વાળો ઇમોજી શેર કર્યો હતો.

IPL 2026ના નવા સ્પીડ કિંગને ઈન્ડિયા-Aમાં મળ્યું સ્થાન! : વૈભવના વિવાદ વચ્ચે BCCIએ 23 વર્ષીય ફાસ્ટ બોલરને શ્રીલંકા મોકલ્યો


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now